Lepidiota stigma
જંતુ
લાર્વા મૂળિયા પર નભે છે અને તેને નુકસાન પહોંચાડે છે, છોડને પાણી અને પોષકતત્વો નો પુરવઠો ઘટે છે. લક્ષણોની શરૂઆતમાં પાંદડા માં પીળાશ અને શિથિલ થવાની સાથે, દુકાળથી થતા નુકસાન જેવો સમાન પ્રકારનો દેખાવ હોય છે. સમય જતાં, પાંદડા કથ્થઈ થાય છે અને પરિપકવ સાંઠા બગડી જાય છે. આત્યંતિક કિસ્સાઓમાં, ઈયળો મૂળને ખાઈ જાય છે અનેશેરડી પ્રતિકૂળ હવામાન માં અથવા ફક્ત તેના પોતાના વજન દ્વારા જગ્યાએ જ ખરી પડે છે. ઈયળો એ શેરડીના સાંઠા માં દર કરેલ પણ જોઈ શકાય છે. ગંભીર ઉપદ્રવ અને શેરડીની વૃદ્ધિના પ્રારંભિક તબકકા ના કિસ્સામાં, પુન: રોપણી જરૂરી હોઈ શકે છે.
નજીકના શેરડીના ખેતરોમાં સફેદ ઈયળોના ઉપદ્રવને ઘટાડવા માટે છટકું વૃક્ષો નો ઉપયોગ કરી ભ્રમરોને આકર્ષી અને તેમનો સરળતાથી નાશ કરવો ખૂબ જ અસરકારક છે. જયંતિ (સેસબનિયા સેસબન), તુરી (સેસબનિયા ગ્રાન્ડફ્લોરા), બબૂલ ટોમેન્ટોસા, અસમ (ટામારીન્ડુસ ઇન્ડિકા), જેંગકોલ (પિથેસેલોબિયમ જિરિંગ), અને કાજુ (એનાકાર્ડીયમ ઓકસિડેન્ટલ) નો ઉપયોગ કરી શકો છો. કાજુ નબળી જમીનમાં ઉગે છે અને તે દાણા ઉત્પન્ન કરી શકે છે તેથી તે આદર્શ છે. ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે બ્યુવેરીયા એસપીપી સમાવતા જૈવનાશકો નો પ્રયાસ કરો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્ય રીતે રાસાયણિક નિયંત્રણ માટી જંતુનાશકોની મદદથી કરવામાં આવે છે. ધીમે છુટતા માટી જંતુનાશકો ક્લોરોપાયરીફોસ અથવા ક્લોરોપાયરીફોસ-મિથાઈલ ધરાવતા ઉત્પાદનો ને જો વાવેતર પહેલાં મુળના ભાગમાં લાગુ પાડવામાં આવે તો તે આ ઈયળો સામે અસરકારક થાય છે. જોકે, શેરડી વાઢી લીધા પછી મૂળિયાં માંથી ફૂટતા નવા ફણગાવાળા ખેતરમાં લાગુ કરવું શક્ય નથી.
નુકસાન કેટલાક પ્રકાર ના ભ્રમરો ની ઈયળોને કારણે થઈ શકે છે, જેમાં લેપિંડીઓટ સ્ટીગ્મા સૌથી મહત્વપૂર્ણ છે. ફિલોફેગા હિલેરી, પેચનેસ નિકોબારીકા ,લ્યુકોફોલીસ એસપીપી અને સિલોફોલીસ એસપીપી જેવી અન્ય જાતિઓ પણ હોઈ શકે છે. ઈયળો ક્રીમ સફેદ અને સી આકારના શરીર દ્વારા દર્શાવવામાં આવે છે. જો તેમને ચકાસવામાં ના આવે તો તે જેમ વધે છે તેમ વધુ અને વધુ ખાઉધરી બને છે અને તેને કારણે ગંભીર નુકસાન પરિણમે છે.નુકસાન ની માત્રા જ્યારે તે હુમલો કરે છે ત્યારે તેમની સંખ્યા, તેમની વય, વિવિધ પ્રકારની શેરડી અને તેની વૃદ્ધિના તબક્કા પર આધાર રાખે છે. જૂની શેરડી પર હુમલો ઉપજ માં ઘટાડો પેદા કરે છે.