પિસ્તા

પિસ્તામાં ભમરી

Chaetoptelius vestitus

જંતુ

ટૂંકમાં

  • કળીઓ અને ડાળીઓને નુકસાન ના કારણે છોડમાં નબળાઈ અને નાશ થાય છે.
  • ડાળીઓ અને થડમાં પ્રજનન માટેની ગેલેરીઓની જોવા મળવી.

માં પણ મળી શકે છે

1 પાક
પિસ્તા

પિસ્તા

લક્ષણો

પુખ્ત ભમરી કળીઓમાં પ્રજનન માટેની ગેલેરીઓ બનાવે છે અને તેનો નાશ કરે છે, જેના કારણે ફળનું નિર્માણ ઘટે છે. થડ અને ડાળીઓમાં બનાવેલ ગેલેરી પરિવહન ક્રિયામાં ખલેલ પહોંચાડે છે અને તેના કારણે ઝાડના ઉપરના ભાગમાં પાણી અને પોષક્તત્વોના પરિવહનમાં અવરોધ ઉભો થાય છે. પુખ્ત કીડા ઘેરા-કથ્થાઈ રંગના, આશરે 2.5-3.5 મીમી લંબાઈના અને સખત વાળયુક્ત ઘેરા રંગની પાંખો ધરાવે છે. લાર્વા મોટેભાગે કથ્થાઈ રંગના માથા સાથે સફેદ રંગના હોય છે. આ એક પ્રચલિત જંતુ છે જે મુખ્યત્વે નબળા પર વૃક્ષો હુમલો કરે છે અને તૂટેલી શાખાઓનો નાશ કરે છે. ઠંડી ઋતુ દરમિયાન, જ્યાં સુધી તાપમાન 5 ° સે થી નીચે હોય ત્યાં સુધી આ ભમરી વૃક્ષની છાલને ખાતું નથી. યોગ્ય પરિસ્થિતિ મળી રહે તો તે પિસ્તાના વૃક્ષો માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

છાલની ભમરીનું નિયંત્રણ કરવા માટે, વૃક્ષને તાજગીપૂર્ણ, તંદુરસ્ત રાખવા અને તેમજ પડોશી ખેતર સાથે એકસાથે નિવારક પગલાં લેવા ખુબ જરૂરી છે. કેટલાક શિકારી ભમરી અને જીવાત સાથે પરોપજીવી કીડા પણ આ ભમરી પર હુમલો કરી શકે છે. તે એકંદર ભમરીની કુલ વસ્તીમાંથી આશરે 10% નિયંત્રણ પૂરું પડતા હોવાનો અંદાજ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. સરળ રાસાયણિક નિયંત્રણ તથા, જંતુનાશકોની પહોંચ વધારે અને સરળ બનાવે તેવા ખનિજ તેલ સાથે ઉપયોગ કરવાથી પણ આ જંતુને પહોંચી વળાતું નથી. તેથી, તેના ફેલાવો ન થાય તે માટે નિવારક પગલાં લેવા આવશ્યક છે. ચેપગ્રસ્ત ખેતર માંથી બીજા સ્વસ્થ ખેતરમાં તેનું સ્થળાંતર ન થાય તે માટે વિસ્તારના તમામ ઉત્પાદકોએ પગલાં લેવાવા જોઈએ. છાલની ભમરી મુખ્યત્વે નબળા વૃક્ષો પર હુમલો કરે છે, તેથી વૃક્ષોને તંદુરસ્ત રાખવા ખુબ જરૂરી છે (ખાતર, સિંચાઈ, યોગ્ય કાપણી, જંતુ અને રોગનું નિયંત્રણ).

તે શાના કારણે થયું?

સ્કોલિટીડે પરિવારની ચેટોપ્ટેલિયસ વેસ્ટિટસ ભમરી દ્વારા નુકસાન નિર્માણ થાય છે. એપ્રિલ-મે દરમિયાન જ્યારે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી વધે ત્યરે પુખ્ત ભમરી બહાર પડે છે. માદા જંતુઓ ઉડીને તંદુરસ્ત વૃક્ષોની તંદુરસ્ત ડાળીઓ પર જાય છે અને બહારની બાજુ અથવા ફૂલની કળીઓમાં ટનલ બનાવે છે, અને જેનાથી તેનો નાશ કરે છે. ત્યારબાદ તે કુમળા અંકુર અને ડાળીઓને પણ ખાય છે, જેના કારણે તે ખૂબ ઝડપથી નાશ પામે છે. ઉનાળા અને શિયાળાની ઋતુ દરમિયાન ભમરી પિસ્તાની ડાળીઓમાં જ નિષ્ક્રિય જીવન ગાળે છે. શિયાળાના અંતમાં, માદાઓ નબળી અથવા તૂટેલી ડાળીઓ શોધી તેમાં પ્રજનન માટે ગેલેરી નિર્માણ કરી આશરે 80-85 ઇંડા મૂકે છે.


નિવારક પગલાં

  • પાણીની ઉણપ ન સર્જાય તે માટે ખાસ કરીને સૂકા સમયગાળા દરમિયાન સમયસર સિંચાઈ કરો.
  • જંતુઓના ચેપની શક્યતા હોય તેવી સૂકી અને નબળી ડાળીઓ કાપીને સળગાવી દો.
  • વાડીમાંથી નીંદણ અને નાશ પામેલી ડાળીને દૂર કરી સ્વચ્છ કરો.
  • કાપી નાખેલી ડાળીઓમાં ભમરી, તેના લાર્વા અથવા તેમની પ્રજનન ગેલેરીઓની હાજરી માટે તપાસી જુઓ.
  • ખેતરમાં નબળી, સુકાઈ ગયેલ ડાળીઓના લાકડાંનો પુખ્ત કીડાને આકર્ષવા માટે છટકા તરીકે લગાડી શકાય અને ત્યાર બાદ તેને ભેગી કરીને સળગાવી દેવી.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો