ઓલિવ

ઓલિવમાં સાઇલીડ (જૂ જેવા નાના જંતુ)

Euphyllura olivina

જંતુ

ટૂંકમાં

  • સાઇલીડ કળીઓ, ફૂલો, કુમળા અંકુર, અને નાના ફળની પેશીઓને ખાઈ તેને નુકસાન પહોંચાડે છે.
  • બહાર નીકળતું મધ જેવું દ્રવ્ય મેસ જેવા આવરણના રોગને આકર્ષે છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયાને ઘટાડે છે.
  • મીણ જેવા સ્રાવના કારણે ફૂલ અને નાના ફળ ખરી પડે છે.

માં પણ મળી શકે છે

1 પાક
ઓલિવ

ઓલિવ

લક્ષણો

ઓલિવ સાઇલીડ ઓલિવના વૃક્ષોને ત્રણ રીતે અસર કરે છે: પ્રથમ કળીઓ, ફૂલો, કુમળા અંકુરો અને નાના ફળોને સીધેસીધા ખાઈને; બીજું, પેસીઓમાંથી સત્વ ચુસવાના કારણે તેમાંથી વિપુલ માત્રામાં મધ જેવું દ્રવ્ય ઉત્પન્ન થાય છે, જેના પરિણામે મેસ જેવા આવરણના રોગનો વિકાસ થાય છે અને પાંદડાની પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઘટાડો થાય છે. છેવટે, ઓલિવ પર ફૂલો અને ફળો આવવાના સમય દરમિયાન, બાળકીડા મીણ જેવો સ્રાવ કરે છે જેનાથી ફૂલો અને નાના ફળો અકાળે ખરી પડે છે. આ જંતુ ની વધુ વસતી કુમળા વૃક્ષોના વિકાસને અટકાવી શકે છે અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ગંભીર અસર પામેલ વૃક્ષોમાં 30 થી 60% જેટલું નુકશાન થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સાયલેફેગાસ યુફાઇલુરે જેવી પરોપજીવી ભમરી, એન્થકોરીસ નેમોરેલીસ જેવા શિકારી કીડાં , લેસવિંગ ક્રાઇસઓપ્રેલા કાર્નેસ અને કોક્સિનેલા સેપ્ટમ્પંક્ટાટા લેડી બીટલ ઓલિવમાં રહેલ સાઇલીડની વસતીને ઘટાડે છે. વ્યાપક અસર કરતાં જંતુનાશકોના કારણે આ જાતિઓ નાબૂદ થાય નહીં તેની કાળજી રાખો. કોઈપણ અવશેષ બાકી ન રાખે તેવા, આવરણ નિર્માણ કરતા કાર્બનિક જંતુનાશકો માં લીમડાનું તેલ અને બાગાયતી તેલ આધારિત જંતુનાશક સાબુનો સમાવેશ થાય છે જે સાયલિડ્સ સામે સારું કામ આપે છે. જંતુઓ તેમનું રક્ષણાત્મક મીણ નિર્માણ કરે તેની પહેલાં આને લાગુ કરવું જોઈએ. ચેપગ્રસ્ત વિસ્તારોને કાપીને હવાઉજાસ વધારી શકાય અને આ રીતે સાયલિડ્સને સૂર્યપ્રકાશમાં ખુલ્લા કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. સમયસર જંતુનાશકોનો છંટકાવ સાયલ્સિડ્સ સામે અસરકારક રહે છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત છેલ્લા ઉપાય તરીકે જ કરવો જોઈએ. મીણ જેવું આવરણ જંતુઓને રક્ષણ પૂરું પાડે છે તેનીથી જંતુઓ તેનું નિર્માણ કરે તે પહેલાં જ આ ઉત્પાદનો લાગુ કરવા જોઈએ.

તે શાના કારણે થયું?

ઓલિવમાં રહેલ સાઇલીડ (જૂ જેવું જંતુ), યુફાઇલુરા ઓલિવિના, ની ખોરાક લેવાની પ્રક્રિયાના કારણે લક્ષણો નિર્માણ થાય છે. પુખ્ત કીડા ઓલિવના થડમાં આશ્રય મળી રહે તેવા વિસ્તારોમાં ઠંડી ઋતુ દરમિયાન ટકી રહે છે. તે થોડા શ્યામ, લગભગ 2.5 મીમી કદના અને આગળની પાંખ પર ઘેરા રંગના નાના ટપકાં ધરાવે છે. માદા કીડાં વસંત ઋતુ દરમિયાન નવા અંકુર અને કળીઓ પર 1000 જેટલા ઇંડા મૂકી શકે છે. બાળકીડાં સપાટ, લીલા શ્યામ રંગના, અને સફેદ મીણ જેવું આવરણ ધરાવે છે જે તેમને રક્ષણ આપે છે. 20 થી 25° ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના તાપમાને, લગભગ ત્રણ મહિનામાં તેઓ તેમનો જીવનકાળ પૂર્ણ કરી શકે છે, અને આવી અનુકૂળ પરીસ્થિતિમાં વર્ષમાં ત્રણ પેઢી સુધી પહોંચી કરી શકે છે. સાયલિડ્સ ગરમ તાપમાને (27 ડિગ્રી સેલ્સિયસથી ઉપર), ઓછા સક્રિય હોય છે અને 32 ડિગ્રી સેલ્સિયસ થી વધુ તાપમાને તેમનો મૃત્યુદર વધુ હોય છે. બાળ અને પુખ્ત વયના કીડાંના ખોરાક લેવાના કારણે છોડની વાહકપેશીઓ નાશ પામે છે અને છોડ તેના બધા ભાગોમાં પોષક તત્વો પહોંચાડવામાં સક્ષમ રહેતો નથી. મોર આવવાના સમયે આ એક મોટી સમસ્યા બની જાય છે જેના કારણે, જે ફળ અને ઉપજને અસર કરે છે.


નિવારક પગલાં

  • વસંતની શરૂઆત થતાં જ, ઓલિવમાં સાયલિડની વસતી જોવા માટે છોડનું નિયમિત રૂપે નિરીક્ષણ કરો.
  • સાઈલિડ્સને પકડવા માટે ચોંટી જવાય તેવા છટકાંની ભલામણ કરવામાં આવે છે.
  • વ્યાપક અસર કરતાં જંતુનાશકોના વધુ પડતાં ઉપયોગથી સાઇલિડ્સ માટેના શિકારી જંતુઓ નાબૂદ ન થાય તેનું ધ્યાન રાખો.
  • વૃક્ષો વચ્ચે પૂરતી જગ્યા રાખો.
  • સાઇલિડ માટે પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ કરવા માટે, પાંદડાંમાં સારો હવાઉજાસ અને પૂરતો સૂર્યપ્રકાશ રહે તેની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો