અન્ય

દ્રાક્ષમાં ફૂદાં

Lobesia botrana

જંતુ

ટૂંકમાં

  • યુવાન લાર્વા ફૂલો અને રેશમ જેવું માળખું, જેને “ગ્લોમેરુલ્સ” કહેવાય છે, તેની પર નભે છે.
  • વૃદ્ધ ઇયળો દ્રાક્ષમાં પ્રવેશ કરે છે અને તેને પોલી બનાવે છે, તથા છાલ અને બીજને ખુલ્લા પાડે છે.
  • દ્રાક્ષો વચ્ચે પુષ્કળ રેશમના તાંતણા હોય છે.

માં પણ મળી શકે છે

2 પાક

અન્ય

લક્ષણો

વસંતના અંતમાં અથવા ઉનાળાની શરૂઆતમાં લાર્વા એક જ ફૂલની કળીઓ પર નભે છે. બાદમાં, દરેક લાર્વા રેશમ જેવા તાંતણાથી અનેક ફૂલની કળીઓને એક સાથે જોડી જાળા જેવું માળખુ રચે છે, જેને "ગ્લોમેરુલ્સ" કહેવાય છે અને તે નરી આંખે પણ જોઈ શકાય છે. કારણકે તેઓ તેમના આશ્રય સ્થાનની નીચે ફૂલો પર નભે છે, તેથી તેઓ વિપુલ પ્રમાણમાં પાવડર જેવું ભુસુ નિર્માણ કરે છે જે પણ નરી આંખે સ્પષ્ટપણે જોઈ શકાય છે. બીજી પેઢીની લાર્વા (મધ્ય ઉનાળામાં), પહેલા દ્રાક્ષને બહારથી ખાય છે. પરંતુ પછી તે દ્રાક્ષમાં પ્રવેશ કરે છે અને તેને પોલી બનાવે છે, અને માત્ર છાલ અને બીજ જ રહી જાય છે. ત્રીજી પેઢીની લાર્વા (ઉનાળાના) દ્રાક્ષના ફળોની અંદર અને જુમખાને ખાઈને મહત્તમ નુકશાન પહોંચાડે છે, જે પછી ધીમે ધીમે સુકાઈ જાય છે. દ્રાક્ષની આસપાસ રેશમી તાંતણાં હોય છે જે તેને પડતા રોકે છે. ખોરાકના કારણે થતું નુકસાન તેમને કેટલીય વિવિધ પ્રકારની તકવાદી ફૂગ અથવા જંતુઓ દા.ત. રેઈસીન ફૂદાં (કાદરા ફીફૂલીલેલાં), ફળની માખી અને કીડી સામે ખુલ્લા કરે છે. સામાન્યરીતે વધતી કુંપણો, અંકુર અથવા પાંદડા પર લાર્વાથી નુકસાન જણાતું નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ જંતુ વસતી નિયંત્રિત કરવા માટે દ્રાક્ષમાં કેટલાક જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જેમાં કુદરતી જંતુ વૃદ્ધિ નિયમનકારો, સ્પીનોસીન્સ, અને બેસીલસ થુરીનજેનેસીસ પર આધારિત પ્રવાહીનો સમાવેશ થાય છે. ટેકિનિડ માખીઓ ની પ્રજાતિ જેવા પરોપજીવી અને વિવિધ પ્રકારની શિકારી ભમરી(100થી વધુ) ને એલ. બોત્રાના ની વસતી નિયંત્રિત કરવા માટે અસરકારક રીતે વાપરી શકાય છે. પરોપજીવીની કેટલીક પ્રજાતિઓ દ્રાક્ષના ફુદાંના લાર્વાને 70% સુધી મારી શકે છે. આ પ્રજાતિઓને દ્રાક્ષના વેલામાં છોડી શકાય છે. ફેરોમોનનું સંગઠનાત્મક વિતરણ કરીને ફુદાંના સમાગમમાં ભંગાણ પાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વિસ્તૃત અસર કરતાં કેટલાક જંતુનાશકો (ઓર્ગેનોક્લોરીનસ, કાર્બેમેટ્સ, ઓગનોફોસ્ફેટ અને પાયરીથ્રોઇડસ) એલ. બોટ્રાનાની વસ્તીનું નિયંત્રણ કરવા માટે વાપરી શકાય છે, પણ તે લાભદાયી શિકારી ફૂદાં અને તેના લાર્વાની પ્રજાતિનો પણ નાશ કરે છે. આ પગલાં જૈવિક અથવા રાસાયણિક નિયંત્રણ સાથે જોડાઈને લેવાની જરૂર છે.

તે શાના કારણે થયું?

લોબેસીયા બોટ્રાના ફૂદાંની ઈયળની ખાવાની પ્રવૃત્તિ દ્વારા લક્ષણો નિર્માણ થાય છે. પુપે છાલ હેઠળ મુલાયમ કોશેટામાં, સૂકી પાંદડાની નીચેની સપાટી પર, જમીન પરની તિરાડો અથવા વેલાના કચરામાં ઠંડી દરમ્યાન ટકી રહે છે. પુખ્ત કિડાંને મોઝેક-ભાટવાળી આગળની પાંખો હોય છે, રાતા-ક્રીમ રંગના, રાખોડી, કથ્થાઈ અને કાળા રંગના ચિત્તદાર ડાઘ ધરાવે છે. પાંખોની બીજી જોડી રાખોડી રંગ સાથે જાળીવાળી કિનારી વાળી હોય છે. પહેલી પુખ્ત પેઢી જ્યારે 10 થી 12 દિવસ સુધી તાપમાન 10 ° સે ની સીમા કરતાં વધુ હોય છે ત્યારે બહાર આવે છે. 26-29 ° સે તાપમાનત અને 40 થી 70% સુધીનો ભેજ વિકાસ માટેની શ્રેષ્ઠ પરિસ્થિતિ છે. લાર્વા ફૂલના આવરણમાં કાણું પાડી તેના અંકુર અંકુર સુધી પહોંચે છે અને તે દ્રાક્ષના ઝુમખાંની મુખ્ય દાંડી માં પણ દાખલ થઈ શકે છે અને તેને સુકવી નાખે છે. વૃદ્ધ ઈયળો રેશમી તાંતણાથી ફાળો પર જાળું બનાવે છે અને પછી તેમાં નાના નાના કોળિયા ભરે છે અથવા તેમાં પ્રવેશ કરે છે. જે તે પ્રદેશમાં ઉનાળાના સમયગાળા પર આધાર રાખીને આ ફૂદાંની દર વર્ષે 2-4 પેઢી હોઈ શકે છે.


નિવારક પગલાં

  • તમારા દેશમાં રહેલા સંસર્ગનિષેધ વિનિયમોથી પરિચિત રહો.
  • તંદુરસ્ત વાવેતર અથવા કલમની સામગ્રીનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો, સ્થિતિસ્થાપક જાતો ઉગાડો.
  • વસંત ઋતુના અંત ભાગ પછી દ્રાક્ષના વેલાનું સપ્તાહમાં એક વાર નિરીક્ષણ કરો.
  • ફૂદાંની સંખ્યા નક્કી કરવા માટે ફેરોમોન ટ્રેપ્સનો ઉપયોગ કરો.
  • ટોચના વેલાની કાપણી અને નકામા પાંદડા ઉતારી લેવાની ખેતીની પદ્ધતિ, વેલામાં હવાની અવરજવર સુધારે છે.
  • યોગ્ય માત્રામાં સિંચાઈ પુરી પાડો.
  • નીચેના ભાગને જમીનથી ઉંચો રાખવાથી હિમ સામે રક્ષણ મેળવી શકાય છે.
  • બગીચાને નીંદણથી સ્વચ્છ રાખો.
  • જંતુની વધુ વસ્તી ટાળવા માટે લણણીનો સમય કાળજીપૂર્વક પસંદ કરો.
  • વ્યાપકપણે અસર કરતાં જંતુનાશકો, જે લાભદાયી હિંસક પ્રજાતિઓનો પણ નાશ કરી શકે છે, તેથી તેનો ઉપયોગ ટાળો.
  • વાડી વચ્ચે છોડની કોઇ પણ ચેપી સામગ્રીનું પરિવહન કરવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો