દાડમ

દાડમના થડમાં કાણાં પાડનાર

Cerosterna scabrator

જંતુ

ટૂંકમાં

  • કીડા છોડનું સત્વ ચૂસવા માટે મુખ્ય થડની છાલ પર કાણાં પાડે છે.
  • પુખ્ત ફૂદાં કુમળા અંકુરની લીલી છાલને ચાવે છે.
  • સામાન્ય રીતે છોડના પાયાની નજીક સૂકા પાવડર જેવું દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

દાડમ

લક્ષણો

વૃક્ષનું સત્વ ચૂસવા માટે, કીડા મુખ્ય થડની છાલમાં કાણાં પાડે છે. પુખ્ત ફૂદાં દિવસ દરમિયાન સક્રિય હોય છે અને તે કુમળા અંકુરની લીલી છાલને ચાવે છે. સામાન્ય રીતે મુખ્ય થડની છાલ પર કાણાં, ઉત્સર્જિત દ્રવ્ય અને સૂકો પાવડર છોડના પાયાના ભાગમાં જોવા મળે છે. કોલોસ્ટરના સ્પિનટર ફક્ત દાડમના વૃક્ષો પૂરતા જંતુ નથી. તે ઘણાબધા વૃક્ષને અસર કરે છે પરંતુ તેનાથી થતું નુકશાન ઓછું હોય છે. તે નાશ પામેલ લાકડામાં પ્રજનન કરે છે પણ જીવંત શાખાઓ પર પણ હુમલો કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ડેમ્સેલ બગ્સ, એલ્મ લીફ ફૂદાં, કેટલાક કરોળિયા, મોટા આંખોવાળા કીડાં (જીયોકોરીસ એસપીપી.), શિકારી તાચિનીડ માખી,અથવા બ્રાકોનિડ ભમરી આ બધા થડમાં કાણું પાડનાર જંતુના કુદરતી દુશ્મનો છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કાણામાં યોગ્ય જંતુનાશક દાખલ કરી તેને માટીથી ભરી દઈ, તેનો ઉપચાર કરો. ક્લોરપાયરીફોસ (0.05%) નો પાંદડા પર છંટકાવ કરવાથી પણ થડમાં કાણું પડતાં જંતુની વસતીને ઘટાડવા માટે મદદ મળે છે.

તે શાના કારણે થયું?

ઉપર વર્ણવેલ લક્ષણો કોલોસ્ટરના સ્પિનેટરના લાર્વા અને જીનસ ઝીઉઝેરા ની કેટલીક જાતિઓના કારણે નિર્માણ થાય છે. વિકાસ બાદ પુખ્ત ફૂદાં થડની છાલ પર ગોળાકાર કાણું બનાવી બહાર આવે છે. તેઓ પીળાશ પડતાં કથ્થઈ રંગના અને લગભગ 30 થી 35 મીમી લંબાઈ ધરાવે છે. તેને વિવિધ કદના અનેક કાળા રંગના ટપકાં વાળી રાખોડી પાંખો અને ભૂરા રંગના પગ હોય છે. કુમળી ડાળીની છાલના કાણામાં માદા કીડા 20 થી 40 ઇંડા મૂકે છે. લગભગ બે અઠવાડિયા પછી, ઈંડા માંથી બહાર આવ્યા બાદ, જંતુઓ તેમની આસપાસની નરમ પેશીઓને ખાવાનું શરૂ કરે છે અને પછી થડ અને મૂળમાં કાણાં પાડે છે. લાર્વાની અવધિ નવ થી દસ મહિનાની હોય છે.


નિવારક પગલાં

  • સમયસર વાવેતર કરવાથી થડમાં કાણું પાડનાર કીડાની વસ્તી વધશે નહિ.
  • વૃક્ષો વચ્ચેની પૂરતું અંતર રાખો અથવા થોડી ઘણી કાપણી કરો.
  • સમયાંતરે સુકાયેલી ડાળીઓનું નિરીક્ષણ કરી પ્રારંભિક તબક્કે જ ઉપદ્રવને શોધી કાઢો.
  • ચેપગ્રસ્ત ડાળીઓને એકત્રિત કરી અને તેનો નાશ કરો.
  • ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી નિષ્ક્રિય કીડા શિકારી જંતુઓ અને સૂર્યપ્રકાશમાં ખુલ્લા પડે છે.
  • પ્લાસ્ટિક મલચના ઉપયોગથી જંતુ અને નીંદણમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.
  • ચેપગ્રસ્ત વૃક્ષને મૂળમાંથી ઉખાડી અને સળગાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો