ચોખા

સફેદ પીઠ વાળા પ્લાન્ટહોપર

Sogatella furcifera

જંતુ

ટૂંકમાં

  • પાંદડાઓ નુ સડવું.
  • વૃદ્ધિને અટકાવે.
  • કટાઇ ગયેલુ અથવા કાળુ ફાટી ગયેલુ ભૂરા કણનું અનાજ.
  • અનાજનાં ઉત્પાદનમાં ઘટાડો.
  • આગળના ભાગ પર ઘાટ્ટા નીશાન સાથે અર્ધપારદર્શક આગળની પાંખો વાળું ડાર્ક પ્લાન્ટહોપર.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

જંતુના નાના અને પુખ્ત વયના બંને નીચેના ભાગમાં અથવા છોડના ઉપરના ભાગમાં જોવા મળે છે. પ્રારંભિક ચિહ્નો એ છે કે વનસ્પતિની પેશીઓનો રસ ચૂસી લેવાની પ્રવૃત્તિઓના લીધે પેશીઓના નુકસાનને કારણે પાંદડાનું સડવું અને છોડ ખરવા જે પાણી અને પોષક તત્ત્વોના નુકસાનમાં પરિણમે છે. ઊંચી વસ્તી ગીચતાઓ "હોપરબર્ન" તરફ દોરી શકે છે, જેનાથી પાંદડા ટોચથી મધ્ય નસ સુધી ધીરે ધીરે પીળા પડતા જાય છે, પછી સૂકાઇ જાય છે અને મરી જાય છે. છોડનો વિકાસ અટકી જાય છે, ખેતીનો વિકાસ અટકે છે. કીટકોઓ ડાળીઓ પર પણ હુમલો કરી શકે છે, જેના પરિણામે અનાજનું ડુંડુ બદામી, કાટના રંગ જેવું અને બીજ કાળા ચીરાઇ ગયેલા થઇ જાય છે, અને અનાજનું ઉત્પાદન ઘટી જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કુદરતી રીતે થતા જૈવિક નિયંત્રણ એજન્ટો સામાન્ય રીતે એસ. ફરસીફેરાની વસ્તીને ઓછી રાખી શકે છે. શિકારીઓમાં મિરિડ બગ સાયર્ટોરિનસ લિવિડિપેનિસ અને એનાગ્રસ જાતિની કેટલીક પરોપજીવી ભમરીઓ (એ. ફ્લેવોલસ, એ. પર્ફોરેટર, એ. ઓપ્ટાબિલિસ અને એ. ફ્રીક્વન્સ) શામેલ છે જે જંતુના ઇંડા પર હુમલો કરે છે. ત્યાં ઘણા શિકારી કરોળિયા પણ છે જે આ કીટકો પર હુમલો કરે છે, ઉદાહરણ તરીકે લીકોસા સ્યુડોઆન્યુલાટા. છેવટે, ફૂગના પેથોજેન એરીનિયા ડેલ્ફાસી કીટકોની વસ્તીને ઘટાડવા માટે પણ મદદ કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં અને જૈવિક સારવાર બંને સાથે સંકલિત અભિગમનો વિચાર કરો. વ્યવસ્થા માટે જંતુનાશકોનો ભારે ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પ્રતિકારનો વિકાસ થયો છે. અસરકારક સારવાર માટે ઓક્સામિલ, કેટલાક પાયરેથ્રોઇડ્સ, બ્યુપ્રોફેઝિન અને પાયમેટ્રોઝિનનો વૈકલ્પિક ઉપયોગ થવો જોઈએ.

તે શાના કારણે થયું?

આ નુકસાન સફેદ પીઠ વાળા પ્લાન્ટહોપર, સોગાટેલા ફુરસિફેરાને કારણે થાય છે. પુખ્ત વયના આશરે 3 મીમી લાંબા અને આછા ભુરાથી કાળા હોય છે, અને આગળની બાજુમાં લાક્ષણિક ઘેરા બદામી નિશાન સાથે અર્ધપારદર્શક હોય છે. આ કીટકો ઉચ્ચ ઉપજ આપતી જાતો પર હુમલો કરવાનુ પસંદ કરે છે. તેની ઉચ્ચ પ્રજનન ક્ષમતા અને સ્થળાંતર કરવાની આદતો તેને પૂર્વ-એશિયા અને ઓસ્ટ્રેલિયામાં ચોખાના મુખ્ય કીટકો બનાવે છે. તે વાયરસને પણ સાતત્યપૂર્ણ રીતે પ્રસારિત કરે છે, ઉદાહરણ તરીકે ચોખાની કાળી પટ્ટીવાળો ડ્વાર્ફ વાયરસ અને દક્ષિણના ચોખાના કાળી પટ્ટીવાળો ડ્વાર્ફ વાયરસ. રોપણીનો સમય, નાઇટ્રોજનનો વધુ પડતો ઉપયોગ અને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા વસ્તીને નોંધપાત્ર અસર કરે છે. તાપમાન, ભેજ અથવા વરસાદ જેવા પર્યાવરણીય પરિબળો પણ તેના જીવનચક્રમાં મુખ્ય ચાલક છે.


નિવારક પગલાં

  • રોપણી વખતે પ્રતિરોધક જાતો પસંદ કરો.
  • વસ્તી વધારો ટાળવા માટે વહેલા વાવેતર કરો અથવા જો ઉપલબ્ધ હોય તો ઝડપી પાકતી જાતોનો ઉપયોગ કરો.
  • જંતુના જીવન ચક્રને તોડવા માટે અડીને આવેલા ખેતરો સાથે વાવેતર કરો.
  • નાઇટ્રોજનના વપરાશને વિભાજિત કરો.
  • દર વર્ષે બે કરતા વધારે પાક ન ઉગાડો.
  • જમીનને ચોખાથી મુક્ત રાખી અથવા થોડા સમય માટે પડતર રાખી ખેતરોની જાળવણી કરો.
  • ખેતરોને ચોખાથી મુક્ત અથવા સમયાંતરે ફેરવો.
  • જો ભારે ચેપ લાગે તો વૃદ્ધિની મોસમ દરમિયાન ખેતરોને 3 કે 4 દિવસ માટે બે વાર ખાલી કરો.
  • વ્યાપક પણે જંતુનાશકોનો ઉપયોગ ટાળો કારણ કે આ કુદરતી દુશ્મનોને અસર કરી શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો