Nilaparvata lugens
જંતુ
બાળ અને પરિપક્વ બંને જંતુ છોડના પાયામાં આશ્રય લે છે અને થડ તથા પાંદડાઓમાં રહેલ સત્વને ચૂસે છે. છોડ કરમાય અને પીળા રંગનો બને છે. જો તેની વસ્તી વધુ હોય તો તેના કારણે શરૂઆતમાં પાંદડા કેસરી કે પીળા રંગના બને છે, અને પછી કથ્થાઈ રંગના બને છે અને સુકાઈ જાય છે(જંતુથી બળી જવું), અને છેવટે સમગ્ર છોડ સુકાય છે અને નાશ પામે છે. શરૂઆતમાં ખેતરમાં નાના પટ્ટામાં આ લક્ષણો જોવા મળે છે પરંતુ તીતીઘોડાનો ફેલાવો થતાં તેનો ઝડપથી વિકાસ થાય છે. માદા થડ અને પાંદડાની મુખ્ય શીરા પર ઈંડા મૂકે છે, જેના કારણે વધારાનું નુકસાન થાય છે. મધ જેવા ટપકાના નિર્માણ થવાના કારણે મેસ જેવા આવરણનો પણ વિકાસ થાય છે. છોડ ઉપર ડૂંડા નાના, થોડા પ્રમાણમાં પાકેલા દાણા અને દાણાનું વજન ઓછું હોય છે.
જયારે જંતુઓની વસ્તી ઓછી હોય ત્યારે જૈવિક સારવાર કરી શકાય છે. પાણીના કરોળિયા, મીરિડ ફૂદાં, કરોળિયા, અને ઇંડાનો શિકાર કરતી વિવિધ ભમરી અને માખીઓનો કથ્થાઈ તીતીઘોડાનાં નૈસર્ગીક દુશ્મન તરીકે સમાવેશ થાય છે. એક દિવસ માટે ક્યારીમાં રોપાની ફક્ત ટોચ દેખાય તેટલું પાણી આપીને ક્યારીમાં રહેલ જંતુની તપાસ કરી શકાય છે(ડૂબાડવું). વૈકલ્પિક રીતે, નાના ક્યારામાં જંતુને પકડવા માટે તેની પર જાળ રાખી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. જો વધુ સંખ્યામાં જંતુઓ જોવા મળે, અથવા તો કુદરતી દુશ્મનો કરતાં તીતીઘોડાની સંખ્યા વધુ હોય તો જ જંતુનાશકોની ભલામણ કરવામાં આવે છે. જંતુ સામે વાપરી શકાય તેવા જંતુનાશકોમાં બ્યુપ્રોફેઝીન, પાયમીટ્રોઝીન, ઈટોફેનપરોક્ષ, અથવા વૈકલ્પિક સંયોજનોનો સમાવેશ થાય છે. પ્રતિકારનો વિકાસ થાય અને જંતુના ફરીથી વિકાસની તરફેણ કરે તેવા કવીનેલફોસ, કલોરપાયરીફોસ અથવા લામડા-સાયહેલોથ્રિન અથવા અન્ય કૃત્રિમ પાયરીથ્રોઇડ નો વપરાશ કરવો નહિ.
નીલપર્વતા લ્યુગેન્સ કથ્થાઈ રંગના તીતીઘોડાનાં કારણે નુકશાન થાય છે. વરસાદી અને સિંચાઈવાળી ભીની જમીન વાળા પર્યાવરણમાં, ખેતરમાં સતત ડૂબેલા રહેતા વિસ્તારવાળી પરિસ્થિતિમાં, ખુબ જ છાંયો અને ભેજ ધરાવતા વિસ્તારોમાં આ સમસ્યા હોઈ શકે છે. ચોખાના છોડની ટોચ જોડાયેલી હોવી, ગીચતા પૂર્વક વાવણી કરાયેલ પાક, નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધારે પડતો ઉપયોગ, અને ઋતુની શરૂઆતમાં જ છોડના પાંદડાની ટોચ માં જંતુનાશકનો છંટકાવ (એટલે કે જે કુદરતી દુશ્મનોનો નાશ કરે છે) પણ જંતુના વિકાસની તરફેણ કરે છે. સામાન્ય રીતે ભીનીઋતુ કરતાં સુકી ઋતુમાં કથ્થાઈ રંગના તીતીઘોડાનો વિકાસ વધુ હોય છે. છોડને થોડોવાળીને, હળવેથી તેના આધાર પાસે ઠપકારીને, તીતીઘોડા પાણીની સપાટી પર પડે છે કે નહિ તે જોઈને તેનું નિરીક્ષણ કરી શકાય છે.