અન્ય

કાળા રંગનાં સ્કેલ (ભીંગડા)

Saissetia oleae

જંતુ

ટૂંકમાં

  • ઉત્પન્ન થતું ચીકણું પ્રવાહી કીડીઓ અને સૂટી ફૂગને આકર્ષે છે.
  • દૂષિત પાંદડા અકાળે ખરી પડે છે.
  • છોડનો વિકાસ રૂંધાય છે.
  • પાંદડા અને ડાળીઓની નીચે કાળા સ્કેલનો ગઠ્ઠો જોવા મળે છે.

માં પણ મળી શકે છે

6 પાક
જરદાળુ
ખાટાં ફળો
કોફી
ઓલિવ
વધુ

અન્ય

લક્ષણો

કાળી સ્કેલ સામાન્ય રીતે પાંદડા અને ડાળીઓ પરથી મોટા પ્રમાણમાં પોષણ ગ્રહણ કરે છે અને કસ ચૂસી લે છે, જેથી ઝાડમાં નબળાઈ આવે છે અને વિકાસમાં પણ અવરોધ જણાય છે. પોષણ મેળવતી વખતે તે ઘણું બધું ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે, જે આજુબાજુના પાંદડા અને ફળ પર ફેલાય છે, જેથી તેમના પર કાળું આવરણ જોવા મળે છે. આ ચીકણું પ્રવાહી કીડીઓને આકર્ષે છે તથા ગળ્યા પ્રવાહી પર પોષણ મેળવતી સૂટી ફૂગનું ઘર બને છે, જે કારણોસર પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા થાય છે. ખરાબ રીતે અસર પામેલા પાંદડા અકાળે ખરી પડે છે. પુખ્ત જીવાતો પાંદડા અને ડાળીઓ નીચે જોવા મળે છે, જે ઘાટા છીકણી કે છીકણી પડતા કાળા રંગની હોય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

Scutellista caerulea, Diversinervus elegans and Metaphycus helvolus તથા કેટલીક લેડીબર્ડ (Chilocorus bipustulatus) જેવી પરોપજીવી માખીઓ સારી પરિસ્થિતિઓમાં કાળા સ્કેલની સંખ્યાને ઘટાડી શકે છે. સ્થાનિક કુદરતી રાક્ષકોને નુકસાન ન પહોંચે તે માટે બહુમુખી જંતુનાશકોનો ઉપયોગ ટાળો. કાળા સ્કેલ પર નિયંત્રણ માટે કેનોલા તેલ અને ફૂગ આધારિત જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ઝાડની કેનોપીમાં બંને બાજુ ચોંટે તેવી ચીકણી જાળીઓનો ઉપયોગ કરો, જેથી જીવાતોની સંખ્યાનું અનુમાન લગાવી શકાય. જો ઉપદ્રવ વધારે હોય તો, નિયંત્રિત સફેદ ખનીજ તેલ તથા જીવાતના વિકાસને અટકાવતા pyriproxyfenનો ઉપયોગ કરો. chlorpyrifosનો સમાવેશ કરતા ઉત્પાદનોનો પણ સ્પ્રે તરીકે ઉપ્યો કરી શકાય છે.

તે શાના કારણે થયું?

કાળા રંગનાં સ્કેલ (ભીંગડા)માં માદા ૫ મીમીનો વ્યાસ ધરાવે છે અને ઘાટા છીકણી કે કાળા રંગની હોય છે, જેની પીઠ પર H આકારનો ઉપસેલ ભાગ જોવા મળે છે. તે પાનખરના સમયમાં ડીંટા અને ડાળીઓમાં સ્થળાંતર પામે છે અને બાકીના જીવનકાળ દરમિયાન ત્યાં જ રહે છે. યુવા સ્કેલ પીળાથી નારંગી રંગનાં હોય છે અને પાંદડા તથા ડીંટા પર જોવા મળે છે. તે હલનચલન તથા હવા દ્વારા ફેલાય છે અને પાંદડાની નીચેની બાજુએ નસની બાજુમાં અથવા અંકુર પર બેસે છે. તે મોટેભાગે ઉત્તર દિશામાં, ઝાડની કાપ્યા વગરની બાજુએ બેસે છે. જયારે વ્યવસ્થિત આકાર અપાયેલ ઝાડ પર ભાગ્યે જ તેની હાજરી જોવા મળે છે. દર વર્ષે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓ એક કે બે પેઢી ઉત્પન્ન કરે છે, સારી પિયતવાળા બાગમાં બે પેઢી પૂર્ણ થાય છે. વૈકલ્પિક યજમાનોમાં સાઈટ્ર્સ, પીસ્તા, નાસપતી, stone fruit trees અને દાડમનો સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • કાળા સ્કેલના ઉપદ્રવની ચકાસણી માટે નિયમિત રીતે ઓલીવ (જેતૂન) ના વૃક્ષનું ધ્યાન રાખો.
  • ઝાડને સમયાંતરે થોડા થોડા કાપવાથી હવાની અવરજવર બની રહે છે અને કાળા સ્કેલના જીવનચક્રમાં અવરોધ ઉત્પન્ન થાય છે.
  • ઓછા ઉપદ્રવના કિસ્સામાં, છોડના ચેપગ્રસ્ત ભાગોને હાથથી વીણીને તથા જીવાતોને દબાવીને મારી શકાય છે.
  • ચેપગ્રસ્ત વૃક્ષના ભાગોને દૂર કરી અને તેમને બાળી નાખો અથવા બાગથી ખૂબ દૂર જમીનમાં ઊંડે દાટી દો.
  • જંતુનાશક કુદરતી રક્ષકોને અસર કરતા હોવાથી તેમનો વધુ પડતો ઉપયોગ ટાળો.
  • થડને ગોળફરતે ચીકણી પટ્ટી લગાવી કીડીઓને ઝાડથી દૂર રાખો.
  • સમયાંતરે ઝાડને આસપાસથી કાપો, જેથી બધા ઝાડ એકબીજાના સંપર્કમાં ન આવી જાય.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો