Aphis spiraecola
જંતુ
યુવાન પાંદડાઓનું અંદરની બાજુએ વળવું અને ડાળીઓનું વિકૃત થવું એ ગંભીર લક્ષણો છે. અસરગ્રસ્ત ફૂલો અને ફળો અકાળે ખરી પડે છે, ખાસ કરીને મુલાયમ છાલવાળા ફળ આસાનીથી ક્ષતિગ્રસ્ત થઇ જાય છે. આ ઉપરાંત, એફિડ પાંદડાની નીચેનાં ભાગમાં મોટા પ્રમાણમાં ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે. તેના ગળ્યાં સ્વાદના કારણે તે કાળી સૂટી ફૂગનું ઘર બને છે. કીડીઓ પણ આ ચીકણું પ્રવાહી ચૂસે છે અને તેના બદલામાં એફિડનું રક્ષણ કરે છે. એફિડના ઉપદ્રવ અને ફૂગની હાજરીથી ઘટેલા પ્રકાશસંશ્લેષણની ક્રિયાના દરથી ઝાડ નબળું પડી જાય છે. યુવાન છોડ આ જીવાતથી સંવેદનશીલ હોય છે, અને બદલામાં રૂંધાયેલો વિકાસ દર્શાવે છે. પાકના વિકાસ પર જેટલા વહેલાં આક્રમણ થાય, તેમ તેની અસર એટલી વધુ તીવ્ર બને છે. ફળની ગુણવત્તા પર પણ અસર થાય છે.
સ્પાયરિયા એફિડ સામે કુદરતી રક્ષકોમાં ઘણી જાતિની માખીઓ, લેસવિંગ્સ, લેડીબર્ડસ અને હોવરફ્લાયનો સમાવેશ થાય છે. Aphidiidae પરિવારની ઘણી પરોપજીવી માખીઓ પણ A. spireaની સામે કાર્યક્ષમ સાબિત થયેલી છે, પરંતુ ભાગ્યે જ તે લાર્વા ચરણથી વધુ જીવી શકે છે, તેથી તે અવિશ્વસનીય પરિબળ છે. કેટલીક રોગજન્ય ફૂગ પણ એફિડને ચેપ લગાડે છે, પરંતુ ભૂતકાળમાં ક્યારેય તેમનો ઉપયોગ આ જીવાતથી થતાં નુકસાનને રોકવા માટે કરવામાં આવ્યો નથી.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાઓની સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. યુવાન છોડ આ રોગથી વધુ સવેદનશીલ હોવાથી નિવારક ઉપાયો પણ તેની ઉપર જ અજમાવવા જોઈએ. ઊંચા તાપમાન અને ઓછા ભેજવાળા વાતાવરણમાં સ્પ્રે કરાવનું ટાળો. Carbamates, કેટલાક organophosphates, acetamiprid, pirimicarb અને imidoclorid ને સ્પાયરિયા એફિડના નિયંત્રણ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
આ લક્ષણો બહુકોષીય એફિડ Aphis spiraecolaના કારણે જોવા મળે છે, જેને સ્પાયરિયા એફિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સફરજન, સાઈટ્ર્સ અને પપૈયા સિવાય, તે અન્ય ઘણા મહત્વપૂર્ણ ગૌણ પાકોને પણ ચેપ લગાડી શકે છે. તેના યજમાનોમાં genus Crataegus (hawthorn) અને સ્પાયરિયાની ઘણી જાતોનો સમાવેશ થાય છે, તેથી જ તેનું નામ સ્પાયરિયા એફિડ છે. તેમનું શરીર ૨ મીમી લાંબુ પીળા કે આછા લીલા રંગનું હોય છે. પેટની નીચેનાં ભાગમાં ૩ કાળા ઉપસેલા ભાગ જોવા મળે છે. પુખ્ય અને યુવા એફિડ આક્રમક રીતે પાંદડા અને ડાળીઓ પરથી પોષણ મેળવે છે અને છોડનો રસ ચૂસીને ભરપૂર માત્રામાં ગળ્યું ચીકણું પ્રવાહી છોડે છે. આ ગળ્યું ચીકણું પ્રવાહી સૂટી ફૂગ માટે ઉદ્ભવ સ્થાન બને છે. તેમના જીવનચક્ર પર તાપમાનની મોટી અસર જોવા મળે છે. ઉદા. તરીકે ૨૫ºC તાપમાને એફિડ ૭-૧૦ દિવસમાં પોતાનું જીવનચક્ર પૂરું કરી દે છે. જોકે, ઊંચું તાપમાન અને ભેજનું ઓછું પ્રમાણ આ જીવાતને અનુકુળ આવતું નથી. તે ઠંડા સમયગાળામાં પણ સારી રીતે ટકી રહે છે, જેમ કે હઓછી ઠંડી બાદ વસંત ઋતુની શરૂઆતમાં તેનો ઉપદ્રવ અચાનક વધી જાય છે. આખરે તે tristeza વાયરસ અને છોડના બીજા વાયરસનું એક પરિબળ છે, જે અલગ અલગ યજમાનમાં તેનું પરિવહન કરી શકે છે.