ચોખા

ચોખા હિસ્પા

Dicladispa armigera

જંતુ

ટૂંકમાં

  • પાંદડાઓની મુખ્ય ધરી સાથે સફેદ, સમાંતર નિશાની અથવા ડાઘા.
  • અનિયમિત સફેદ ડાધા.
  • પાંદડાઓનુ વિખરાઇ જવુ.
  • ગાઢ વાદળી અથવા કાળાશ પડતા લગભગ ચોરસ જેવા આકારના, પરિભ્રમણ કરતા કીટકો.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

પુખ્ત કીટકો બહારથી ઉપરની બાહ્યત્વચા ઉપર ખાય છે. પાંદડાના મુખ્ય ધરી સાથે સમાંતર સફેદ પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરે છે. ગંભીર પ્રકારના કિસ્સાઓમાં નસોને પણ અસર થાય છે. જેનો દેખાવ મોટો સફેદ ડાઘા જેવો હોય છે. પુખ્ત વયના કીટકો ક્ષતિગ્રસ્ત પાંદડા પર સામાન્ય રીતે ઉપલા ભાગમાં હોય છે. નાના કીટકો પાંદડાઓના બે બાહ્ય ત્વચા વચ્ચેના લીલા કોષો ખાય છે, તેથી નસોમાં કોતરીને ટનલ બનાવે છે અને સફેદ ડાઘ પેદા કરે છે. ક્ષતિગ્રસ્ત પાનને પ્રકાશ સામે પકડીને અથવા આંગળીઓને ટનલ ઉપર પસાર કરવાથી પકડી શકાય છે. ચેપવાળા પાંદડા સૂકાઇ જાય છે. અને ખેતરનો દેખાવ સફેદ થઇ જાય છે. દૂરથી ગંભીર રીતે નુકસાન પામેલાં ખેતરો બળી ગયા હોય તેવા લાગે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ કિટકનું જૈવિક નિયમન કરવા માટે અભ્યાસ ચાલી રહ્યો છે લાર્વા પેરાસિટોઇડ, યુલોફસ ફેમોરાલીસ, બાંગ્લાદેશ અને ભારતમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ વિસ્તારોમાં હિસ્પા સમસ્યાને ઘટાડી શકે છે. શક્તિશાળી કુદરતી દુશ્મનોનો ઉછેર પણ આ કિટકની સમસ્યા હલ કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. ઉદાહરણ તરીકે નાના ભમરા ઇંડા ઉપર અને બાળ કિટકો ઉપર હુમલો કરે છે અને રેડુવીઇડ બગ પુખ્ત કિટકોને ખાઇ જાય છે. ત્રણ ફૂગના પેથોજેન્સ જે પુખ્ત કિટકો પર હુમલો કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. ગંભીર ચેપવાળા કિસ્સાઓમાં, કેટલાંક રાસાયણિક સંયોજનો જેમાં નીચેના તત્વો હોય તેનો ઉપયોગ કરી શકાય. ક્લોર્પિરિફોસ, મલાથિયન, સાયપિમેથ્રીન, ફિનેથોએટ.

તે શાના કારણે થયું?

ડિકલાડિસ્પા, આર્મીજેરા, ચોખા હિસ્પાના પુખ્ત અને નાના કિટકો દ્વારા નુકસાન થાય છે. પુખ્ત કીટકો પાંદડાની સપાટીના ઉપરના ભાગને કોરી ખાય છે અને ફક્ત નીચેનું પડ બાકી રાખે છે. ઇંડા કૂણાં પાદંડાની સૂક્ષ્મ બહાર નીકળવાની જગ્યા પર મૂકે છે અને તે સામાન્ય રીતે અણીદાર છેડા તરફ હોય છે. નાનું કીટક સફેદ પડતુ પીળુ અને સપાટ હોય છે. તે પાંદડાની અંદરના કોષોને ખાય છે અને પાંદડાની ધરી સુધી કોતરી ખાય છે. અને પછી અંદર ફરે છે,પુખ્ત કિટક લગભગ ચોરસ આકરનુે હોય છે. તેની 3-5 મીમી લંબાઈ અને પહોળાઈ હોય છે. તે ઘાટા લીલા રંગનુ અથવા કાળાશ પડતા રંગનુ હોય છે તેની સાથે આખા શરીર પર કરોડરજ્જુ હોય છે. ઘાસવાળુ નીંદણ, ભારે ખાતર, ભારે વરસાદ અને વધારે ભેજવાળુ વાતાવરણ રાઇસ હિસ્પા કિટકને માફક આવે છે.


નિવારક પગલાં

  • ચોખામાં આ કીટાણુ સામે કોઈ અસરકારક પ્રતિકાર યુક્તિ ઉપલબ્ધ નથી.
  • છોડની વચ્ચે સાંકડી જગા રાખો સાથે પાંદડાની ગીચતા વધુ રાખો.
  • આ પાક ઋતુમાં વહેલા ઉગાડો જેથી રોગના કિટકોનો વધારે ઉપદ્રવ ટળે.
  • ઇંડા મૂકવા અટકાવવા માટે અંકુરીત ટોચ કાપી નાંખો.
  • પુખ્ત કિટકોને સફાઇ જાળીમાં એકઠા કરો.
  • આ સવારમાં કરવુ જ્યારે તે થોડા ગતિશીલ હોય.
  • જ્યારે પાક ન હોય તે ઋતુમાં ચોખાના ખેતરમાંથી કોઇપણ પ્રકારનું નિંદામણ - ઘાસ દૂર કરો.
  • ખરી પડેલા પાંદડા, અને અંકુરિત વીણી લેવા જોઇએ અને બાળી નાંખવા જોઇએ અથવા કાદવમાં ઉંડે દાટી દેવા જોઇએ.
  • અસરગ્રસ્ત ખેતરોમાં વધારે પડતુ નાઇટ્રોજન યુક્ત ખાતર ટાળો.
  • નુકસાનકારક કીટકોના જીવન ચક્રને તોડવા પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો