હળદર

કેળાંના દોરી જેવી પંખોવાળા કીડા

Stephanitis typica

જંતુ

ટૂંકમાં

  • પાંદડાંની ઉપરની બાજુએ નાના, સફેદ પીળાશ પડતા ટપકાં.
  • પાંદડાંની નીચલી સપાટી પર ઘેરા અર્ક.
  • પાંદડા પીળા પડવા અને કરમાવું.
  • પુખ્ત કીડા પીળાશ પડતા કે સફેદ, સાથે અર્ધપારદર્શક, કિનારી વાળી દોરી જેવી પાંખો.

માં પણ મળી શકે છે

2 પાક
કેળા
હળદર

હળદર

લક્ષણો

ઉપદ્રવ પામેલ પાંદડા દૂરથી પણ દેખાય છે. વયસ્કો અને બાળ કીડા પાંદડાંની નીચલી બાજુએ હોય છે, જ્યાં તેઓ વસાહતો બનાવે છે અને પાંદડા પર નભે છે. સામાન્યરીતે, જંતુઓ મધ્મ નસની આસપાસ પાંદડાંના સત્વ પર નભે છે. પાંદડાંની ઉપરની બાજુ પર ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી થતું નુકસાન નાના સફેદ, પીળાશ પડતાં ટપકાંના સ્વરૂપે દેખાય છે. જંતુએ છોડેલ ઘેરો સ્ત્રાવ પાંદડાની નીચલી સપાટી પર રહે છે. સમય જતાં, વસાહતોનો વિસ્તારો બદામી પીળાશ પડતો બને છે અને સુકાઈ જાય છે. વૃક્ષો નો વિકાસ અટકે છે અને અસ્વસ્થ દેખાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સંકલિત અભિગમ તરીકે વાપરવામાં આવે તો, સ્ટેથોકોન્સ જેવા શિકારી કીડાંની પ્રજાતિ ઉપદ્રવને ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે લીમડાના તેલ અને લસણ (2%)ના સ્નિગ્ધ મિશ્રણનો પાંદડાં પર છંટકાવ કરી શકો છો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગ સામે લડત માટે જંતુનાશકો નો ઉપયોગ એ સૌથી સામાન્ય રીત છે. ડાયમેથોઈટ ધરાવતા ઉત્પાદનોનો પાંદડાં પર છંટકાવ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ એવી રીતે કરવું કે જેથી પાંદડાની નીચલી સપાટી ઉત્પાદનથી આવરી લેવાય.

તે શાના કારણે થયું?

પુખ્ત કીડા સફેદ અથવા પીળા રંગના, કદમાં 4 મીમી અને સાથે અપારદર્શક, દોરી જેવી પાંખો ધરાવે છે. પાંદડાંની નીચેની બાજુ પર માદા ફૂદાં લગભગ 30 ઇંડા મૂકે છે. લગભગ 12 દિવસ પછી પીળા બાલ કીડા બહાર આવે છે. આ વિકાસના તબક્કામાં 13 દિવસ લાગે છે. કેળાંના દોરી જેવી પંખોવાળા કીડાના કારણે હાલમાં, ઉપજને નુકસાન સંબંધિત કોઈ જ વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. અત્યાર સુધી, જંતુના કારણે કેળાંના છોડને ગંભીર નુકસાન વિશે પણ કોઈ અહેવાલ મળેલ નથી.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, સહિષ્ણુ અથવા પ્રતિકારક જાતોનું વાવેતર કરો.
  • જંતુની નિશાની માટે તમારા છોડ અથવા ખેતરની નિયમિત તપાસ કરો.
  • ખેતરમાં ઉપદ્રવની પ્રગતિ કાબુમાં લેવા, પાંદડાના બાહ્ય વલયમાં દેખાયેલ પ્રથમ લક્ષણોને હાથથી વીણી લઇ તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો