Leptocorisa spp.
જંતુ
ચોખાના દાણાની વૃદ્ધિના તબક્કાના આધારે, ખોરાકને પરિણામે ખાલી અનાજ અથવા નાના, સંકોચાઈ ગયેલા, વિકૃત અનાજ થઈ શકે છે, જેમાં કેટલીક વખત તીવ્ર દુર્ગંધ આવે છે. ડૂંડા ટટ્ટાર દેખાય છે.
સુગંધિત (લેમનગ્રાસ જેવું) સાબુનુ દ્રાવણ ચોખાના માંકડને બહાર કાઢવા માટે છાંટો. “પ્રહોક” (સ્થાનિક ‘ચીઝ’ કમ્બોડિયા)નો ખેતરની નજીક માંકડને આકર્ષવા માટે અને મારી નાંખવા માટે ઉપયોગ કરો. વહેલી સવારે અથવા સાંજે મોડા, ચોખાના માંકડને દૂર કરવા મચ્છરની જાળી (નેટ)નો ઉપયોગ કરો. માંકડને કચડી નાંખો અને તેને પાણીમાં નાંખો અને તે પાણીનો બીજા ચોખાના માંકડોને બહાર કાઢવા છંટકાવ કરો. જૈવિક નિયમન માટેના પરિબળોને પ્રોત્સાહન આપો. કેટલાંક ભમરાઓ, તીતીઘોડા અને કરોળિયા જે ચોખાના માંકડ અથવા તેના ઇંડા ઉપર હુમલો કરે છે..
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં લો. આરોગ્ય અને પર્યાવરણને થતા જોખમો સામે જંતુનાશકનો ઉપયોગ કરવાના ફાયદાઓ વિષે વિચારવું જોઈએ. ક્લોરપિરિફોન 50 ઇસી 2.5 એમએલ + ડિકલોરોસ, 1 એમએલ/લિટર સાંજના કલાકોમાં ખેતરના છેડાઓથી શરૂ કરીને મધ્ય સુધી ગોળાકાર પદ્ધતિથી છાંટવુ. તે માંકડને મધ્યમાં લાવે છે અને તેમને ઠેકાણે પાડવાનું અસરકારક રીતે થઇ શકે છે. તમે એબામેક્ટીનનો ઉપયોગ પણ કરી શકો છો. ફક્ત જંતુનાશકોનો ઉપયોગ જૈવિક નિયમનને અવરોધે છે, જેના પરિણામે જંતુની ફરી ઉત્પત્તિ થાય છે.
ચોખાના માંકડ ડૂંડામાં દૂધ આવે ત્યારથી તેમાં દાણા બેસે એ સમય દરમ્યાન જ થાય છે અને સાંજના સમયે દુર્ગંધ છોડે છે. નાના અને પુખ્ત ચોખાના માંકડ બન્ને ચોખાનું અનાજ ખાય છે. ચોખાના માંકડ વિકાસ પામતા અનાજના ગર્ભને ચૂસી લે છે. તેઓ વાસ્તવમાં ચોખાના બધા વાતાવરણમાં જોવા મળે છે. જંગલો, ચોખાના ખેતરોની નજીક વ્યાપક નિંદામણ-ઘાસવાળા વિસ્તારો, નહેરોની નજીકનું જંગલી ઘાસ અને છુટા છવાયા ચોખાનુ વાવેતર વધારે વસ્તની ઘીચતાને અનુકૂળ છે. તે ચોમાસાનો વરસાદ ચાલુ થાય ત્યારે વધારે ક્રિયાશીલ હોય છે. હૂંફાળુ વાતાવરણ, વાદળવાળુ આકાશ અને વારંવાર ઝાપટાં તેની વસ્તીને પેદા કરવામાં અનૂકુળ છે. સૂકી ઋતુમાં તે ઓછા ક્રિયાશીલ હોય છે. લક્ષણો બેક્ટેરિયલ પેનીકલ બ્લાઇટથી થતા નુકશાનને મળતા આવે છે.