Sphenoptera indica
જંતુ
ઈયળ જમીનની સપાટીની નજીકની દાંડીમાં પ્રવેશ કરે છે અને દાંડી અને મુખ્ય મૂળના આંતરિક પેશીઓને ખાય છે. આ નુકસાન છોડના બાકીના ભાગોમાં પાણી અને પોષક તત્વોના પરિવહનને અવરોધે છે, છેવટે છોડ કરમાઈ જાય છે અને મૃત્યુ પામે છે. ઇયળ ની ખોરાક પ્રવૃત્તિને કારણે અને જમીનમાં તેના વિસ્તરણ માળખા થી ઉપદ્રવ ક્ષેત્રો મા સામાન્ય રીતે મૃત અને કરમાશ પામેલા છોડ ની પટ્ટીઓ દર્શાવે છે. છોડ ને જયારે જમીનની બહાર ખેંચિયે છે, ત્યારે પોલી દાંડી માં ઇયળ જોઇ શકાય છે.
ઇંડા અને ઇયળ પર બ્રોકોનિડ્સ અને ટ્રાઇકોગ્રામમેટીડ્સ પરોપજીવી ભમરીઓ પરોપજીવીકરણ કરે છે. ડ્રેગન ફ્લાય્સ રત્ન ભમરોનો શિકારી છે. ન્યુક્લિયર પોલિહેડ્રોસિસ વાયરસ (એનપીવી) અથવા ગ્રીન મસ્કર્ડરિન ફૂગ પર આધારિત બાયો-ઇન્સેક્ટીસાઇડ્સનો ઉપયોગ પણ આ જંતુ સામે સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોપણી ની હરોળમાં જંતુનાશક દાણાઓનો ઉપયોગ ભમરો ની વસતી ઘટાડવા માટે અસરકારક થાય છે.છોડના વિકાસ ના પછીના તબક્કે ઉપયોગમાં લેવામાં આવતા ક્લોરપિરીફોસ ગંભીર નુકસાનીથી બચાવે છે
પુખ્ત ભમરા નુ શરીર ઘાટું અને રત્ન જેવું ચળકતૂ હોય છે, જે લગભગ 10 મીમી લાંબું અને 3 મીમી પહોળું હોય છે. સ્ત્રીઓ એકલી મુખ્ય દાંડીના પાયા પર ઇંડા મૂકે છે. વૃદ્ધિના તબક્કાના આધારે લાર્વા કદ અને રંગમાં અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે તેમનેા રંગ ભૂરાશ અને પીળાશ વચ્ચે હોય છે. દેખીતી રીતે, તેઓ 20 મીમીથી વધુની લંબાઈ સુધી વધી શકે છે. તેઓ એક વિસ્તૃત, ડોર્સો-વેન્ટ્યુરીલી ફ્લેટન્ડ બોડી અને ગ્લોબ્યુલર હેડ અને થોરેક્સ દ્વારા વિભાજીત થયેલ છે. તે પાકની વૃદ્ધિ ના અંતિમ ચરણ દરમિયાન વાવણી પછી 50 દિવસ ની આસપાસ મગફળી પર હુમલો કરે છે. દાંડી અને અને મુખ્ય મૂળના આંતરિક પેશીઓ માં પાણી અને પોષક તત્વોના પરિવહનને અવરોધે છે.