અન્ય

ફળના વૃક્ષમાં પાંદડાંનું પીલ્લું વળવું

Archips argyrospila

જંતુ

ટૂંકમાં

  • યુવાન લાર્વા ફૂલો અને ફૂલની કળીઓ પર છિદ્રો પાડે છે, અને આંતરિક પેશીઓને નુકશાન પહોંચાડે છે.
  • પુખ્ત સ્વરૂપમાં તે પાંદડાને મુલાયમ સૂત્રો સાથે ભેળવીને વાળી તેની અંદર આશ્રય લે છે.
  • ઉપદ્રવ પામેલ પાંદડાઓ ખરબચડો દેખાવ આપે છે અને ગંભીર કિસ્સાઓમાં પાનખર થઇ શકે છે.
  • ફળોની છાલની નીચે થોડું પોલાણ જોવા મળે છે અને તેના પર બ્રોન્ઝ-રંગના ચાઠાં થઇ શકે છે.
  • ગંભીર ઉપદ્રવમાં, વૃક્ષ સંપૂર્ણપણે મુલાયમ રેસાથી આવરીત બની શકે છે.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

યુવાન લારવા શરૂઆતમાં ફુલ અથવા ફુલ ની કડીઓ ઉપર નભે છે, તેમાં કાણું પાડે છે અને આંતરિક કોષોમાં તેમનું કાર્ય શરૂ કરે છે. બાદમાં, પાંદડાની બંને બાજુની કિનારીને મુલાયમ રેસા વડે વાળીને તેમાં આશ્રય લઈ રહેલા કિડાં છોડના પ્રત્યેક ભાગ ઉપર આક્રમણ કરે છે. આક્રમણ પામેલ પાંદડા ખરબચડો દેખાવ આપે છે અને ગંભીર કિસ્સાઓમાં પાનખર સર્જાઇ શકે છે. ફળોની છાલની નીચે થોડું પોલાણ જોવા મળે છે અને જે ફળો અકાળે ખરી પડતાં નથી તેના પર ખરબચડી, જાળી જેવી સપાટી સાથે બ્રોન્ઝ-રંગના ચાઠાં થઇ શકે છે. ફળમાં વિકૃતિ સામાન્યરીતે હોય છે, અને તે બિન-વેચાણપાત્ર બને છે. ગંભીર ઉપદ્રવમાં, વૃક્ષ સંપૂર્ણપણે મુલાયમ રેસાથી આવરીત બની શકે છે, જેમ કે તેની નીચે ઢંકાઈ ગયેલ હોય. વૃક્ષો નીચેના છોડને પણ લાર્વા જમીન પર પડવાથી અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી અસર થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કેટલાય સામાન્ય શિકારી કીટકો જેવા કે લેસવિંગ, ભમરી અને લેડીબર્ડ ફળના વૃક્ષમાં પાંદડાંનું પીલ્લું વળનાર કીડાના લાર્વા પર નભે છે શકે છે. જીનસ ટ્રીકોગ્રામાની શિકારી ભમરી પાંદડાંને વાળનાર કીડાના ઈંડા પર ઈંડા મૂકે છે અને મોટા થતાં તે લાર્વા પર નભે છે. આ કુદરતી દુશ્મનો તેની વસતી નીચા સ્તરે લાવવામાં મદદ કરી શકે છે, પરંતુ ક્યારેક ક્યારેક તે વધુ ફાટી નીકળી શકે છે. પ્રસંગોપાત અલ્પ ફેલાવાવાળા તેલથી સારવાર, અથવા બેસીલસ થુરીનજેનેસીસ અથવા સ્પીનોસેડ આધારિત દ્રાવણ સ્વીકાર્ય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મીથોકસીફેનોઝાઇડ , કૉર્પયફાયફોસ, ક્લોરેન્ત્રનીલીપ્રોલ અથવા સ્પીનેટોરમ ના સક્રિય ઘટકો ધરાવતી પેદાશો ઘટાડવા માટે મદદ કરી શકે. છેલ્લે દર્શાવેલ માખીઓ માટે પણ ઝેરી છે. ધ્યાન રાખો કે પાક પ્રકાર પરથી ચોક્કસ સારવાર નક્કી થાય છે.

તે શાના કારણે થયું?

અર્ચીપ્સ અર્જીરોસ્પીલા ફૂડના લાર્વાના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે સામાન્ય રીતે ફળના ઝાડમાં પાંદડાંને વાળનાર ફૂદાં તરીકે ઓળખાય છે. પુખ્ત ફૂદાં, કથ્થઇ વાળવાળું શરીર ધરાવે છે, અને આગળની પાંખો લગભગ 10 મીમી લાંબી અને ચતુર્ભુજ પાસું ધરાવે છે. રંગમાં લાલાશ પડતો કથ્થઈ, ઘેરો કથ્થાઈ અને સોનેરી નો સમાવેશ થાય છે. પાછળની પાંખો એકસરખી રાખોડી છે અને સહેજ કથ્થઈ બાજુ અને કિનારી હોય છે. માદા સામાન્ય રીતે નર કરતા આછા રંગની હોય છે. તેઓ યજમાન ડાળીપર ઘણી સંખ્યામાં ઇંડા મૂકે છે અને તેને રક્ષણાત્મક આવરણથી ઢાંકી લે છે. યુવા લાર્વા કળીઓમાં છિદ્રો કરી, પાછળથી તેને રોલ વાળી અથવા પાંદડાને એકસાથે જોડી અથવા ફળોમાં આશ્રય બનાવે છે. ત્યાંથી, તેઓ યજમાનના પાંદડા, ફૂલો, કળીઓ, અથવા ક્યારેક ફળો ને ખાવા માટે બહાર આવે છે. લાર્વા, યજમાનોની વિશાળ શ્રેણી પર હુમલો કરે છે જેમાં સફરજન અને આલુનું વૃક્ષ, ખાટાં અને કડક ફળોનો સમાવેશ થાય છે. તેઓ વર્ષમાં એક પેઢી ધરાવે છે.


નિવારક પગલાં

  • જંતુના ચિહ્નો માટે વાડી નું નિરીક્ષણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો