મકાઈ

યુરોપિયન મકાઇમાં કાણું પાડનાર

Ostrinia nubilalis

જંતુ

ટૂંકમાં

  • પાંદડાની મુખ્ય નસમાં લાર્વાના કારણે નિર્માણ થતું બોગદું.
  • તે કાણાંની ભાત વાળી નુકસાનની લાક્ષણિકતા પેદા કરે છે.
  • કાણાં પડવાથી થતા નુકસાનથી છોડ નબળો બની શકે છે જેનાથી પછી છોડની દાંડી તૂટી શકે છે, અથવા છોડની વૃદ્ધિ અટકી શકે છે, અને ઉપજમાં ઘટાડો થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

લાર્વા છોડના તમામ ભાગોને નુકસાન કરી શકે છે. તેઓ પહેલા મુખ્યતત્વોનું પરિવહન કરતી આંતરિક વાહક પેશીઓનો નાશ કરે છે જેનાથી છોડનો વિકાસ અટકે છે, પાંદડાં ઓછા ઉગે છે અને ઉપજમાં ઘટાડો થાય છે. સાંઠા માં બોગદાની રચનાથી છોડની સહન શક્તિ મંદ પડે છે અને વસાહતનું નિર્માણ થાય છે. ડૂંડામાં કાણાં સાથે ભીનું ભુસુ જોવા મળે છે, દાણાં નુકસાનગ્રસ્ત હોય છે અને તે ખરી શકે છે. તકવાદી જંતુઓ આ નિર્માણ થયેલ છિદ્રોનો વસાહતો નિર્માણ કરવા ઉપયોગ કરે છે અને પછીથી તે પેશીઓમાં સડો નિર્માણ થાય છે. ફુગથી નિર્માણ થતાં ઝેરી દ્રવ્યને કારણે ઉત્પાદનની ગુણવત્તા વધુ બગડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

શિકારી પ્રાણીઓ, પરોપજીવી અને જૈવ-જંતુનાશકોના ઉપયોગથી યુરોપિયન મકાઈમાં કાણાં પાડનાર કીડાની વસતીનું નિયંત્રણ શક્ય છે. ફૂલો પરના પ્રપંચી ફૂદાં(ઓરિયસ ઇનસિડિયસસ), લીલા લેસવિંગ અને અનેક લેડીબર્ડ નો મૂળ શિકારીમાં સમાવેશ થાય છે. ઠંડી દરમ્યાન ટકી રહેતા લાર્વાને પક્ષીઓ પણ 20 થી 30% સુધી દૂર કરી શકે છે. લાયડેલા થોમ્પસોની તેચીનીડ માખી અને એરીબોરસ ટેરેબ્રેન્સ, સિમ્પીએસિસ વિરીડુલા અને મેક્રોસેન્ટ્રીસ ગ્રાન્ડી પ્રજાતિની ભમરીનો પરોપજીવીમાં સમાવેશ થાય છે. સ્પીનોસેડ અથવા બેસિલસ થુરીનજેનેસીસ પર આધારિત જૈવ-જંતુનાશકો પણ સારું કામ આપી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

કાણાં પાડનાર કીડાની વસ્તીનું નિયંત્રણ કરવા માટે અસંખ્ય જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે. તેને યોગ્ય સમએ લાગુ કરવા જરૂરી છે. દાણાદાર પેદાશોને પ્રાધાન્ય આપી શકાય. સાયફલુથરિન અને ઈસ્ફેન્વલેરેટ ધરાવતાં ઉત્પાદનો નો પાંદડા અને વિકાસશીલ ડૂંડા પર છંટકાવ કરી શકાય છે. આ હેતુ માટે કૃત્રિમ પાયરીથ્રોઇડનો પણ ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

શિયાળા દરમ્યાન લાર્વા જમીનમાં પાકના કચરામાં ટકી રહે છે આ અને વસંત દરમ્યાન બહાર ફેલાય છે. યુરોપિયન મકાઈમાં કાણાં પાડનાર પુખ્ત કીડા રાત્રી દરમ્યાન સક્રિય હોય છે. નર ફૂદાં પાતળા શરીર સાથે બદામી આભાસવાળા, અને પીળા દાંતા વાળી ભાત સાથે સોનેરી-બદામી રંગની પાંખ ધરાવે છે. માદા ફૂદાં વધુ પાતળા પીળાશ પડતા બદામી રંગના અને સમગ્ર પાંખ પર અનેક ઘાટા રંગના વાંકાંચૂકાં પટ્ટા ધરાવે છે. સામાન્ય રીતે હળવા પવન અને હુંફાળા તાપમાનની અવસ્થામાં તે પાંદડાની નીચેની સપાટી પર સફેદ ઇંડા મૂકે છે. લાર્વા મેલિયા સફેદ કે સોનેરી ગુલાબી રંગના, વાળ વિનાના, કોમળ અને સમગ્ર શરીર પર ઘાટાં ટપકાં ધરાવે છે. તેનું માથું ઘેરા કથ્થાઈ કે કાળા રંગનું હોય છે. તેઓ નીંદણ અને સોયાબીન, મરી અને ટમેટાં જેવા વૈકલ્પિક યજમાનો પર નભે છે. ઓછો ભેજ, રાત્રિ દરમ્યાન ઓછું તાપમાન, અને ભારે વરસાદ ઇંડા મુકવા માટે અને કાણાં પાડનાર કીડાના અસ્તિત્વ માટે હાનિકારક છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરવો.
  • જંતુઓની વધુ વસતી ટાળવા માટે ઋતુની શરૂઆતમાં પાકનું વાવેતર કરવું.
  • ખેતરનું નિયમિતરીતે નિરીક્ષણ કરો અને વધતી વસ્તી ટાળવા માટે ફાંસાનો ઉપયોગ કરવો.
  • ખેતરમાં અને આસપાસમાં નીંદણ દૂર કરવાની સારી પદ્ધતિની ખાતરી કરો.
  • ઠંડી દરમ્યાન માટીમાં અને પાકના કચરામાં ટકી રહેતા પુપેને ખુલ્લા પાડવા માટે ઊંડી ખેડ કરો.
  • જંતુનું જીવનચક્ર તોડવા માટે બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો