Altica ampelophaga
જંતુ
પાંદડા માં પુખ્ત અને લાર્વા દ્વારા અલગ અલગ લક્ષણો થાય છે. પુખ્ત આખા પાંદડા ને આરપાર ખાય છે, અસંખ્ય કાણાં નિર્માણ થાય છે જે સામાન્ય રીતે નાના રહે છે. લાર્વા પાંદડા ને ઉપરછલ્લી રીતે ખાય છે, માત્ર વિરુદ્ધ બાજુ ની બાહ્ય ત્વચા ને મૃત છોડી જાય છે.શિયાળા દરમ્યાન જ્યારે હવામાન પરિસ્થિતિઓ પુખ્ત ના પ્રારંભિક દેખાવ ની તરફેણ કરે છે ત્યારે વધારે નુકસાન થાય છે. જો તેઓ વસંત ની શરૂઆતમાં સક્રિય બની જાય છે, ત્યારે તેઓ માત્ર પાંદડાનો જ નહીં પણ નવી તાજી ખુલેલી દ્રાક્ષની કળીઓ નો પણ નાશ કરી શકે છે. વધુ ઉપદ્રવના કિસ્સામાં, પાંદડા ચીથરેહાલ થાય છે, અને નવા બનેલા ફૂલ ના ઝુમખા નો નાશ થાય છે. મજબુત અને વધારે પર્ણસમૂહ વાળી જાતો આ હુમલા નો સારીરીતે પ્રતિકાર કરે છે અને ઈજા નજીવી રહે છે. એકવાર કળીઓ પર્યાપ્ત પ્રમાણ માં વિકસી જાય તો ત્યાર પછી, આ ફુદા દ્રાક્ષ ને વધારે નુકસાન કરતા નથી.
શિકારી કીડો ઝિકરોના કોરૂલિયા (વાદળી કીડો) વેલા માં ફ્લી ફુદા રોગના વાહક સામે મુખ્ય જૈવિક નિયંત્રણ છે. જંતુ ના નિયંત્રણ માટે અન્ય શિકારીઓ અને પોલીફેગસ પરોપજીવીઓ નો પણ ઉપયોગ કરી શકાય છે. લાભદાયી નેમાટોડેને માટી પર લાગુ કરવા થી તે લાર્વાનો નાશ કરશે અને આગામી પેઢી ના પુખ્તને બહાર નીકળતા અટકાવે છે. પ્રથમ પુખ્ત દેખાયા પછી સ્પિનોસાદ અથવા લીમડાના તેલ ના સંયોજનો નો છંટકાવ પણ વસતી નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વેલા માં ફ્લી ફુદા સામે ભલામણ કરવામાં આવેલ સક્રિય પદાર્થો માં કલોરપયરીફોસ, લેમ્બડા સિહાલોથ્રિન સંયોજનો નો સમાવેશ થાય છે , જેને પ્રથમ પુખ્ત દેખાયા પછી છાંટીને અથવા ફેલાવીને લાગુ કરવામાં આવવી જોઈએ.
વેલા માં ફ્લી ફુદા , અલટીકા આંફેલોફગ ,ને કારણે નુકસાન થાય છે. આ ચળકતી ધાતુ જેવા ફુદા વસંત માં સક્રિય થાય છે ,જ્યારે તેઓ નવા ફૂટતા પાંદડાંઓ અથવા દ્રાક્ષની કળીઓ પર હુમલો કરે છે. વિવિધ વિકાસલક્ષી તબક્કાનો સમયગાળો નોંધપાત્ર પર્યાવરણીય પરિબળો પર આધાર રાખીને બદલાય છે. માદા પાંદડા ની નીચેની બાજુ,એક જીવનકાળ દરમિયાન જૂથમાં અસંખ્ય ઇંડા મૂકે છે. ખાસ કરીને, ઇંડા મુકાયા પછી 1-2 અઠવાડિયા સેવાય છે. ત્યારબાદ લાર્વા ત્રણ વિકાસ ના તબક્કા માંથી પસાર થતા લગભગ 1 મહિના સુધી પાંદડાને ખાય છે અને તેના પર નભે છે. પછી તેઓ જમીન માં 5 સે.મી.ની ઊંડાઇએ સેવાય છે અને 1-3 અઠવાડિયા પછી આગામી પેઢીના પુખ્ત દેખાય છે. સામાન્ય રીતે એક વર્ષ માં 2 અને ક્યારેક 3 પેઢીઓ હોય છે. અંતિમ પેઢીના પુખ્ત પાંદડા ના કચરા અથવા અન્ય આશ્રયસ્થાનોમાં નિષ્ક્રિય રહે છે.