અન્ય

વટાણાની શીંગમાં કાણા પાડનાર

Etiella zinckenella

જંતુ

ટૂંકમાં

  • ખોરાક તરીકે ઉપયોગ માં લેવાથી કળીઓ અને કુમળી શિંગોને અંદરથી નુકશાન પહોંચે છે, જેનાથી ક્યારેક તે ખરી પણ જાય છે.
  • બારીક પાવડર માં રૂપાંતરિત થવાથી સપાટી નરમ, કથ્થાઈ અને સડવાથી રેખાઓ નિર્માણ થાય છે.
  • ફ્રાસ્સ ના બિલ્ડ અપ સપાટી પર નરમ, કથ્થઈ, સડી પટ્ટીઓનો કારણ બને છે.
  • ફાટેલી શિંગોમાં અધકચરા કે સંપૂર્ણપણે ખવાઈ ગયેલા દાણા જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

લાર્વા વટાળા, તુવેર, સામાન્ય કઠોળ અને સોયાબીન સહિતના ખેડાયેલ શિંગો પર હુમલો કરે છે. સોયાબીન પ્રધાન યજમાન હોય છે. નાના લાર્વા નવી કુંપણો અને કુમળી શીંગોને અંદરથી ખાઈ નાખે છે, અને ક્યારેક તે ખરી પણ જાય છે. શિંગોને થયેલ ઇજા, તેની અંદર કે બહાર જવાના કાણાંથી ખબર પડે છે, જ્યાં લાર્વાએ દાણાના કવચને નુકશાન પહોચાડ્યું છે. સામાન્ય રીતે એક કે બે લાર્વા દરેક શીંગમાંજોઈ શકાય છે, અને બારીક પાવડર માં રૂપાંતરિત થવાથી સપાટી નરમ, કથ્થાઈ અને સડવાથી રેખાઓ નિર્માણ થાય છે. દાણાં અધકચરા કે સંપૂર્ણપણે ખવાઈ ગયેલા હોય છે, અને જો ફૂલો અને શીંગો ઉપલબ્ધ ન હોય તો, લાર્વા પર્ણસમૂહ પર નભે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કેટલાક કરોડ-અસ્થિ ધારી, કરોળિયા જેવા કીટક અને પક્ષીઓનો શિકારી તરીકે સમાવેશ થાય છે. બ્રેકોન પ્લેટીનોટે, પૅરિશીરોલાસેલ્યૂલારીસ અને ઝેટ્રોપિસ ટોર્ટરીસાઇડીસ જેવા ભમરાની પ્રજાતિઓ અથવા પરોપજીવી સોનેરી પટ્ટાવાળા લાર્વા પર હુમલો કરે છે અને તેની વસ્તી પર સારી અસર કરે છે. ફૂગ અને જીવાણુ થી થતા રોગ પણ આ જીવાતને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્યરીતે આ ફૂદાં શિંગો માટે મુખ્ય જંતુ ગણવામાં આવતા નથી અને ઘણી વખત કોઈપણ પ્રતિક્રિયા કરવાની હોતી નથી. તેમ છતાં, કેટલાંક જંતુનાશકોનો પાંદડાં પર છંટકાવ માટે ઉપયોગ કરી શકો છો. આ જંતુનો ફેલાવો અટકાવવા માટે ખેતર ખેડયા પછી 45 દિવસ બાદ માલાથિયોન 5 ડી (25 કિ.ગ્રા / હેક્ટર) વાપરી શકાય.

તે શાના કારણે થયું?

એથિયેલા ઝીંકેનેલા ફૂડના લાર્વાના કારણે નુકસાન થાય છે, જે વિશ્વભરમાં ફેલાયેલ છે. પુખ્ત ફૂદું નિશાચર હોય છે અને મણકા જેવા માથા સાથે ભૂખરા રંગનું શરીર હોય છે તથા બે લાંબા એન્ટેના હોય છે. પાંખો કથ્થાઈ-રાખોડી રંગ સાથે ચળકાટ ધરાવે છે, અને કિનારી સુધી સફેદ રેખાઓ ખેંચયેલ હોય છે. સોનેરી-કેસરી રંગનો પટ્ટો પાંખને બંને બાજુથી પસાર થાય છે, જેથી તેને “સોનેરી પટ્ટાવાળી એથિયેલા ફૂદાં” તરીકે ઓળખાય છે. પાછળની પાંખ આછી રાખોડી રંગની હોય અને કિનારી તથા તેમની નસો ઘેરા રંગની હોય છે. માદા તેના ઈંડા કુંપણો કે લીલા ફળો પર મૂકે છે અને લાર્વા તેની અંદર જીવે છે, તેના બીજને ખાય છે અને સરળતાથી એક બીજમાંથી બીજામાં માં જાય છે. તેઓ આછા લીલા કે લીલા રંગના હોય છે, કથ્થાઈ રંગ જેવો આભાસ છે. કેસરી માથા પર V આકાર નો કાળા રંગનો મુગટ હોય છે અને ચાર કાળા ટપકાં ધરાવે છે. લાર્વા ઠંડી દરમ્યાન જમીનમાં માટીની અંદર 2-5 સે.મી. ની ઊંડાઇએ અંડઘરમાં રહે છે અને વસંત ઋતુ દરમ્યાન પુખ્ત થઇ બહાર આવે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, સક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • જંતુઓ હોવાના ચિહ્નો જાણવા માટે (ઇંડાના સમૂહ, ઇયળો, નુકસાન) ખેતરનું નિયમિત નિરીક્ષણ કરો.ચેપગ્રસ્ત ફૂલ, શીંગો અને છોડના ભાગને હાથથી દૂર કરો.
  • નાઇટ્રોજનયુક્ત ખાતરનું શ્રેષ્ઠત્તમ સ્તર જાળવી રાખો.
  • ખેતરમાં નહેરની યોગ્ય વ્યવસ્થા કરો, કારણકે વધુ પાણીથી ઉપદ્રવની શક્યતા વધી જાય છે.
  • ફૂદાનું નિરીક્ષણ કરવા કે સામૂહિકરીતે પકડવા માટે છટકાની વ્યવસ્થા કરો.
  • પક્ષીઓ લાર્વા પર નભે છે, તેથી તેમની માટે માળા બનાવો અને ખુલ્લી જગ્યા રાખો.
  • ખેતરમાં અને આસપાસની જગ્યામાં સારીરીતે નિંદામણ કરો.
  • જંતુઓને નિયંત્રિત કરવા જંતુનાશકોની વ્યાપક શ્રેણીનો ઉપયોગ ટાળો, કારણ કે તે લાભદાયક જંતુઓને પણ મારી શકે છે.
  • લણણી પછી પાકના અવશેષો અથવા જાતે ઉગી નીકળેલ વનસ્પતિઓને દૂર કરો.
  • બિન-સંવેદનશીલ પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો