અન્ય

અંકુરમાં થતી માખી

Atherigona sp.

જંતુ

ટૂંકમાં

  • કુમળા વધતા રોપાઓના અંકુરને આ ઈયળ ખાય છે, જેનાથી "મૃત હૃદય" માં પરિણમે છે.
  • રોપાઓ ના નવા અંકુરની પ્રવેશદ્વાર પર નાના ગોળ કાપા જોઈ શકાય છે.
  • પાંદડાઓ પીળાશ પડતા લીલા બને છે અને વાંકા વળી જાય છે, રોપાઓની વૃદ્ધિ અટકી જાય છે.

માં પણ મળી શકે છે

6 પાક

અન્ય

લક્ષણો

યળ ઉગતા પાકના અંકુરને ખાતી હોવાથી, ઘઉં અને મકાઈ "મૃત હૃદય" માં પરિણમે છે. નવા અંકુરણની પ્રવેશદ્વાર,સામાન્ય રીતે પ્રથમ પાંદડાંના આવરણ પાસે નાનો ગોળ કાપો જોઈ શકાય છે. ઉપદ્રવના 6-7 દિવસ પછી, નવા નીકળતા પર્ણ પર નુકસાનના લક્ષણો વધુ સ્પષ્ટ બની જાય છે. આવા કાપાવાળા પાંદડા, આછા લીલા અથવા પીળાશ પડતા અને અંદરની તરફ વાંકા વળી જાય છે, ગંભીરરીતે અસરગ્રસ્ત રોપાઓ લબડી પડે છે, આગળની વૃદ્ધિ અટકી જાય છે અને છોડ નાના કદનો જ રહે છે. અલબત્ત માદા દ્વારા વધુ ઇંડા મૂકી શકાય છે, પરંતુ સામાન્ય રીતે, બીજાંકુરણ દીઠ માત્ર એક લાર્વા મળી આવે છે

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજસુધી આ જંતુ માટે જૈવિક નિયંત્રણની કોઈ રીત ખબર નથી. જો તમે જાણતા હોવ તો, અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. હાલમાં પાકમાં આ જંતુઓની વધુ પડતી વસતી ટાળવા માટે વહેલા વાવણી કરવાની ભલામણ કરવામાં આવે છે. પાયરેથ્રોઇડ જંતુનાશકનો ઉપયોગ પણ વસતી નિયંત્રિત કરવામાં મદદ કરી શકે.

તે શાના કારણે થયું?

અથેરીગોના જાતિની માખીના અસંખ્ય લાર્વાના કારણે નુકસાન થાય છે. નાની રાખોડી રંગની માખીઓ, પોલીફેગોસ, છે અને મુખ્યત્વે ઘઉં, મકાઇ અને જુવાર જેવા પાક પર હુમલો કરે છે. બીજા મરી, કઠોળ અથવા મસૂર જેવા છોડને પણ અસર થઈ શકે છે. માદા એક, અથવા વધુ ભાગ્યે જ જોડીમાં, ડાળપર પર અથવા રોપાઓની નજીકમાં જમીન પર (3-4-પર્ણનો તબક્કો પ્રાધાન છે) ઈંડા મૂકે છે. જમીનમાં ખેતરના કચરામાંથી નિર્માણ થયેલ ખાતરનો ઉપયોગ વધુ માદા માખીઓને આકર્ષે છે અને ઈંડા મુકવાની અનુકૂળતા વધારે છે. નવા ઉભરેલા લાર્વા નળાકાર અને સફેદ હોય છે. તેઓ છોડમાં ઉપર ખસે છે અને તેમના મોઢાના કડીનો ઉપયોગ કરી સામાન્ય રીતે શરૂઆતના પર્ણ પાસેના નાજુક અંકુરના કુમળા ભાગો ને ચાવી નાખે છે. લાર્વા સામાન્ય થડના પાયામાં મોટા થાય છે. મધ્ય અને દક્ષિણપૂર્વ એશિયામાં આ માખીઓ કૃષિને ખૂબ જ નુકસાનકર્તા જીવાત છે.


નિવારક પગલાં

  • ઉપદ્રવ યુક્ત માટીને તંદુરસ્ત જગ્યાએ ખસેડસો નહિ.
  • જો ઉપલબ્ધ હોય તો , પાકની પ્રતિકારક્ષમ જાત પસંદ કરો.
  • કેટલાક કિસ્સાઓમાં, ક્યારેક વહેલા વાવણી કરવાથી,માખીઓનો ધસારો ચાલુ થતા પહેલા, પાક સંવેદનશીલ તબક્કો (યુવાન રોપાઓ) પસાર કરી લે છે.
  • મોડું વાવેતર પણ મકાઈમાં મૃત હૃદયનું ભારણ ઘટાડવા માટે મદદ કરે છે.
  • ખેતર અને આસપાસમાં ઉગી નીકળેલ નીંદણ દૂર કરો.
  • એક સારા અને સંતુલિત ખાતરની યોજના કરો.
  • અંકુર ફૂટ્યા બાદ ખેતકચરા માંથી બનાવેલ ખાતરનો ઉપયોગ ન કરવો.
  • લાભદાયક જંતુઓને અસર ન કરે માટે, જંતુનાશકોનો નિયંત્રણ ઉપયોગ કરો.
  • લણણી પછી બિન-સંવેદનશીલ પાક સાથે પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો