મકાઈ

કાકડીમાં વાંદો

Diabrotica spp.

જંતુ

ટૂંકમાં

  • ડાળીઓ અને મૂળ પર વાંદોના પોષણ મેળવ્યા હોવાના ડાઘ.
  • ડાળખીઓને નબળી બનાવી દે છે અને તે ઢળી પડે છે.
  • પીળા-લીલાં રંગની વાંદો અને તેની પીઠ પર કાળી પટ્ટીઓ અથવા ડાઘ.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

પુખ્ત વાંદો મુખ્યત્વે પાંદડા અને ફૂલો પરથી પોષણ મેળવે છે, જેથી પરાગધાન તથા અનાજ/શિંગો/ફળના વિકાસમાં અવરોધ પેદા થાય છે. લાર્વા છોડના મૂળ અને તેની રૂંવાટી તથા ડાળીઓ પર પોષણ મેળવે છે અને આ કારણે મૂળની જમીનમાંથી પાણી અને પોષકતત્વો ચૂસવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. ઘણીવાર મૂળની ટોચ છેક છોડની નીચેના ભાગ સુધી ચવાઈ ગઈ હોય છે અને પોલી થઇ ગઈ હોય છે. આ છોડ દુકાળમાં અથવા પોષકતત્વોની કમીમાં ઊગેલ છોડ જેવો દેખાય છે. છોડની વૃદ્ધિના પછીના સમયમાં આમ થવાથી ડાળીઓ નબળી પડી જાય છે અને એકબીજા પર ઢળી પડે છે, જેથી લણણીના સમયે તકલીફ થાય છે. લાર્વાથી થતું નુકસાન તકવાદી જીવોને આકર્ષે છે. Diabrotica ની ઘણી જાતો મકાઈમાં ક્લોરોટિક ડાઘ પડતા વાયરસ અને છોડને નમાવી દેતા બેક્ટેરિયાનાં મુખ્ય રોગ વાહક બને છે. આ બધાનાં કારણે ઉપજમાં વધારે નુકસાન થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નેમાટોડ, શિકારી જંતુઓ (માઈટ, જીવડાંઓ)અને પરોપજીવી માખીઓ તથા ભમરીનો ઉપયોગ આ વાંદોના ઉપદ્રવને નિયંત્રણમાં કરવા માટે કરી શકાય છે. કાકડીમાં પડતી આ વાંદોની સંખ્યા જયારે એટલી વધુ ન હોય તો tachinid fly Celatoria diabroticae નો ઉપયોગ પણ કરી શકાય છે. Beauveria bassiana અને Metarhizium anisopliae ફૂગની કેટલીક જાતો પણ Diabroticaની ઘણી જાતો પર આક્રમક સાબિત થયેલ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. પાકને નુકસાન પહોંચાડતી આ વંદોની વસ્તીને દૂર કરવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે. ખુબ વધારે પ્રમાણમાં વાંદોનો ઉપદ્રવ હોય તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ acetamiprid અથવા fendropathrin જૂથના જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. Pyrethroids દ્વારા બીજ સારવાર કરવી પણ એક વિકલ્પ છે.

તે શાના કારણે થયું?

Diabrotica જાતિ એ સામાન્ય રીતે વટાણા અને મકાઈ જેવા ઘણા મહત્વપૂર્ણ પાકોમાં આક્રમણ કરતા જીવાતોનું સમૂહ છે. કાકડીમાં પડતી વાંદો સામાન્ય રીતે પીળા-લીલા રંગની હોય છે અને તેમની લાક્ષણિકતાના આધારે તેમને બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલા વર્ગમાં સમાવેશ થતી વાંદોની પીઠ પર ત્રણ કાળી પટ્ટીઓ જોવા મળે છે, જયારે બીજા વર્ગમાં શામેલ વાંદોની પીઠ પર બાર કાળા ટપકાં જોવા મળે છે. પુખ્ત વાંદો આજુબાજુના વિસ્તારમાં રહી શિયાળો ગાળે છે અને વસંતઋતુની મધ્યમાં જયારે તાપમાન ઊંચું થવા લાગે છે ત્યારે સક્રિય બને છે. માદાઓ યજમાન છોડની નજીક જમીનમાં પડેલી તિરાડમાં જૂથમાં ઈંડા મૂકે છે. લાર્વા સામાન્ય રીતે પહેલા મૂળ અને પછી કૂંપણ પર પોષણ મેળવે છે, જયારે પુખ્ત વાંદો ખોરાક માટે પાંદડા, પરાગ અને ફૂલો પર આધારિત હોય છે. પર્યાવરણીય પરિસ્થિતિઓનાં આધારે ઈંડાથી પુખ્ત બનવામાં આશરે એક મહિના જેટલો સમય લાગે છે. જેમ તાપમાન વધે છે તેમ વૃદ્ધિનાં સમયગાળામાં ઘટાડો થાય છે. કાકડીમાં પડતી આ વાંદોને પાણી ભરાયેલ ભીનાશ વાળા ભાગ ગમે છે અને તડકાથી તે દૂર ભાગે છે.


નિવારક પગલાં

  • ઋતુમાં મોડે વાવણી કરવાથી ભારે નુકસાનને રોકી શકાય છે.
  • વૈકલ્પિક યજમાન જેવા કે તડબૂચ, કોળા અથવા વટાણાની બાજુમાં તમારા મુખ્ય પાકની વાવણી ના કરશો.
  • વાંદોના જીવનચક્રને તોડવા અને જમીન પર આવરણ બનાવવા પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરો.
  • વાંદોથી રક્ષણ મેળવવા માટે કાઓલીન માટી (kaolin clay)નો ઉપયોગ કરો.
  • જીવાતોનું નિરીક્ષણ કરવા અને તેમને એકસાથે પકડવાં જાળીઓનો ઉપયોગ કરો.
  • લણણી પછી વધેલા કચરાને દૂર કરી તેનો નાશ કરો.
  • રોગપ્રતિકારક પાકો સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો