મગફળી

લાલ વાળ વાળી ઈયળ

Amsacta albistriga

જંતુ

ટૂંકમાં

  • લાર્વા મુખ્યત્વે કળીઓ, પાંદડા, દાંડી અને છોડના અન્ય ભાગો પર નભે છે.
  • પાંદડામાં રંગમાં વિકૃતિકરણ અને જુદો રંગ.
  • છોડના પાંદડાંનું ખરવું.
  • ઉપજમાં ગંભીર નુકસાન થવું.
  • પુખ્ત લાર્વા કાળા પટ્ટાવાળા, રાતા બદામી રંગના અને શરીર પર લાંબા લાલ વાળ ધરાવે છે.

માં પણ મળી શકે છે


મગફળી

લક્ષણો

યુવા ઇયળો વરસાદી ઋતુ દરમિયાન મોટી સંખ્યામાં દેખાય છે અને પાંદડાંની નીચેની સપાટીને ખાય છે. પુખ્ત ઇયળો ખાઉધરાની જેમ ફૂલો, કળીઓ, અને પાંદડા સહિત છોડના તમામ ભાગોને ખોરાક તરીકે લે છે. માત્ર કડક પેશીઓ, જેવીકે મુખ્ય શિરા, શાખા અને પાંદડાંના ડીટાં બાકી રહે છે. મોટી થયેલ લાલ વાળવાળી ઈયળ ઝૂમખામાં એક ક્ષેત્ર માંથી બીજા ક્ષેત્રમાં ફરે છે, જેનાથી ઘણીવાર સમગ્ર વિસ્તારમાં ગંભીર રીતે પાન ખરી પડે છે અને ઉપજમાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે પડી રહેલ જમીનમાં, પૂર્ણ વિકસેલ લાર્વા જમીનમાં પડી રહે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ટ્રાયકોગ્રામા પરોપજીવી ભમરીને છોડવી એનો જૈવનિયંત્રણ પદ્ધતિઓમાં સમાવેશ થાય છે. આ ઇંડા અને લાલ વાળ વાળી ઈયળ નો શિકાર કરે છે. પ્રારંભિક તબક્કામાં ન્યુક્લિયર પોલિહેડ્રોસિસ વિષાણુ (એનપીવી) કે બેસીલસ થુરિન્જીન્સીસ પર આધારિત જૈવ-જંતુનાશકોનો છંટકાવ જંતુઓને અસરકારક રીતે નિયંત્રણમાં રાખે છે.

રાસાયણિક નિયંત્રણ

લાલ વાળવાળી ઈયળની વસતી નિયંત્રિત કરવા માટે, જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો રાસાયણિક સારવાર માટે આર્થિક ક્ષમતા આવી ગઈ હોય (100m લંબાઈ દીઠ આઠ ઇંડાનો સમૂહ અથવા પાંદડાને 10% નુકસાન), તો જંતુનાશકોના પાવડરનો છંટકાવ યુવા લાર્વાને નિયંત્રિત કરી શકે છે. પૂર્ણ વિક્સિત જંતુઓને નિયંત્રિત કરવા માટે અન્ય જંતુનાશકોનો પણ ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

વરસાદ પછી તુરંત, પુખ્ત ફૂદું માટીમાંથી બહાર આવે છે. તે સફેદ પટ્ટા સાથે આછા બદામી રંગના આગળનીપાંખો અને અગ્ર ગાળામાં પીળાશ પડતા પટ્ટા હોય છે. તેની પાછળની પાંખો કાળા ટપકાં સાથે સફેદ રંગ ધરાવે છે. માદા પાંદડાના નીચેના ભાગમાં કે જમીનમાંના કચરામાં લગભગ 1000 ના ઝૂમખામાં ક્રીમી પીળા રંગના ઇંડા મૂકે છે. આછા ભુખરા યુવાન લાર્વા વાળ વિનાના હોય છે અને મુખ્યત્વે પાંદડાને ખોરાક તરીકે લે છે. પુખ્ત લાર્વા પીઠ પર કાળા પટ્ટા સાથે શરીર લાલ-બદામી રંગના અને શરીર પર લાંબા લાલ વાળ ધરાવે છે. તેઓ અત્યંત સક્રિય અને વિનાશક હોય છે. તેઓ વૃક્ષોની નીચે માટીમાં, વાડ, અથવા છાંયડા વાળા ખૂણામાં 10 થી 20 સે.મી. જેટલું દર બનાવે છે અને ત્યાં પુખ્ત વયના થતા પહેલાં લગભગ 10 મહિના માટે ઈયળ તરીકે ત્યાં રહે છે.


નિવારક પગલાં

  • જંતુની ઉચ્ચ વસતી ટાળવા માટે શરૂઆતમાં વાવણી કરો.
  • લાર્વાનું સ્થળાંતર ટાળવા 30 સે.મી.
  • ઊંડુ અને 25 સેમી પહોળો ખાડો ખોદવો.
  • મગફળીના દરેક 6 ચાસ બાદ દિવેલાની આંતર-પાક તરીકે વાવણી કરો.
  • ફૂદાંનું નિરીક્ષણ કરવા અથવા સામૂહિક રીતે પકડવા પ્રકાશિત ફાંસાનો ઉપયોગ કરો.
  • જુવાર, બાજરો કે મકાઈના પાક સાથે પાકની ફેરબદલી કરવી જોઇએ.
  • અનાવૃષ્ટિ ટાળવા લાંબી ઋતુના મધ્ય ભાગમાં અને લણણી પૂર્વે ઉપદ્રવને રોકવા એકવાર સિંચાઈ કરો.
  • વૈકલ્પિક યજમાન અને નીંદણને તપાસો અને તેને દૂર કરો.
  • પાક અને આંતરપાકના પાંદડા પર ઈંડા અને લાર્વાને તપાસો, ભેગા કરો અને નાશ કરો.
  • ઈયળને વાતાવરણમાં અને શિકારી માટે છતી કરવા ઊંડું હળ ચલાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો