Citripestis eutraphera
જંતુ
વટાણા- અથવા લીંબુ જેટલા કદના લટકતાં ફળોના છેડાના ભાગ પર, ફરતે ગોળાકાર વિકૃત રંગવાળા પટ્ટા સાથે કાળા રંગના પ્રવેશ માટેના છિદ્રો દેખાય છે. જયારે ફળ મોટું હોય ત્યારે ચવાઈ ગયેલ ગર અને રસ પ્રવેશ છિદ્ર માંથી બહાર નીકળતું દેખાય છે. કીડાના વ્યાપક રીતે બોગદું બનાવવાના કારણે ઘણીવાર ફળો વિભાજિત થઇ શકે છે. ત્યાર બાદ લાર્વા અન્ય ફળો પર સ્થાનાંતર કરી શકે છે. ઇંડામાંથી નવા જ નીકળેલ લાર્વા ઘેરા કથ્થાઈ કે કાળા રંગના માથા વાળા અને આછા ગુલાબી રંગના હોય છે. બાદમાં, તે લાલાશ પડતાં કથ્થાઈ રંગના બને છે. શરૂઆતમાં, તેઓ ફળની છાલને ખોતરે છે જેનાથી ખોતરેલ પટ્ટીઓ નિર્માણ થાય છે, પછી તે કાણું પાડી ફળમાં દાખલ થાય છે, જેનાથી યુવાન ફળો અકાળે ખરી પડે છે. ભારે ઉપદ્રવ પામેલ ઝાડમાં તે સેંકડોની સંખ્યામાં મળી આવે છે. અસરગ્રસ્ત ફળો અકાળે ખરી પડે છે.
જયારે આંબા પર મોર આવવાની શરૂઆત થાય ત્યારે અઠવાડિયે એક વાર લીમડાના અર્ક (એઝાડિરેક્ટિન) લાગુ કરવો અને તે 2 મહિના સુધી ચાલુ રાખવું. કેરીમાં કાણાં પાડનાર કીડાના કુદરતી દુશ્મનોની વસ્તી જાળવી રાખો દા.ત. રીચીયમ એટ્રિસીમમ ભમરી (લાર્વાને ખાય છે ) અને ટ્રાયકોગ્રામા ચીલોનીસ અને ટ્રાઈકોગ્રામા ચીલોતરીએ જે ઇંડા પર નભે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. થીઈક્લોપ્રીડ ધરાવતા છંટકાવ ફળમાં કાણાં પાડનાર કીડાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે. ઉપરાંત, લખોટી જેટલા આકારના ફળ પર જંતુનાશક છાંટવાથી સંતોષકારક પરિણામો મળે છે. ક્લોરીપાયરીફોસ (2.5 મિલિગ્રામ / લી પાણી) ધરાવતા છંટકાવ પણ કેરીમાં કાણાં પડતાં કીડાને અસરકારક રીતે ઘટાડી શકે છે.
પુખ્ત ફૂદાંને ઘેરો કથ્થાઈ રંગની આગળની અને આછા સફેદ-રાખોડી રંગની પાછળની પાંખો હોય છે. પુખ્ત ફૂદાં મધ્યમ કદના 20 મીમી મહત્તમ લંબાઈ વાળી પાંખ ધરાવે છે. પુખ્ત ફૂદાં લગભગ એક સપ્તાહ સુધી જીવે છે અને ફળ અને પુષ્પદંડ પર ખરબચડા વિસ્તારો પર 125-450 ઇંડા મૂકે છે. લાર્વા ફળમાં પ્રવેશ કરી ગર અને બીજ પર નભે છે. સંપૂર્ણ રીતે વિકસિત ઈયળની લંબાઈ 20 મીમી જેટલી હોય છે. તે ખરેલા ફળને અડીને રહેલી માટીમાં ઢીલી રીતે વણાયેલા મુલાયમ કોશેટામાં વિકાસ પામે છે. વિકાસ માટે લગભગ 30 દિવસ લાગે છે. ચેપી ફળોના પરિવહન દ્વારા જંતુઓનો ફેલાવો થાય છે. વધારામાં, વયસ્ક ફૂદાં જુદીજુદી વાડીમાં ઉડી શકે છે.