ચોખા

ડાંગરમાં ઇયળોનું ટોળુ

Spodoptera mauritia

જંતુ

ટૂંકમાં

  • પાંદડામાં કાંણા પાડી દેવા.
  • હાડપિંજર જેવા આરપાર જોઇ શકાય તેવા પાંદડા.
  • છોડની ડાળીઓ સડી જવી.
  • ગંભીર કિસ્સાઓમાં રાતોરાત પાક ખલાસ થઇ જવો.
  • લીસા, નળાકાર, પીળા શરીરવાળા અને લાંબી પાતળી પીઠવાળા બે લાઇનમાં સી આકારના કાળા ટપકાવાળા કિટકો.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

ઇયળો કોરાક માટે છોડ પર નભે છે અને પાંદડામાં કાણા પાડી દેવા, પાંદડા હાડપિંજર જેવા આરપાર જોઇ શકાય તેવા થઇ જવા, છોડની ડાળીઓ સડી જવા જેવા રૂપે ઇજા પહોંચાડે છે. ગંભીર કિસ્સાઓમાં, કિટકોનું સમગ્ર ઝુંડ ઘેંટાઓની જેમ મોટી સંખ્યામાં વાવેલા પાક પર આક્રમણ કરી શકે છે અને રાતોરાત પાકને બરબાદ કરી શકે છે. ઈયળોનું ટોળું ડાંગરના પાકને પાંદડાની ડાળીઓને, પાંદડાની કિનારીઓને અને છોડને એના પાયાથી પણ નુકસાન પહોંચાડે છે. નર્સરીમાં રોપાઓ, સીધા બીજવાળા પાક અને ચોખાના પ્રારંભિક તબક્કામાં નુકસાન વધુ ગંભીર છે. પાકને બરબાદ કર્યા પછી, કીટકોનું ટોળું બીજા ખેતરમાં એક વ્યવસ્થિત લશ્કરની જેમ સ્થળાંતર કરે છે. છેલ્લા દાયકામાં, તે ગંભીર પ્રકારના છોડવાના ચેપના નુકશાન કર્તા તરીકે ઉપસી આવ્યુ છે કે જે 10 થી 20% સુધી નુકસાન પહોંચાડી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નાના વિસ્તારોમાં, ખેતરમાં બતકો છોડી શકાય છે જે કિટકોને ખાઇ જશે. પુખ્ત કિટકોનો નાશ પણ બોલાસ કરોળિયા દ્વારા થઇ શકશે જેમની પાસે માદા કિટકો જેવી જ ગંધ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. જે નર કિટકોને આકર્ષે છે અને પરિણામે તેમનો માદા કિટક સાથે સમાગમ થાય છે. નેમાટોડ સ્ટેઇનર્નેમા કાર્પોકેપ્સીનો ઉપયોગ અને ન્યુક્લિયોપોલીહેડ્રો વાયરસ ધરાવતાં દ્રાવણોનો છંટકાવ પણ ડાંગરના ઇયળોના ઝૂંડ સામે અસરકારક છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. ઈયળના સ્થળાંતરને ટાળવા માટે ચેપના પ્રારંભિક તબક્કામાં ખેતરની કિનારીઓ પર જંતુનાશક દવાવાળી રેતી પાથરો. ક્લોપાયરીફોસ પર આધારિત જંતુનાશકોનો ઉપયોગ પણ ઇયળોને અસરકારક રીતે નિયંત્રિત કરે છે.

તે શાના કારણે થયું?

સ્પોડોપ્ટેરા મોરિશિયા નામના ડાંગરની ઇયળોના ઝૂંડ ને કારણે નુકસાન થાય છે. આ પોલિફેગસ પ્રજાતિ પ્રસંગોપાત ચોખાના પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ કિટકો રાખોડી રંગના ભૂખરા અને 40 મી.મી. જેટલી લાંબી પાંખો ધરાવે છે. માદાઓ આદતમાં નિશાચર હોય છે અને તેમના ઉદભવના માત્ર 24 કલાકમાં જ સમાગમ કરે છે. સમાગમના એક દિવસ પછી, તેઓ વિવિધ પ્રકારના ઘાસ, નીંદણ અને ચોખાના પાંદડાઓ પર આશરે 200-300ના જૂથમાં ઇંડા મૂકવાનુ શરુ કરે છે. નાના બચ્ચા છોડની કૂંપળો ખાય છે અને છ તબક્કામાંથી પસાર થાય છે અને છેલ્લે 3.8 સેમીની લંબાઇના થાય છે. સંપૂર્ણપણે વિકસીત કિટકોને લીસા, નળાકાર અને મોટેભાગે ફીક્કુ શરીર અને લાંબી લાંબો પાતળા આકારની હોય છે. તેમની પીઠ ઉપર બે હારમાં સી-આકારના કાળા ટપકા જોવા મળે છે. તેઓ રાત્રે ખાય છે અને દિવસે રેતીમાં સંતાઇ જાય છે. બાળપણ રેતીમાં ખાડામાં રક્ષણાત્મક કવચમાં ગાળે છે.


નિવારક પગલાં

  • કિટકોની વૃદ્ધિ તપાસવા ખેતરનુ નિયમિત નિરીક્ષણ કરો.
  • ઈયળોની સંખ્યા ઘટાડવા માટે હાથની જાળી અથવા સફાઈની ટોપલીથી એકત્રિત કરો.
  • ઉનાળામાં કિટકોના બચ્ચાને મારી નાંખવા ખેતરોમાં ઉંડી ખેડ કરો.
  • ખેતર અને આસપાસના વિસ્તારમાંથી વધારાના નર્સરી છોડ અને નીંદણ દૂર કરો.
  • કીટકોના જીવનચક્રને તોડવા માટે ખેતરોને પાણીથી ભરવા અને ખેતરોને સૂકવવાની ખાતરી કરો.
  • નાઇટ્રોજનનો વધુ પડતો ઉપયોગ ટાળો.
  • બિન-યજમાન છોડ સાથે પાકનું પરિભ્રમણ રોગને દૂર કરવામાં મદદ કરે છે.
  • મોથ ટ્રેપ્સ (ઇયળને પકડવા માટે) નો ઉપયોગ પુખ્ત વયના કીટકોને એકત્રિત કરવા માટે પણ થઈ શકે છે.
  • ગંભીર હુમલાના કિસ્સામાં, ખાડા દ્વારા ખેતરને અલગ કરી પાકનો નાશ કરો.
  • ત્યાર બાદ ઇયળ અને બચ્ચાને કીટકભક્ષી પક્ષીઓ ઉપાડી શકશે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો