Orseolia oryzae
જંતુ
રાઇસ ગાલ મીજ ટીલર્સના પાયામાં ટ્યુબ્યુલર ગોલ બનાવે છે, જે વિસ્તૃત ચાંદી જેવા પાંદડાનું આવરણ પેદા કરે છે જેને ડુંગળીના પાંદડા અથવા ચાંદીના શૂટ (આશરે 1 સે.મી. પહોળા અને 10-30 સે.મી. લાંબા) કહે છે. અસરગ્રસ્ત ટીલર પાંદડાઓના વિકાસને અટકાવે છે અને ડૂંડા પેદા કરવામાં નિષ્ફળ જાય છે. છોડનો વિકાસ થતો નથી અને પાંદડા બેડોળ નબળાં અને વળેલાં હોય છે આવા લક્ષણો દુષ્કાળ, પોટેશિયમનો અભાવ, ખારાશ, અને ચોખાના કિટકોથી પણ થાય છે. સમસ્યાના કારણને નિશ્ચિત કરવા કિટકોની હાજરી તપાસો ખાસ કરીને, વિસ્તરેલ-ટ્યુબ્યુલર ઇંડા અને મેગટ જેવા નાના કિટકો જે વિકાસશીલ કળીઓને અંદરથી ખાઇ જાય છે.
પ્લેટિગાસીડ, યુપેલમિડ, અને પેર્ટોમેલીડ ભમરાઓ(નાના કિટકોને ખાઇ જાય છે), ફાયટોઝિયાઇડ માઇટ્સ (ઇંડા ખાય છે) કરોળિયા (પુખ્ત કીટકોને ખાઇ જાય છે) જેવા પરોપજીવી કિટકોને સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાય છે. વધુ ફૂલોના છોડને રોપવા જે ચોખાના ખેતરની આસપાસ જંતુઓને આકર્ષિત કરવામાં મદદ કરે છે.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમનો ધ્યાનમાં લો. રાઇસ ગાલ બ્રુડ દેખાય ત્યારે રોગ પર કાબુ રાખવા સમયસર અને ચુસ્તપણે જંતુનાશકોનો છંટકાવ કરો. ક્લોરપાયરીફોસ પર આધારિત ઉત્પાદનોનો ઉપયોગ એશિયન રાઇસ ગાલ મીજ સામે તેની વસ્તીને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે.
ચોખાના પાકની ખેતીના તબક્કા દરમિયાન એશિયન રાઇસ ગાલ મીજ સિંચાઇવાળા અથવા વરસાદી ભીની જમીનના વાતાવરણમાં જોવા મળે છે. તે ઉપરની જમીનમાં અને ઊંડા પાણીના ચોખામાં પણ સામાન્ય છે. પ્યુપા ના તબક્કામાં જંતુ નિષ્ક્રિય રહે છે પરંતુ જ્યારે વરસાદ પછી કળીઓ વધવા લાગે છે ત્યારે ફરીથી સક્રિય થાય છે. પુખ્ત મીજ રાત્રે સક્રિય હોય છે અને છોડને અંદરથી ખાય છે. તેથી તેને શોધવાનું મુશ્કેલ છે. વાદળવાળા અને વરસાદી વાતાવરણમાં, ઉચ્ચ-ટિલ્ડરિંગ જાતોની ખેતીમાં, સઘન સંચાલન પદ્ધતિઓ તેની વસ્તીની ગીચતા માટે અનૂૂકુળ છે. નુકસાન પીળી દાંડીની જીવાત જેવું જ છે.