ખાટાં ફળો

સાઈટ્ર્સમાં કાળી એફિડ

Toxoptera aurantii

જંતુ

ટૂંકમાં

  • પાંદડા અને ડાળીઓની વિકૃતિ.
  • પાંદડાઓનું વળવું અને પીળા પડવું.
  • ચીકણું પ્રવાહી સૂટી ફૂગને આકર્ષે છે.
  • ફળની નીચી ગુણવત્તા.
  • પાંખોવાળી અથવા પાંખો વગરની કાળી કે છીકણી એફિડ.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

સાઈટ્ર્સનાં ઝાડ પર વૃદ્ધિનાં દરેક તબક્કે અસર થઈ શકે છે. એફિડને લાંબુ ધારદાર મોં હોય છે જેના દ્વારા તે કૂંપણ અને કૂમળાં પાંદડાઓમાંથી રસ પીવે છે, જે ડાળીઓ તથા ફૂલોની વિકૃતતા તરફ દોરી જાય છે અને પાંદડા પણ વળવા લાગે છે. તેઓ છોડના ફલોમ (ચેતાક્ષ ભાગ) પરથી પોષણ મેળવતા હોવાથી વધારાનું ચીકણું પ્રવાહી છોડે છે. જયારે તે પ્રવાહી બીજા પાંદડા પર પડે છે, ત્યારે તે સૂટી ફૂગ માટે તૈયાર આધાર બને છે અને તે કારણે પાંદડા કાળા પડી જાય છે. આ બધા કારણોસર ઝાડની પ્રકાશસંશ્લેષણ ક્રિયા અવરોધાય છે અને તેની અસર ઝાડની શક્તિ તથા ફળની ગુણવત્તા પર થાય છે. એફિડ tristeza વાયરસ ધરાવે છે અને તેના કારણે પણ સાઈટ્ર્સના ઝાડને નુકસાન થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કુદરતી શિકારીઓમાં હોવરફલાય (ઉડતી ભમરીઓ), લેસવિંગ્સ અને લેડીબર્ડ શામેલ છે, જે વિકાસના દરેક તબક્કે એફિડ પર હુમલો કરી શકે છે. Cycloneda sanguinea અને Hippodamia convergens નામનાં બે coccinellids ના પુખ્ત અને લાર્વાનો એફિડની વિરુદ્ધ ઉપયોગ કરી શકાય છે. જરૂરી વિસ્તારો માટે ઘણી વિશિષ્ટ પરોપજીવી માખીઓ પણ ઉપલબ્ધ છે. ભેજવાળા વાતાવરણમાં Neozygites fresensii ફૂગ પણ એફિડની વસ્તી પર નોંધપાત્ર તપાસ રાખી શકે છે. ગરમ પાણી કે કુદરતી પાયરેથ્રિનનાં સંયોજનથી કીડીઓને મારી શકાય છે. એફિડની સામે જંતુનાશક સંયોજનનો પણ ઉપયોગ થઇ શકે છે, જેમ કે સાબુ કે ડીટરજન્ટ સાબુ, લીમડા અથવા મરચાંના અર્ક વગેરે પર આધારિત સંયોજનો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. એફિડને નિયંત્રિત કરવા માટે ઘણા જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમની અસર સમયસર ઉપયોગ પર આધાર રાખે છે. ઉદા. તરીકે જયારે પાંદડા વળી ન ગયા હોય અને એફિડની વસ્તી ઓછી હોય, તેવી સ્થિતિમાં. પેટ્રોલિયમ તેલ ધરાવતાં ઉત્પાદનોને પાંદડાની નીચેની બાજુએ છાંટી શકાય છે, જેથી તે સીધા એફિડના સંપર્કમાં આવી શકે. સિન્થેટિક પાયરેથ્રોઇડ પણ એફિડ અને કીડીઓ પર અસર દર્શાવે છે, પરંતુ તેઓ કુદરતી દુશ્મનોને પણ નુકસાન પહોંચાડે છે.

તે શાના કારણે થયું?

કાળી સાઈટ્ર્સ એફિડ Toxoptera aurantii નાં કારણે આ લક્ષણો જોવા મળે છે. તે ઘણીવાર અન્ય સંબંધિત જાતિ T. citricida, અથવા સામાન્ય રીતે છીકણી સાઈટ્ર્સ એફિડ દ્વારા જાણીતી જાતિ સાથે મળીને પણ સાઈટ્ર્સના ઝાડ અને અન્ય પાકોને ચેપ લગાડી શકે છે. પુખ્ત એફિડ પાંખોવાળી અને પાંખો વગરની પણ હોય છે. જયારે તેમને ઓછા પ્રમાણમાં ભોજન મળતું હોય તથા તેમની સંખ્યા ઓછી હોય તેવા કિસ્સાઓમાં પાંખોવાળી એફિડ જોવા મળે છે અને તે લગભગ ૩૦ કિમી સુધી ઉડી શકે છે. તેઓ ઝાંખા છીકણી કે કાળા રંગનું શરીર ધરાવે છે, જેની લંબાઈ ૧.૫ મીમી જેટલી હોય છે. કાળી સાઈટ્ર્સ એફિડ સરળ જીવનચક્ર અને ઊંચો પ્રજનન દર ધરાવે છે, જેથી તેમની સંખ્યા અને ચેપની તીવ્રતામાં ઝડપથી વધારો થાય છે. એફિડનાં વિકાસ, જીવન અને પ્રજનન માટે ૯.૪ થી ૩૦.૪ °C સુધીનું તાપમાન યોગ્ય છે. ચીકણું પ્રવાહી કીડીઓને આકર્ષે છે, જે કુદરતી શિકારીઓ સામે એફિડની રક્ષા કરે છે. આ એફિડની હાજરીને સાઈટ્ર્સમાં tristeza વાયરસ અને ઝુકીચીની પીળા મોઝેક વાયરસની હાજરીનું પ્રમાણ પણ ગણી શકાય છે.


નિવારક પગલાં

  • સ્વસ્થ ઝાડ કે પ્રમાણિત સ્ત્રોતમાંથી આવતાં બીજનો જ ઉપયોગ કરો.
  • જો શક્ય હોય તો ચેપરહિત અને ભૌતિક રીતે અલગ પડતાં ક્ષેત્રમાં તેની વાવણી કરો.
  • નિયમિતપણે ખેતરની દેખભાળ રાખો, જેથી જીવાત કે રોગની હાજરી અને તેમની ગંભીરતા વિશે શરૂઆતથી જ જાણી શકાય.
  • એફિડને હાથથી વીણીને દૂર કરો અથવા ચેપગ્રસ્ત પાકના ભાગોને દૂર કરી તેનો નાશ કરો.
  • ખેતરમાં અને તેની આસપાસ નીંદણને દૂર કરો.
  • વધારે પડતું પાણી કે ખાતર ના આપશો.
  • ચીકણી ઝાડીઓ વડે એફિડનું રક્ષણ કરતી કીડીઓની વસ્તીને નિયંત્રિત કરો.
  • જુદા જુદા ભાગ કે વિસ્તારો વચ્ચે સાઈટ્ર્સના ઝાડનું પરિવહન ના કરશો.
  • જંતુનાશકો ફાયદાકારક જંતુઓ પર અસર કરતા હોવાથી તેમનો પ્રમાણસર ઉપયોગ કરો.
  • ઝાડની ડાળીઓને કાપો અને તેના નીચેનાં ભાગને પણ સામાન્ય કાપી ને વ્યવસ્થિત કરો જેથી હવાની અવરજવર સારી રહે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો