મકાઈ

કઠોળના પાંદડાની જાળ બનાવનાર

Hedylepta indicata

જંતુ

ટૂંકમાં

  • નાના યુવાન લાર્વા યજમાન છોડના પાંદડા વાળી દે છે અને કુમળી ડાળખી પર નભે છે.
  • પાછળથી તે પાંદડાં ની સાથે જાળું બનાવે છે અને અંદરથી ખાય છે.
  • મુખ્ય ડાળખી ની વૃદ્ધિને અસર થાય છે.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

આ ઈયળો મુખ્યત્વે (પરંતુ સંપૂર્ણપણે નહીં) કઠોળના છોડ પરથી હુમલો કરે છે. લીલા લાર્વા ગોળ વાળેલા એક પાંદડા અથવા રેશમ ના દોરાની મદદ થી વણેલા બે પાંદડા માં રહે છે. પછીના તબકકામાં , તેઓ અનેક પાંદડા ભેગા કરી શકે છે જે પાંદડાઓ નો સમૂહ બનાવે છે જે આંશિક રીતે ખાવામાં આવે છે. તેઓ શીરા વચ્ચે રહેલી કોમળ પર્ણ પેશી પર નભે છે અને પાંદડાને ક્ષતિગ્રસ્ત કરી બાહ્ય ત્વચાનો બહારનો ભાગ સાફ કરે છે અને તે કથ્થઈ થઈ શકે છે અથવા મૃત્યુ પામે છે.જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો, મજબૂત ભાગોના હાડપિંજર થઈ જવા સુધી પાંદડા ઘટી શકે છે.ગંભીર કિસ્સાઓમાં જોવા મળતો પાંદડાના વિસ્તારમાં નાટકીય ઘટાડો શીંગોને નાની કરે છે અને ઉપજને પણ અસર કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ત્રિકોગ્રામા ના પરોપજીવી ભમરીની પ્રજાતિઓ ને ઉપદ્રવ પછી જૈવિક નિયંત્રણ પદ્ધતિ તરીકે વાપરી શકાય છે. અન્ય લાર્વા પરોપજીવી પ્રજાતિઓમાં બ્રેકમેરીયા ઓવતા, ગ્રોટીઅસસોમીયા નિગરીકન્સ,સ્ટુર્મિયા એલબીનસીસા, નેમોરિલા મેક્યુલોસા અને અફેન્ટલ્સ અને ટોક્સોફ્રોઈડસ ની પ્રજાતિઓ નો સમાવેશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. 0,02% સાપરમેથેરીન અથવા 0,02% ડેકામેથેરીન ધરાવતા જંતુનાશકોનો પખવાડિયા ના અંતરાલે ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

હેડીલેપ્ટા ઈન્ડિકેટ ફુદાનાં લાર્વાને કારણે નુકસાન થાય છે. પુખ્ત લગભગ 20 મીમી પાંખો વાળા ઝાંખા બદામી રંગના હોય છે. તેમની આગળની પાંખો ઘેરી વાંકીચૂકી ત્રણ લાઈનો અને કેટલાક ઘાટા ચાંઠા વાળી સોનેરી અથવા પીળી બદામી હોય છે. પાછળની પાંખ માં બે વાંકીચૂકી રેખાઓ હોય છે. માદા ફુદા એકલા નાના યુવાન પાંદડા પર અથવા યજમાન છોડ ના અંકુર પર ઇંડા મૂકે છે. ઈયળો ઝાંખા બદામી માથાવાળી ઝાંખા લીલા રંગની હોય છે. તેઓ રેશમ વળે એકસાથે વાળીને ગુંથેલા પાંદડા વચ્ચે રહે છે અને ખાય છે.પુપેશન માટીની સપાટી પરના કચરા વચ્ચે એક અંડઘર માં થાય છે. કઠોળના પાંદડાની જાળ બનાવનાર વિશાળ યજમાન શ્રેણી ધરાવે છે જેમાં કઠોળની જાતિના છોડ, લાલ સલાદ અને મકાઇ નો સમાવેશ થાય છે. તે એક મહત્વપૂર્ણ જંતુ માનવામાં આવતું નથી અને તેથીજ તેની સારવારની જરૂર પડતી નથી.


નિવારક પગલાં

  • પ્રતિરોધક જાતોનું વાવેતર કરો.
  • તમારા છોડને કાળજીપૂર્વક ચકાસતા રહો અને જો વધારે પ્રમાણમાં છોડ પર લક્ષણો દેખાય તો, રોગ વ્યવસ્થાપન પગલાં અપનાવો.
  • પાકની ફેરબદલ કરતા રહો.
  • ખેતી ની જગ્યાએથી નીંદણ દૂર કરો.કુદરતી શિકારીને આધાર આપવા માટે ખેતરની આસપાસ અમૃત (પુષ્પરસ) ઉત્પાદક છોડ વાવો.જથ્થો જાણવા અને સમાગમ વર્તણૂકમાં વિક્ષેપ માટે ફેરોમોન ટ્રેપ્સ વાપરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો