Amrasca biguttula
જંતુ
અસરગ્રસ્ત પાંદડા પીળા રંગના થાય છે, પછી માર્જિનથી છીકણી રંગના થવાની શરૂઆત થાય છે અને વચ્ચેના ભાગ સુધી આમ થાય છે. સંપૂર્ણ રીતે સૂકાયા અને ખરી જતા પહેલાં પાંદડા ધીમે ધીમે વળી જવાનાં સંકેતો દર્શાવે છે. ગંભીર અસરના પરિણામે "હોપર બર્ન" ની સ્થિતિ સર્જાય છે અને પાંદડાઓ મરી જાય છે, આખરે યુવાન છોડનો વિકાસ રૂંધાય છે. વૃદ્ધિના પછીના તબક્કે અસરગ્રસ્ત છોડની ફળદ્રુપતા નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે અને ઘણા કિસ્સાઓમાં કપાસની નીચી ઉપજ અને નબળી ગુણવત્તાનું કારણ બને છે. નેક્રોટિક બનતા પહેલાં, પાંદડાની નીચલી બાજુ અને પેશીઓ કડક થઇ જાય છે, ત્રિકોમ ઘનતા વધી શકે છે. આ લક્ષણો જંતુ સામે કેટલાક અંશે પ્રતિકાર આપે છે, જેનાથી જીવાતને ઈંડા મૂકવામાં અને હલનચલનમાં મુશ્કેલી પડે છે. જો કે, ખેતી પર તેની નકારાત્મક અસર પડે છે.
કપાસના તીતીઘોડાના સામાન્ય શિકારીઓ લીલા લેસવિંગ (ક્રિસોપેરલા કાર્નેઆ - Chrysoperla carnea), ઓરિઅસ અથવા જીઓકોરિસ પ્રજાતિ છે, કોકિનીલિડ્સ અને કરોળિયાની કેટલીક જાતો છે. તે જાતિઓને પ્રોત્સાહન આપો અને બહોળા પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરવાનું ટાળો. જ્યારે પ્રથમ લક્ષણો દેખાય ત્યારે સ્પિનોસદ (0.૩૫ મિલી/લિ) નો છંટકાવ કરો.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. મેલેથિયન, સાયપરમેથ્રિન (૧ મિલી/લિ), સલ્ફોક્સફ્લોર, ક્લોરપાયરિફોસ (૨.૫ મિલી/લિ), ડાયમેથોએટ, લેમ્બડાસિહાલોથ્રિન (૧ મિલી/લિ) અથવા ક્લોરેન્ટ્રેનિલિપ્રોલે + લેમ્બડા-સાઈલોથ્રિન (0.૫ મિલી/લિ) પર આધારિત જંતુનાશક રચનાનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેઓ તીતીઘોડાના કુદરતી શિકારીને પણ અસર કરી શકે છે અને તેથી તેનો ફક્ત ગંભીર કિસ્સાઓમાં અને સમયસર જ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓથી બીજ ઉપચાર કરવાથી પણ ૪૫-૫૦ દિવસ સુધી પાક પર તીતીઘોડાના ઉપદ્રવ પર નિયંત્રણ લાવવામાં મદદ મળે છે.
બંને યુવાન અને પુખ્ત Amrasca devastans છોડના સત્વ (કસ)ને ચૂસી લે છે અને પોતાની લાળના ઝેરનો પ્રસાર કરે છે, જે છોડની પેશીઓને નુકસાન પહોંચાડે છે. આ કારણે પોષણ મેળવવાની માત્રા અને જંતુઓની સંખ્યાના સાપેક્ષમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા નબળી પડે છે. યુવાન જીવાતની પ્રથમ અને બીજી પેઢી પાંદડાની નસોની નજીક પોષણ મેળવે છે, પુખ્ત જીવાતો આખા પાંદડા પર ફેલાયેલ હોય છે, પરંતુ મુખ્યત્વે પાંદડાની નીચેની બાજુથી પોષણ મેળવે છે. પર્યાવરણીય પરિબળો, જેમ કે મધ્યમથી ઉચ્ચ તાપમાન (૨૧ થી ૩૧ ° સે), વહેલી સવારે અથવા સાંજે મધ્યમથી ઊંચો ભેજ (૫૫ થી ૮૫%), અને સૂર્યપ્રકાશનો સમયગાળો આ જંતુની વૃદ્ધિ પર સકારાત્મક અસર કરે છે. નીચા તાપમાન અને જોરદાર પવનની નકારાત્મક અસર પડે છે.