સોયાબીન

કઠોળના પાંદડામાં ફૂદું

Cerotoma trifurcata

જંતુ

ટૂંકમાં

  • ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી મૂળ, મૂળગંડિકા, પર્ણસમૂહ અને વિકાસશીલ શીંગોને નુકસાન થાય છે.
  • પાંદડા પર છુટાછવાયા નાના કાણાં.
  • શીંગો નો ડાઘા વાળો દેખાવ.
  • ઉપજ અને બીજની ગુણવત્તા ઘટાડે છે.
  • ઘાટો પીળો કે લાલ રંગના ફૂદાં, જેમની પાંખો પર લંબચોરસ ચિહ્નો હોય છે.

માં પણ મળી શકે છે

3 પાક

સોયાબીન

લક્ષણો

લાર્વા અને પુખ્ત વયના ફૂદાં મૂળ, મૂળગંડીકા, બીજપત્ર, પાંદડાં (ઘણી વખત નીચેના ભાગમાં) અને શીંગો પર નભે છે. મૂળ અને વાહક પેશીઓમાં ભંગાણ નાઇટ્રોજન સ્થાપન ઘટાડી શકે છે. ઓછા પ્રમાણમાં પાંદડાની સપાટી પર નુકસાન જોઈ શકાય છે, લગભગ ગોળાકાર કાણાં પાંદડાં પર છુટાછવાયા દેખાય છે. ખવાયેલ શીંગો ડાઘાવાળો દેખાવ ધરાવે છે. શીંગોને નુકસાન થવાથી ઉપજ અને બીજની ગુણવત્તામાં ઘટાડો થાય છે. નુકસાન પામેલ શીંગો ફૂગ અને બેકટેરિયા જેવા સુક્ષ્મસજીવો માટે પ્રવેશ નિર્માણ કરે છે. જો સેરોટોમા ટ્રાયફ્યૂર્કેટા સિઝનની શરૂઆતમાં થાય તો, રોપાઓને ઈજા, પાનખર અને બીજમાં વિકૃતિ થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ ક્ષણે, આ જંતુ માટે કોઈપણ અસરકારક જૈવિક નિયંત્રણ ઉપલબ્ધ નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો નુકસાનથી ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થવાનો જ હોય તો, રસાયણો ઉપયોગમાં લો. પાયરેથ્રોઇડ, લામડા-સાયહેલોથ્રિન અથવા ડાયમીથોઈટ જૂથના જંતુનાશકોનો ઉપયોગ જંતુની વસ્તી ઘટાડવા માટે મદદ કરી શકે.

તે શાના કારણે થયું?

પુખ્ત વયના ફૂદાં લગભગ 6 મીમી લાંબા અને ઘાટો પીળો કે લાલ રંગના હોય છે. તેમની પાંખો લંબચોરસ લાક્ષણિકતાવાળા ચિહ્નોથી અવરેલાં હોય છે અને તેઓની ગરદનના વિસ્તારમાં કાળા રંગના ત્રિકોણ હોય છે. પુખ્ત માદાઓ માટીના ઉપલા બે ઇંચના ભાગમાં, થડની નજીક ઇંડા મૂકે છે. એક માળા તેના જીવનકાળ દરમિયાન 125 થી 250 ઇંડા મૂકે છે. માટીના તાપમાન પર આધાર રાખીને 4 થી 14 દિવસમાં ઇંડા સેવાય છે. લાર્વા ઘેરા કથ્થઈ કે કાળા રંગના માથા સાથે સફેદ રંગના હોય છે. પુખ્ત ફૂદાં સોયાબીનના ખેતરની આસપાસ વિવિધ વસાહતમાં ઠંડી દરમ્યાન ટકી રહે છે. કઠોળના પાંદડાના ફૂદું વિવિધ પ્રકારના વાઈરસ માટે એક વાહક તરીકે વર્તે છે.


નિવારક પગલાં

  • નુકસાન ઘટાડવા માટે મોડું વાવેતર કરો.
  • સિઝનની શરૂઆતમાં જંતુઓની ગણતરી કરો અને નુકસાન પામેલ છોડની આકારણી કરો.
  • ચાસને આવરી લેવાથી આ જંતુઓ માટે ભૌતિક અડચણ ઉભી કરી શકાય છે.
  • ઊંડી ખેડ કરો અને નજીકના અંતરે અન્ય કઠોળનું વાવેતર ટાળો.
  • મોટા પાયે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો