તમાકુ

બટાકાના કંદમાં ફુદા

Phthorimaea operculella

જંતુ

ટૂંકમાં

  • કુમળા પાંદડામાં લાર્વા કાણું પાડે છે અને કંદમાં બોગદું રચે છે.
  • જ્યારે લાર્વા બોગદું છોડી દે છે ત્યારે ત્યાં ફૂગ, બેક્ટેરિયા અને મસીઓ શરૂ થાય છે.
  • કંદ સડવા લાગે છે અને દુર્ગંધ આવે છે.

માં પણ મળી શકે છે

3 પાક

તમાકુ

લક્ષણો

આ જંતુ છાયડામાં ઉગતા વિવિધ પ્રકારના પાક ઉપર નભે છે, પરંતુ બટાકા ને પ્રાધાન્ય આપે છે. લાર્વા બટાકાના પાંદડા, થડ, પર્ણદંડ, અને કંદ (ખેતરમાં અથવા સંગ્રહિત) પર હુમલો કરે છે. તે પાંદડાની બહારની સપાટી ને નુકસાન કર્યા વગર આંતરિક પેશીઓને ખાય છે, અને પારદર્શક ફોલ્લા રચે છે. થડ નબળું પડે છે અથવા તૂટી જાય છે જેનાથી છોડ નાશ પામે છે. લાર્વા આંખ મારફતે કંદમાં દાખલ થાય છે અને સપાટી ઉપર પાતળા બોગદા રચે છે અથવા બટાકાના માવામાં અનિયમિત રીતે ગેલેરીઓની રચના કરે છે. પ્રવેશ બિંદુએ લાર્વા દ્વારા નિર્માણ થયેલ પાવડર જેવું દ્રશ્ય દેખાય છે જે ફૂગ અને બેક્ટેરિયા જન્ય રોગ માટે ખુલ્લુ પડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નારંગીની છાલનો અર્ક અને બીજા ઘણાંબધાં છોડમાં, પીઠુરેન્થોસ ટોરટોસસ અથવા ઇફીઓના સ્કેબ્રા ફૂદાંની ફળદ્રુપતા ઘટાડે છે. બ્રેકોન ગેલેચી, કોપીડોસોમાં કોહલેરી અથવા ટ્રાયકોગ્રામા પ્રજાતિની પરોપજીવી ભમરી જંતુની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે. કીડી અને લેડીબર્ડનો શિકારીમાં સમાવેશ થાય છે. ગ્રાનુંલોવાયરસ અથવા બેસીલસ થુરિન્જીન્સીસ ના ઉપયોગથી એક જ પખવાડિયામાં મૃત્યુદર 80% સુધી થઇ શકે છે. કેટલાક દેશોમાં, સંગ્રહ દરમિયાન થેલીઓને નીલગિરી અથવા લેંટાના ના પાંદડાથી ઢાંકવાથી નુકસાન ઘટાડી શકાયુ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડા પર ઓગનોફોસ્ફેટ જૂથના જંતુનાશકોનો છંટકાવ કરી શકાય છે. લાર્વા ના હુમલાને રોકવા માટે નિયંત્રક તરીકે બીજ પર પાઇરેથ્રોઇડ લાગુ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

પુખ્ત ફૂદાં, વિસ્તૃત એન્ટેના સાથે રાખોડી રંગનું લંબાયેલ શરીર ધરાવે છે, વિખરાયેલ ઘેરા ટપકાં સાથે સાંકડી કથ્થાઈ રંગની આગળની પાંખ, અને લાંબી જાળીદાર આછા રાખોડી રંગની પાછળની પાંખો ધરાવે છે. મુખ્યત્વે તે નિશાચર હોય છે અને પ્રકાશ દ્વારા આકર્ષિત થાય છે. પાંદડા પર અથવા સુકી જમીનમાં ખુલ્લા પડેલ કંદના અંકુર ઉપર એક અથવા સમૂહમાં ઈંડા મુકવામાં આવે છે. જો તેમને લાંબા સમય માટે 4° C થી નીચા તાપમાને રાખવામાં આવે તો તે સેવાવામાં નિષ્ફ્ળ જાય છે. લાર્વાને ઘેરો બદામી રંગનું માથું અને આછા કથ્થાઈ-ગુલાબી રંગનું શરીર હોય છે. તે પર્ણદંડ, કુમળા અંકુર અથવા પાંદડાંની નસોમાં અને પછીથી કંદમાં કાણું પાડી અનિયમિત આકારની ગેલેરી બનાવે છે. તેના જીવન-ચક્ર માટે 25° સે તાપમાન યોગ્ય છે, પરંતુ તે 15 થી 40° સે વચ્ચે સહનશીલતા ધરાવે છે. શુષ્ક જમીનમાંની તિરાડો લાર્વાના અસ્તિત્વની તરફેણ કરે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડમાંથી પ્રાપ્ત બિયારણના કંદનો ઉપયોગ કરવો.
  • પ્રતિકારક્ષમ અથવા સહનશીલ જાતો માટે તપાસ કરવી.
  • માટીમાં 5 સે.મી.
  • કે તેથી વધુ ઊંડાઈએ બટાકાના બિયારણની વાવણી કરવી.
  • પ્રકાશિત અથવા ફેરોમોન છટકા ની મદદથી ફૂદાંની હાજરીનું નિરીક્ષણ કરી શકાય અને સમૂહમાં પકડી શકાય છે.
  • ખેતર અને તેની આસપાસમાં નીંદણ અને જાતે ઊગી નીકળેલ છોડ નું નિયંત્રણ કરો.
  • જમીનને ફાટતી અટકાવવા માટે નિયમિત રીતે પાણી પૂરુ પાડો.
  • જ્યારે છોડ પરિપક્વ થાય ત્યારે વહેલી તકે લણણી કરો.
  • પસંદ ન હોય તેવા કંદના ઢગલાને દાટી દો અથવા નાશ કરો.
  • પાક.ના કચરા અને ભૂસાથી ખેતરને બરાબર સાફ રાખો.
  • સંગ્રહ માટેની થેલીઓ અને સુવિધાઓને જંતુમુક્ત રાખો.
  • બટાકાને 7 અને 10° સે વચ્ચેના તાપમાને સંગ્રહ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો