Prays oleae
જંતુ
લક્ષણો કેવા હશે તે કયા સમયે ચેપ લાગ્યો છે તેના પર આધાર રાખે છે. પાંદડાને ખાતી પેઢી પાંદડાની બે સપાટી વચ્ચે ટનલ રચે છે અને પાંદડાની નીચેની સપાટી પર ઉત્સર્જિત દ્રવ્ય છોડી દે છે. કેટલીક વાર કાણા પાડીને ખોરાક લેવાથી પદ્ધતિ પણ જોવા મળે છે. ફૂલોને ખાતી પેઢી રેશમ જેવા તાંતણાથી ફૂલોને એક સાથે વીંટીને તેમાં માળો બનાવે છે. છોડી દેવામાં આવેલ ઉત્સર્જિત દ્રવ્ય દ્વારા ખોરાક લેવાની પ્રવૃત્તિની ખબર પડે છે. ફળને ખાતી પેઢીમાં, લાર્વા ઉનાળાની શરૂઆતમાં ઓલિવના ફળમાં દાખલ થાય છે અને જ્યારે જમીનમાં પુપા તરીકે સંપૂર્ણ વિકાસ કરવાનો સમય આવે ત્યારે પાનખરની શરૂઆતમાં તેમાંથી બહાર આવે છે. ફળો અકાળે ખરી પડવા એ ફળોમાં તેના કારણે થતા નુકસાનનું સીધું પરિણામ છે.
આ જંતુ માટે અનેક શિકારીઓ છે અને તેમાં કીડીઓ, ક્રાઇસોપિડ્સ અને ભમરાની કેટલીક પ્રજાતિઓનો સમાવેશ થાય છે જે જંતુની એક અથવા ઘણી પેઢીઓના ઇંડાનો નાશ કરે છે. અન્ય શિકારીઓમાં ઇવાન્સેસ અને એજેનિયાસ્પિસ ફંકસિકોલિસ જેવી વિવિધ પ્રકારની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. બેસિલસ થુરિંગીન્સિસ કુર્સ્ટકી પર આધારિત દ્રાવણો પણ ઓલિવના ફૂદાંની સંખ્યાને નોંધપાત્ર રીતે ઘટાડે છે. ફેરોમોન છટકાં પુખ્ત ફૂદાંને આકર્ષવા માટે ખૂબ જ અસરકારક હોય છે અને તેને દરેક વસંતઋતુની શરૂઆતમાં લગાડવા જોઈએ.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. પ્રજનનમાં અવરોધ નિર્માણ કરતાં અથવા ઇથિલિનના સંયોજનો જંતુનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકે છે. ફૂલો (પ્રથમ પેઢી) ને ખાતા લાર્વા પર ઓર્ગેનોફોસ્ફેટ્સ સાથે સારવાર કરવાથી સારું નિયંત્રણ પૂરું પાડી શકાય છે.
પ્રેય ઓલે પ્રજાતિની ત્રણ જુદી જુદી પેઢીઓના લાર્વા દ્વારા કળીઓ, પાંદડા અને ફળોને નુકસાન થાય છે. પુખ્ત ફૂદાંની આગળની પાંખ ચાંદી જેવા મેટાલિક રંગની રાખોડી અને કેટલીક પ્રજાતિમાં તેના પર કાળા રંગના ટપકાં હોય છે. પાછળની પાંખ એકસરખા રાખોડી રંગની હોય છે. કઈ પેઢીના લાર્વા છે તેના પર આધાર રાખીને તેનો રંગ અને કદ અલગઅલગ હોય છે. આ દરેક ઓલિવ વૃક્ષના ચોક્કસ ભાગમાં સક્રિય હોય છે. પ્રથમ પેઢી (પાંદડાની પેઢી) ના લાર્વા વસંતની મધ્ય ભાગમાં દેખાય છે અને તે કળીઓ અને ત્યારબાદ ફૂલોને ખાય છે. લાર્વાની બીજી પેઢી (ફૂલની પેઢી) ઉનાળાની શરૂઆતમાં બહાર આવે છે અને તે સૌથી વધુ વિનાશક હોય છે. માદાઓ નાના ફળ પાસે થડ પર ઇંડા મૂકે છે, અને યુવાન લાર્વા ઓલિવમાં દાખલ થઇ અને તેને નુકશાન કરે છે, જેનાથી ભારે માત્રામાં ફળ ખરી જાય છે. છેવટે, ફળોમાં ઉત્પન્ન થયેલ પેઢી પાંદડાઓ પર સ્થાનાંતરિત થાય છે, જ્યાં તેઓ પાંદડાંની બંને સપાટી વચ્ચે ટનલ રચે છે.