Sparganothis pilleriana
જંતુ
ફાલ આવવાના સમયમાં એસ. પીલરીયાના ની ઈયળ કળીઓમાં પ્રવેશ કરે છે, અને તેને પોલી બનાવે છે. જો ઉપદ્રવ કળીઓ આવ્યાં બાદ થાય તો, તે પાંદડા, અંકુર અને ફૂલોને વ્યાપક નુકસાન કરી શકે છે. કેટલાક પાંદડા રેશમ જેવા તાંતણાથી વણાયેલ હોય છે, અને આ માળખાં લાર્વા આશ્રય લે છે અને બહાર નીકળી અન્ય પાંદડાનો ખાવા માટે ઉપયોગ કરે છે. ભારે ઉપદ્રવના કિસ્સામાં, પાંદડાની નીચેની સપાટી ચાંદી જેવી લાક્ષણિકતા મેળવે છે અને પાંદડાની દાંડીમાં લાલ રંગનું વિકૃતિકરણ થાય છે. નુકસાન પામેલ અંકુરની ટોચ કરમાય છે અને નાશ પામે છે, તથા ગંભીર કિસ્સાઓમાં પાનખર નિર્માણ થઇ શકે છે. દ્રાક્ષના જુમખા પર પણ, હુમલો થઈ શકે છે અને તેનાં ફળો મોટી સંખ્યામાં રેશમ જેવા તાંતણામાં ગુંથાયેલ જોવા મળે છે. જો ઈયળને વિક્ષેપિત કરવામાં આવે તો, દા.ત. પાંદડાનો માળો ખોલીને, તેઓ આગળ કૂદકો મારી અને રેસાનો સ્ત્રાવ કરી પોતાની જાતને જમીન પર લઇ જાય છે.
એસ પીલરીયાના ના કુદરતી શિકારીઓ માં પરોપજીવી ભમરી અને માખીઓ, લેડીબગ, અને કેટલાક પક્ષીઓની લાંબી યાદીનો સમાવેશ થાય છે. વ્યાપક પણે અસર કરતાં જંતુનાશકોના ઉપયોગથી આ પ્રજાતિઓના જીવન ચક્રને ખલેલ ન પહોંચે તેની ખાતરી કરો. સ્પીનોસેડ ધરાવતાં ઓર્ગેનીક પ્રવાહીની પણ ભલામણ કરવામાં આવે છે. બેયુવેરીયા બેસીયાના ફૂગ ધરાવતા પ્રવાહીથી પણ લાર્વા ને અસર થાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.વસ્તી નિયંત્રણ માટે સક્રિય ઘટકો ક્લોરપિરિફોસ ,એમામેકટીન , ઈંડોક્ષકાર્બ અથવા મેટોક્સિફાઇનોસિડ સમાવતા ઉત્પાદનો નો સમયસર છંટકાવ કરી શકાય છે.
લાંબા ઇન્દ્રિયયુક્ત કીડા, સ્પેરગેનોથીસ પીલરીયાના ની ઈયળને કારણે લક્ષણો નિર્માણ થાય છે. પુખ્ત ફૂદાંને ત્રણ લાલ-કથ્થઈ છેદક પટ્ટાવાળી પીળા રંગની આગળની પાંખો, અને એકસરખી રાખોડી રંગની પાછળની પાંખો હોય છે. તેને વાર્ષિક એક પેઢી હોય છે અને વેલો પર નભતાં અન્ય ફૂદાંની સરખામણીમાં તે નીચુ તાપમાન પસંદ કરે છે. માદા સાંજના સમયે વેલાના પાંદડાની ઉપરની બાજુ પર ઇંડા મૂકે છે. ઈયળ, રાખોડી-લીલા અથવા લાલ રંગની, 20-30 મિમિ લાંબી અને શરીરને આવરી લેતા વાળ ધરાવે છે. તે ઠંડી દરમ્યાન દ્રાક્ષના થડની છાલ હેઠળ નાના મુલાયમ કોશેટામાં, આધારના લાકડાંમાં અથવા વૈકલ્પિક યજમાનોના પાંદડા હેઠળ ટકી રહે છે. વસંતના મધ્યમાં ઉદભવ પામ્યા પછી, રેશમ જેવા તાંતણાના જાળામાં ગુંથાઇને, તેઓ 40-55 દિવસ માટે તે પાંદડાને ખાય છે. સામાન્ય રીતે મધ્ય ઉનાળા પછી, 2-3 અઠવાડિયા માં ફૂદાં બહાર આવે છે. એસ. પીલરીયાના લગભગ 100 પ્રકારના વિવિધ યજમાનો ને અસર કરે છે, દા.ત. બ્લેકબેરી, ચેસ્ટનટ, કઠણ ફળની પ્રજાતિઓ, ક્વિન્સ અને બ્લેક એલ્ડર.