કેળા

કેળાંમાં બદમાશ ફૂદાં

Nacoleia octasema

જંતુ

ટૂંકમાં

  • ઉપરછલ્લો ખોરાક લે છે.
  • કાળા ડાઘ.
  • જેલી જેવો પદાર્થ.
  • પુખ્ત ફૂદાં પીળાશ કે આછા કથ્થાઈ રંગના હોય છે, પાંખો પર કાળા ચિહ્નો.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

કેળાંમાં બદમાશ ફુદાંના કારણે થતું નુકસાન મુખ્યત્વે તેના લાર્વાના તબક્કાને કારણે થાય છે અને તે મુખ્યત્વે ફળો સુધી મર્યાદિત હોય છે. લાર્વા નો હુમલો ફળ પૂરતો સીમિત હોય છે છતાં તે ફળ પાસેના પાંદડાંના આવરણથી સુરક્ષિત હોય છે. ઉદભવ થતાં જ , તેઓ ફાલ અને વિકાસશીલ ફળો ની સપાટી પર નભે છે, તેને ઉપરછલ્લુ નુકસાન પહોંચાડે છે અને ડાઘ પડે છે જે ખૂબ ઝડપથી કાળા રંગના બને છે. સમય જતાં, ફળ પાસેનું પાંદડું ઉંચુ થાય છે અને ખરી પડે છે, પછી તે તેની નીચેના નાના પણ હજુ રક્ષિત ફળો તરફ સ્થળાંતર કરે છે. જો તેઓ પાસે કોઈ વૈકલ્પિક ન હોય, તો લાર્વા ઘોણના પાયામાં રહે છે, નર ફાલને અથવા પરિપકવ ફળો ને ખાય છે. ઘણીવાર આ જગ્યાએ સ્પષ્ટ જેલી જેવો પદાર્થ, જે માત્ર કેળાંના બદમાશ ફુદાંના ખોરાક સાથે સંકળાયેલ હોય છે, દેખાય છે. ફળમાં દેખાવમાં ગરબડ તેને બજારમાં વેચવા માટે અયોગ્ય બનાવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ જંતુ સામે કોઈ પરોપજીવી અથવા શિકારી મળેલ નથી. કેટલીક પરોપજીવી ભમરી, કરોળિયા અને અન્ય સામાન્ય શિકારી થોડું કુદરતી નિયંત્રણ પૂરું પાડે છે. ટેટ્રામોરિયમ બાયકેરીનેટમ કીડી, કે જે સામાન્ય રીતે છોડ અને ઘોણ પર જોવા મળે છે, તે કેળાંના બદમાશ ફૂદાં સામે કેટલુંક નિયંત્રણ આપી શકે છે. સ્પીનોસેડ રચના ધરાવતા જૈવિક કીટનાશક, બ્યુવેરીયા બેસીના અથવા મેટરહીઝીયમ એનિસોપીલીએ અથવા બેક્ટેરિયમ બેસીલસ થુરીનજેનેસીસ પણ અસરકારક હોઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કલોરપાયરીફોસ, બાયફેંથ્રિન અને બેન્ડીઓકાર્બ પર આધારિત સક્રિય સિદ્ધાંતોની ફોર્મ્યુલાને કેળાના ઘોણમાં ઈન્જેક્શન માટે ભલામણ કરવામાં આવે. કેળાનો ઘોણ ઝાડ પર હજુ પણ સીધો ટટ્ટાર હોય ત્યારે જ સારવાર કરવી જોઇએ. ઘોણમાં ઉપરથી નીચે તરફ ત્રીજા સ્થાને યોગ્ય માત્રામાં મંદ જંતુનાશકનો 20 થી 40 મિલી ઇન્જેક્સન આપવું. આનાથી ઉપર કે નીચે માત્રા આપવાથી ફળને નુકસાન કરશે કે અસરકારક રહેશે નહિ.

તે શાના કારણે થયું?

કેળાંના બદમાશ ફૂદાં, નેકોલીયા ઓકટેશેમાં, ના કારણે નુકસાન થાય છે. પુખ્ત ફૂદાં પીળાશ પડતાં- આછા કથ્થઈ રંગના અને સાથે પાંખો પર કાળા ચિહ્નો હોય છે. આ અલ્પજીવી ફૂદાં (4-5 દિવસ) ને સાંજે સંધિકાળ દરમ્યાન સક્રિય થવાની ટેવ હોય છે અને વહેલી સાંજે સંવનન પામે છે. દિવસ દરમિયાન, તેઓ કચરા અને જૂના પાંદડાંના પાયામાં છુપાઈ રહે છે. માદા ઉગતા ઘોણ અથવા આસપાસના પાંદડાં અને ફૂલને આવરતાં પાંદડા પર ઇંડા મૂકે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા બાદ, લાર્વાનો સમૂહ ઘોણમાં તેમનો રસ્તો બનાવે છે અને ખોરાક લેવાની શરૂઆત કરે છે. ઇંડામાંથી બહાર આવવું અને ઇંડા મૂકવા સુધીનું જીવન ચક્ર 28 દિવસમાં પૂર્ણ થાય છે. કેળાંના બદમાશ ફૂદાંને ભેજવાળી અને ગરમ પરિસ્થિતિ અનુકૂળ આવે છે, અને ભીની ઋતુ દરમિયાન સૌથી વધુ નુક્શાન પહોંચાડે છે. ઠંડો અને સુકો શિયાળાના મહિનાઓમાં, કમોસમી વરસાદ સિવાય, આ સમયગાળામાં આ જંતુ મુક્ત હોય છે. સંશોધન દ્વારા જોવા મળ્યું છે કે ઓછા ભેજ અને શુષ્ક પરિસ્થિતિ હેઠળ પુખ્ત પ્રજનન કરતા અને ઇંડા મૂકતાં નથી. આ કેળાંમાં સૌથી વધુ આર્થિક નુકસાન કરતાં જંતુઓ છે અને જો અનિયંત્રિત છોડી દેવામાં આવે તો કેળાના ઘોણને 100% સુધી કરી શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો સ્થિતિસ્થાપક જાતો પસંદ કરો.
  • નુકસાન અને / અથવા લાર્વા ની હાજરી માટે તાજા જ ખીલેલા ઘોણની તપાસ કરો.
  • ઘોણના આધાર પાસેની ડાળીમાં જેલી જેવા પદાર્થની સ્પષ્ટ હાજરી માટે વિશેષ ધ્યાન આપો અને ત્યાં તપાસો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો