Zeugodacus cucurbitae
જંતુ
Z. cucurbitaeની માદાઓ જ્યારે ઇંડા મૂકે છે ત્યારે ફળની છાલ પર કાણાં પાડે છે. ફળમાં લાર્વા ટનલ બનાવે છે. ફળના માવાની અંદર નોંધપાત્ર નુકસાન થઈ શકે છે (ફ્રાસ (પાવડર જેવી ફૂગ) ,દૂષિત, સડેલું). ફળની છાલ પર જ્યાં ઈંડા મૂકવામાં આવ્યા હોય ત્યાં નાનાં રંગીન ડાઘ વિકસી શકે છે. ઈંડા મૂકવાથી ફળની છાલ પર થયેલ જખમ ફળને સંવેદનશીલ બનાવે છે, જેથી તકવાદી ફૂગ અને બેક્ટેરિયા દ્વારા ફળને ગૌણ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. અસરગ્રસ્ત ફળ સડી જાય છે, અને ઘણીવાર અકાળે છોડ પરથી ખરી જાય છે. આ માખીઓ યુવાન રોપાઓ, તડબૂચનાં મૂળ અને કાકડી, સ્ક્વોશ અને અન્ય યજમાન પાકની દાંડી અને કળીઓ પર પણ હુમલો કરે છે.
લણણી પછી ફળને ગરમ સારવાર (ગરમ વરાળ અથવા ગરમ પાણી) અથવા ઠંડી સારવાર આપવાથી પરિવહન દરમિયાન અને પછી ફળને ચેપ લાગવાનું જોખમ ટળે છે. વિકાસશીલ ફળોને સુરક્ષા આવરણથી લપેટી દો અથવા ફેરોમેંન કે પ્રોટીન દ્દવારા ઉપચાર કરેલ જાળી(દા.ત. મેથાઇલ યુજેનોલ(methyl eugenol) જે નર માખીને આકર્ષિત કરે છે) નો ઉપયોગ કરો. તુલસીના પાંદડાનો અર્ક, જેમાં યુજેનોલ, બીટા-કેરીઓફિલિન અને બીટા-એલેમિન હોય છે, તેને કોટન પેડ (રૂના કટકા) પર મૂકવામાં આવે ત્યારે તે ૦.૮ કિ.મી.ના અંતર સુધીમાં રહેલ માખીઓને આકર્ષિત કરી શકે છે. આ ઘટકોને spinosad સાથે મેળવીને તેનો ઝેર તરીકે છંટકાવ કરવાથી બાગમાં માખીઓનું નિશ્ચિતરૂપે મૃત્યુ થાય છે. લીંબોળીના અર્કનો ઉપયોગ કરી માખીઓની ઈંડા મૂકવાની પ્રક્રિયામાં અવરોધ બની શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. મેલેથોન (malathion) ધરાવતા જંતુનાશકો, આ ફળ માખીઓ સામે સામાન્ય રીતે અસરકારક સાબિત થયાં છે. સ્પ્રેને પ્રોટીન પ્રલોભન (baits) સાથે મિશ્રિત કરવો જોઈએ, જેથી તે માખીઓને ચોક્કસ સ્થાને આકર્ષિત કરે છે.
યુવાન ફળોની છાલ નીચે જૂથોમાં ઈંડા મૂકવામાં આવે છે. માખી જયારે સંપૂર્ણ રીતે પરિપક્વ હોય ત્યારે ૧૦-૧૨ મીમી લાંબી હોય છે, અને ફળોમાં કાણાં પાડીને ફળનાં માવાને નુકસાન પહોંચાડે છે. તેની પુખ્ત બનવાની ઘટના૧૦ દિવસ સુધી ચાલે છે, જે સામાન્ય રીતે જમીનમાં થાય છે, પરંતુ ક્યારેક આ ઘટના ફળોમાં પણ થાય છે. આ માખીના કીટ અંડાકાર, ભૂખરા રંગનાં અને ૬-૮મીમી લાંબા બને છે. ખૂબ શુષ્ક વિસ્તારોમાં તે ડાયપોઝ તબક્કામાં પ્રવેશ કરી શકે છે, મતલબ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓ પોતાનો શારીરિક વિકાસ રોકી દે છે. પુખ્ત માખીઓ ૮-૧૦ મીમી લાંબી હોય છે, જેને ઘેરા બદામી રંગનું માથું હોય છે અને પીઠના ભાગ પર ત્રણ તેજસ્વી પીળા પટ્ટાઓ હોય છે. તેઓ પરાગરસ, ક્ષતિગ્રસ્ત ફળોના રસ અને છોડના સત્વ પર પોષણ મેળવે છે. તેની પારદર્શક પાંખોની કિનારીઓ પર ઘાટા છીકણી રંગની પટ્ટી હોય છે, અને તે૧૨-૧૫ મીમી સુધી ફેલાયેલી હોય છે. તેમનું જીવનચક્ર ૩-૪ અઠવાડિયા જેટલો સમય લે છે અને આખા વર્ષમાં ઘણી વખત પુનરાવર્તિત થાય છે.