Phyllocnistis citrella
જંતુ
વૃદ્ધિનાં કોઈ પણ તબક્કામાં ચેપ લાગી શકે છે અને મોટાભાગે યુવાન પાંદડાઓ પર તેની અસર દેખાય છે. શરૂઆતી લક્ષણોમાં પાંદડાઓની વિરૂપતા જેમ કે પાંદડાઓનું વળી કે મુરઝાઈ જવું વગેરે જોવા મળે છે પણ પાંદડા લીલા રહે છે. ધ્યાનથી જોતાં પાંદડાની ઉપરની બે સપાટી વચ્ચે સર્પાકાર સફેદ કે છીકણી રેખાઓ જોવા મળે છે. તે ટનલ જેવી રેખાઓ ઘાટા રંગની હોય છે (આ લાર્વલ ફ્રાસના કારણે થાય છે), જેને પાંદડાની નીચેની બાજુએથી વધુ સારી રીતે જોઈ શકાય છે. ઘણીવાર આ ટનલનાં અંતે લાર્વા રહેલા હોય છે, અને પાંદડા દીઠ તે ઘણી સંખ્યામાં જોવા મળે છે. છોડ કે પાંદડા પરનાં ઝખમ તકવાદી ફૂગ અને બેક્ટેરિયા દ્વારા ચેપ લાગવાનો સ્ત્રોત બને છે. વધુ પડતા ઉપદ્રવના કારણે પ્રકાશસંશ્લેષણની ક્રિયાના દરમાં ઘટાડો થાય છે, જે ઝાડનાં રૂંધાયેલ વિકાસ તરફ દોરી જાય છે આ ઉપરાંત ફળનું કદ ઘટે છે અને ગુણવત્તા પણ ઓછી થાય છે. ગંભીર કિસ્સાઓમાં, સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાં આખા ઝાડના પાંદડા ખરી જવાનું કારણ બને છે અને ઘણીવાર યુવાન ઝાડનું મૃત્યુ પણ થઇ શકે છે.
કુદરતી રક્ષકોમાં Neuroptora genusના લેસવિંગ્સનો સમાવેશ થાય છે. Tetrastichus જેવી અન્ય ઘણી જાતિની પરોપજીવી માખીઓ છે, જે સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાં પર આક્રમણ કરે છે. સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર જીવાતના ઉપદ્રવને નિયંત્રિત કરવા સ્પિનોસદ, ફીશ ઓઈલ રેસીન સાબુ અને પોનગેમીયા તેલ ધરાવતા જૈવિક જંતુનાશકોનો પર્ણસમૂહ પર સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકાય છે. માદાઓને ઝાડના પાંદડાઓ પર ઈંડા આપતી રોકવા માટે લીમડા (લીંબોડી)ના તેલનો ઉપયોગ કરી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાંની સામે માત્ર જંતુનાશકો પૂરતા નથી, કારણ કે પાંદડા દ્વારા તેમની રક્ષા કરવામાં આવે છે. જો જંતુનાશકોનો ઉપયોગ જરૂરી હોય તો, જયારે પુખ્ત જીવાતો સક્રિય હોય ત્યારે વિધિવત અને સંસર્ગ ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. abamectin, tebufenozide, acetamiprid, diflubenzuron કે spinetoram પર આધારિત ઘણા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે. સિન્થેટિક pyrethroid પરિવારના જંતુનાશકોને પણ આ જીવાતની સામે ઉપયોગમાં લઈ શકાય છે.
સાઈટ્ર્સમાં પર્ણ ખોદનાર ફૂદાંના લાર્વા, Phyllocnistis citrellaની ઝાડ પરથી પોષણ મેળવવાની પ્રક્રિયાના કારણે આ લક્ષણો જોવા મળે છે. પુખ્ત જીવ નાનાં, છીકણી કે ભૂખરા રંગનાં અને રુંછાવાળી પાંખોવાળા હોય છે, જેની આગળ તરફની પાંખોના ઉપરના ભાગમાં ઘાટા ટપકાં જોવા મળે છે. તેઓ મુખ્યત્વે વહેલી સવાર અને સાંજે ઠંડા વાતાવરણમાં સક્રિય હોય છે. વસંતઋતુમાં, માદા પાંદડાની નીચેની બાજુએ ઈંડા મૂકે છે. આ લાર્વા પારદર્શક લીલા કે પીળા રંગનાં હોય છે અને ઘણીવાર ફળને પણ ચેપ લગાડી શકે છે. તેઓ પાંદડાની ઉપરની બે સપાટીમાં ટનલ ખોદીને સોનેરી રંગની સર્પાકાર રેખાઓ બનાવે છે. લાર્વલ ચરણનાં અંતમાં, આ જીવ ટનલમાં વિકાસ પામે છે, અને પાંદડાને પોતાની આસપાસ વાળીને અને પુપામાં ફેરવાય છે. સાઈટ્ર્સમાં આ મોટી જીવાત ગણાય છે અને મોટેભાગે સાઈટ્ર્સનો પાક લેવાતા દરેક ખેતરમાં જોવા મળે છે. આ ઉપરાંત, બીજા રોગ જેમ કે બેક્ટેરિયલ સડો વગેરે લાગવાની શક્યતા વધે છે.