ચોખા

ચોખાના પાંદડાં વાળનાર

Cnaphalocrocis medinalis

જંતુ

ટૂંકમાં

  • ઈયળની આસપાસ વળેલા ચોખાના પાંદડા.
  • પાંદડાંની સપાટીને સમાંતર સફેદ અને પારદર્શક છટાઓ.
  • પાંદડાંની ટોચ પર ડિસ્ક આકારના ઇંડા.
  • પાંખો પર કથ્થાઈ રંગની વાંકીચૂકી રેખાઓ ધરાવતાં ફૂદાં.

માં પણ મળી શકે છે


ચોખા

લક્ષણો

તેને લીફ ફોલ્ડર પણ કહેવાય છે. પુખ્ત ફૂદાં આંગળીના નખ જેટલી લંબાઇ ધરાવે છે અને પાંખ ઉપર કથ્થઈ રંગની વાંકીચૂકી રેખાઓ હોય છે. સામાન્ય રીતે પાંદડાની ટોચ પર ઈંડા મુકવામાં આવે છે. ઈયળ પોતાની આસપાસ ચોખાના પાંદડાને વીંટાળે છે અને રેશમ જેવા દોરા વડે પાંદડાની કિનારીઓને જોડી દે છે. પછી તેની અંદર વીંટળાઈને, આંતરિક રીતે તે ખોરાક લે છે અને પાંદડાંની સપાટી ઉપર સમાંતર, સફેદ અને પારદર્શક છટાઓનું નિર્માણ કરે છે. કેટલીક વાર પાંદડા ટોચથી લઈને મૂળ સુધી વળેલા હોય છે. ઘણી વખત એકાકી રીતે મુકવામાં આવેલ, ડિસ્ક જેવા આકારના ઈંડા અને ઉત્સર્જન દ્રવ્યની હાજરીથી પણ ચેપના લક્ષણો જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

રોપણી કર્યાના 15 દિવસ થી શરૂ કરી ઇંડા માટેના પરોપજીવી ટ્રાયકોગ્રામા ચીલોનીસની (100,000 પુખ્ત / હેક્ટર) પાંચ થી છ વખત અરજી કરવી અસરકારક અને આર્થિક રીતે પોસાય તેવી હોય છે. કરોળિયા, શિકારી ફૂદાં, દેડકા અને ડ્રેગન માખીઓ જેવા કુદરતી દુશ્મનોનું રક્ષણ પણ કરવું. રોગકારક ફૂગ અથવા બેક્ટેરિયા તથા કેટલાક વાઈરસ પણ વસ્તીનું સારીરીતે નિયંત્રણ કરે છે. ખેતરમાં છુટાછવાયા લીમડાના પાંદડા નાખવાથી પણ પુખ્ત કીડાને ખેતરમાં ઇંડા મૂકતાં અટકાવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. જો શરૂઆતના તબક્કે ચેપ વધુ માત્રામાં (> 50%) હોય તો, ફ્લુબેન્ડીએમાઇડ @ 0.1મિલી અથવા કલોરેન્ટ્રીનીલીપ્રોલ @ 0.3મિલી/ લી પાણી નો ઉપયોગ કરવો. ખાસ કરીને જયારે વધુ માત્રામાં ચેપ લાગેલ હોય ત્યારે, કલોરપાયરીફોસ, કલોરેન્ટ્રીનીલીપ્રોલ, ઈંડોકઝાકાર્બ, એઝાડિરેક્ટિન, ગામા- અથવા લેમડા-સાયહેલોથ્રિન પર આધારિત અન્ય જંતુનાશકો પણ મદદરૂપ થાય છે. લાર્વાને મારવા માટેના અન્ય જંતુનાશકોમાં આલ્ફા-સાપરમેથેરીન, 2% એબેમેકટીન નો સમાવેશ થાય છે. જંતુની ફરી વૃદ્ધિ કરી શકે તેવા રસાયણોનો ઉપયોગ કરવામાં કાળજી લેવી જોઇએ.

તે શાના કારણે થયું?

ચોખાના પાંદડાને વાળતા જંતુ ચોખા ઉગાડવામાં આવતા દરેક પર્યાવરણમાં જોવા મળે છે અને વરસાદની ઋતુ દરમિયાન તે પુષ્કળ માત્રામાં જોવા મળે છે. ભેજનું ઊંચું પ્રમાણ, ખેતરનો છાયાવાળો વિસ્તાર, અને ખેતર તથા સરહદના વિસ્તાર પર ઊગેલા ઘાસવાળું નીંદણ આ જંતુના વિકાસ માટે અનુકૂળ રહે છે. સિંચાઇની મદદથી વિસ્તારેલું ચોખાનું ખેતર, વારંવાર લીધેલ ચોખાનો પાક અને જંતુનાશકોના ઉપયોગના કારણે થયેલો જંતુઓનો વધારો એ જંતુના ફેલાવા માટેના મહત્વપૂર્ણ ઘટકો છે. ખાતરનો વધુ પડતો ઉપયોગ જંતુઓનો ઝડપથી ફેલાવો કરવામાં મદદરૂપ થાય છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, તે સમગ્ર વર્ષ દરમિયાન સક્રિય રહે છે, જ્યારે સમશીતોષ્ણ પ્રદેશમાં તેઓ મે થી ઓકટોબર મહિના દરમિયાન જ સક્રિય રહે છે. શ્રેષ્ઠ તાપમાન અને ભેજ અનુક્રમે 25-29° સે અને 80% છે. ચોખાના કુમળા અને લીલા છોડને વધુ ગંભીર અસર થાય છે.


નિવારક પગલાં

  • રોગનો ફેલાવો થતો અટકાવવા માટે પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • જંતુઓના લક્ષણો જોવા માટે ખેતરનું નિરીક્ષણ કરો.
  • રોપણી સમયે વાવેતરનો દર ઓછો રાખવો.
  • ઋતુ દરમિયાન ચોખાના પાકને પૂરતાં પ્રમાણમાં પાણી મળી રહે તેની ખાતરી કરો.
  • નાઈટ્રોજનયુક્ત ખાતરની યોગ્ય વહેંચણી કરી સંતુલિત માત્રામાં ખાતર પૂરું પાડવાનું આયોજન કરો.
  • ફૂદાંને આકર્ષવા અને એકત્રિત કરવા માટે પ્રકાશિત અને ચોંટી જાય તેવા છટકાંનો ઉપયોગ કરો.
  • ખેતર અને તેની સરહદ ઉપરથી ઘાસ જેવા નીંદણને દૂર કરો.
  • જંતુઓને દૂર રાખવા માટે પાંદડા પર કાંટાળા લાકડાનો ઉપયોગ કરો.
  • અંકુર ફૂટતાં અટકાવો, એટલે કે આગામી ઋતુ સુધી ખાપરા ખેતરમાં રાખી મુકવા નહિ.
  • જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરવો, જેથી શિકારી જંતુઓ (કરોળિયા, પરોપજીવી ભમરી, શિકારી ભમરી, દેડકા અને ડ્રેગન માખીઓ) ચોખાના પાંદડાંને વાળતાં જંતુઓની સંખ્યા નિયંત્રિત કરી શકે.
  • સારી આયોજિત પાકની ફેરબદલી યુક્ત વિવિધ પાક સાથે ચોખાની ફેરબદલી કરો.
  • પાકના અવશેષો દૂર કરવા માટે લણણી પછી ખેડ કરો.
  • લણણી પછી કેટલાંક અઠવાડિયા, મહિના માટે ખેતરને પડતર રાખવાની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો