ખાટાં ફળો

સાઈટ્રસ થ્રીપ્સ

Scirtothrips citri

જંતુ

ટૂંકમાં

  • ફળની છાલ પર સૂકા, ભૂખરાં અથવા ચાંદી રંગ જેવા ડાઘ દેખાય છે.
  • જેમ ફળ પાકે છે, તેમ ઘા મોટો થતો જાય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

પુખ્ત અને યુવાન લાર્વા કુમળાં, અપરિપક્વ પાંદડા અને ફળોની છાલ પર કાણાં પાડી દે છે, જેથી તે પેશીઓ પર સૂકાં, ભૂખરાં અથવા ચાંદી જેવાં રંગનાં ડાઘ પડે છે. વૃદ્ધ લાર્વા ખરેખરમાં વધારે નુકસાન પહોંચાડે છે, કારણ કે તે ફળનાં મુખ્ય પાંદડા નીચે પોષણ મેળવે છે. જેમ ફળ વૃદ્ધિ પામે છે, તેમ આ ક્ષતિગ્રસ્ત ભાગ મુખ્ય પાંદડાની નીચેથી બહારની તરફ ફેલાય છે અને ડાઘવાળી પેશીઓ દર્શાવે છે. ફળ લગભગ ૩.૭ સેમીનાં થાય ત્યાં સુધી આ પાંદડા ખરી જાય તો ફળ ખુબ આસાનીથી ચેપગ્રસ્ત બને છે. કેનોપીની બહારની બાજુએ રહેલા ફળને થ્રીપ્સનો ભય વધુ રહે છે, તે ઉપરાંત તેમને ભારે પવન અને વધુ પડતા તડકાના કારણે પણ નુકસાન પહોંચી શકે છે. ફળનાં માવા અને રસને ભલે નુકસાન ન થાય, પરંતુ તે વેચવા યોગ્ય રહેતાં નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પરોપજીવી માખીઓ Euseius tularensis, કરોળિયા, લેસવિંગ્સ અને minute pirate bugs સાઈટ્રસ થ્રીપ્સ પર હુમલો કરે છે. E. tularensis આ જીવત સામે રક્ષણ આપે છે અને તે બાગમાં હાજર કુદરતી રક્ષકોના પ્રમાણની "સૂચક" જાતિ બને છે. બહુમુખી ઉપયોગ ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ કરી આ કુદરતી રક્ષકોને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખો. જૈવિક રીતે સંચાલિત બાગોમાં spinosadના સંયોજન અને જૈવિક રીતે પ્રમાણિત તેલ, કાઓલીન અથવા ગોળના રસ કે ખાંડ સાથે વપરાતાં Sabadilla આલ્કેલોઈડના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જોકે પર્ણસમૂહ પર હુમલો થાય, છતાં પણ સ્વસ્થ ઝાડ ઓછી સંખ્યામાં રહેલી થ્રીપ્સથી થતું નુકસાન સહન કરી શકે છે. વારંવાર જંતુનાશકોનો ઉપયોગ કરવો હિતાવહ નથી કારણ કે આમ કરવાથી છોડમાં પ્રતિકાર ઉત્પન્ન થાય છે અને પાછળના વર્ષોમાં આ કારણથી થ્રીપ્સને નિયંત્રણમાં કરવી ખુબ અઘરી બને છે.

તે શાના કારણે થયું?

Scirtothrips citri નામની સાઈટ્રસ થ્રીપ્સથી આ નુકસાન થાય છે. પુખ્ત થ્રીપ્સ નાની, નારંગી-પીળા રંગની અને રુંછાવાળી પાંખો ધરાવે છે. વસંતઋતુ અને ઉનાળા દરમિયાન માદા થ્રીપ્સ મોટેભાગે પાંદડાની નવી પેશીઓ, યુવાન ફળો અને લીલી કુમળી ડાળખીઓ પરઆશરે ૨૫૦ જેટલા ઈંડા મૂકે છે. યુવાન લાર્વા કદમાં ખુબ નાનાં હોય છે, જયારે જૂનાં લગભગ પુખ્ત થ્રીપ્સનાં જેટલું કદ ધરાવે છે અને તેઓ સ્પિન્ડલ આકારનાં તથા પાંખો વગરનાં હોય છે. જમીન પર કે ઝાડની તિરાડ પર લાર્વાનું છેલ્લું ચરણ પૂર્ણ થતું નથી કે તેઓ ત્યાં પોષણ મેળવતા નથી. જેમ થ્રીપ્સ પરિપક્વ બને છે, તેમ તેઓ ઝાડમાં પર્ણસમૂહની આસપાસ વધુ જોવા મળે છે. સાઈટ્રસ થ્રીપ્સ ૧૪° સેલ્શિયસથી નીચા તાપમાને વિકાસ પામતી નથી અને અનુકૂળ પરિસ્થિતિઓમાં થ્રીપ્સ વર્ષમાં ૮ થી ૧૨ પેઢીઓ ઉત્પન્ન કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો રોગ પ્રતિકારક જાતો વાવો.
  • જંતુની હાજરીનાં સંકેતો જાણવા બાગની નિયમિતપણે દેખરેખ રાખો.
  • મોટી જગ્યાઓમાં ચીકણી જાળીઓનો ઉપયોગ કરી, એકસાથે આ થ્રીપ્સને પકડી શકાય છે.
  • બહુમુખી જંતુનાશકોનો ઉપયોગ પ્રમાણસર જ કરો.
  • જેથી કુદરતી શિકારીઓને નુકસાન ના પહોંચે.
  • વૈકલ્પિક યજમાનની આસપાસ પાક વાવવાનું ટાળો અને ખેતરમાં અને ખેતરની આસપાસ નીંદણને નિયંત્રણમાં રાખો.
  • છોડને જરૂરી માત્રામાં પિયત આપો અને નાઈટ્રોજન પર આધારિત ખાતરોનો વધુ પડતો ઉપયોગ ના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો