Pectinophora gossypiella
જંતુ
પિંક બોલવોર્મ કળીઓ ખૂલવામાં અસફળતા, બોલનું અકાળે ખરી પડવું, કપાસમાં ડાઘ અને બીજના નુકસાનનું કારણ બને છે. ઉનાળાની શરૂઆતમાં, લાર્વાની પહેલી પેઢી માળખામાંથી પોષણ મેળવે છે, જેની વૃદ્ધિ થતી જાય છે અને ઉપદ્રવ પેદા થાય છે. ચેપગ્રસ્ત પાંખડીઓ લાર્વાની રેશમી દોરી વળે બંધાયેલી જોવા મળી શકે છે. બીજી પેઢી બોલની દિવાલોમાં કાણું પાડી કપાસ પર ડાઘ કરે છે અને બીજ પર પોષણ મેળવે છે. આ કારણે કપાસની ગુણવત્તામાં નુકસાન થાય છે. કાર્પલ દિવાલોના અંદરના ભાગમાં મસા તરીકે પણ બોલ પર થયેલ નુકસાન દેખાઈ આવે છે. આ ઉપરાંત, લાર્વા બોલને ખાલી કરી દેતું નથી અને કોઈ ફ્રાસ (પાવડર જેવો પદાર્થ) છોડતું નથી, મોટાભાગે બોલવોર્મના કિસ્સામાં આમ જોવા મળે છે. તકવાદી જીવો, જેમ કે બોલમાં સડો પેદા કરનાર ફૂગ ઘણી વખત લાર્વા દ્વારા બોલ પર કરાયેલ કાણાથી પ્રવેશ કરી બોલને ચેપ લગાડે છે.
Pectinophoragossypiella માંથી કાઢવામાં આવેલા સેક્સ ફેરોમોન્સનો સંપૂર્ણ ક્ષેત્રોમાં છંટકાવ કરી શકાય છે. આ સ્પ્રે નર જીવોની માદા જીવ શોધવાની અને બીજા જીવ ઉત્પન્ન કરવાની ક્ષમતાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. સ્પિનોઝડ અથવા બેસિલસ thuringiensis ની રચના સાથે સમયસર છંટકાવ પણ અસરકારક સાબિત થઈ શકે છે. ફેરોમેન જાળી ( એકર દીઠ ૮) રોપણી પછી ૪૫ દિવસ બાદ અથવા ફૂલના તબક્કામાં લગાવી શકાય છે અને પાકના સમયગાળા અંત સુધી રાખી શકાય છે. દર ૨૧ દિવસના અંતરાલોમાં જાળીનું પ્રલોભન બદલવું સારું નીવડે છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે હંમેશા જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ક્લોરપાયરિફોઝ, એસ્ફેનવાલેરેટ અથવા ઇન્ડોક્સકાર્બ ધરાવતા જંતુનાશકનો ઉપયોગ ગુલાબી બોલવોર્મને મારવા માટે કરી શકાય છે. અન્ય સક્રિય સિદ્ધાંતોમાં ગામા- અને લેમ્બડા-સિહાલોથ્રિન અને બાયફિન્થ્રિન શામેલ છે. લાર્વા સામે કોઈ સારવારની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે તે સામાન્ય રીતે છોડની પેશીઓની અંદર જોવા મળે છે. વાવણી પછી ૪૫ દિવસ અથવા ફૂલ આવવાના તબક્કે (એકર દીઠ ૮) ફેરોમોન જાળી લગાવી શકાય છે અને તેને પાકના સમયગાળાના અંત સુધી લગાવી રખાય.
પિંક બોલવોર્મના લાર્વા Pectinophoragossypiella કપાસના માળખાં અને બોલને નુકસાન પહોંચાડે છે. પુખ્ત વયમાં તેનો રંગ અને કદ ભિન્ન હોય છે, પરંતુ સામાન્ય રીતે તે ભૂખરા પડતા રંગની હોય છે. તે વિસ્તૃત પાતળો દેખાવ ધરાવે છે અને કથ્થઈ રંગની, અંડાકાર આકારની પાંખો ધારદાર હોય છે. માદા ચોરસ માળખાની અંદર અથવા લીલાં બોલના આચ્છાદન હેઠળ ઇંડા મૂકે છે. ઇંડા સામાન્ય રીતે ૪ થી ૫ દિવસમાં ઉછરે છે અને તે પછી તરત જ માળખાંમાં અથવા બોલમાં પ્રવેશ કરે છે. યુવાન લાર્વાનું માથું કાળા-ભુખરા રંગનું અને તેના પાછળના ભાગમાં સફેદ શરીર પર વિશાળ ગુલાબી પટ્ટી જોવા મળે છે. જેમ જેમ તેઓ મોટા થતા જાય છે, તેમ તેઓ ધીમે ધીમે ગુલાબી રંગ પ્રાપ્ત કરે છે. જ્યારે બોલ ફાટેલાં પડ્યા હોય તો તેમાં તેઓને બોલની અંદર પોષણ મેળવતા જોઈ શકાય છે. લાર્વા પુખ્ત બનતા પહેલા લગભગ ૧૦ થી ૧૪ દિવસ સુધી સામાન્ય રીતે જમીનમાં પર પોષણ મેળવતા જોવા મળે છે, બોલ પર નહી. ગુલાબી બોલવોર્મનો વિકાસ મધ્યમથી ઊંચા તાપમાને વધુ થાય છે. જો કે, ૩૭.૫ ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાને તેમના મૃત્યુદરમાં વધારો શરૂ થાય છે.