Argyrotaenia ljungiana
જંતુ
વસંતઋતુના પ્રારંભમાં, ઈયળ વિકાશ પામતી ફૂલની કળીઓ અને કુમળા પાંદડાંના પેશીઓ વચ્ચેના ભાગને ખાય છે, જેનાથી પાંદડાની સપાટી હાડપિંજર જેવી બને છે. શરૂઆતમાં મોર આવવાના સમય દરમિયાન, જુના લાર્વા માળખામાં દાખલ થાય છે અને તેનાં રસ ઝરતાં ફળો સાથે અનેક પાંદડાને લઈ જાળું રચી માળો બનાવે છે. તેઓ અંદરથી ખોરાક લઈ ફળની સપાટી પર ઉઝરડા બનાવે છે અથવા ફળમાં પ્રવેશ કરે છે. પાંદડાં અને ફળોની ઇજાને ઉપરાંત, આ નુકસાનથી તકવાદી જીવાણુઓ આકર્ષાય છે કે જે પેશીઓમાં વસાહત બનાવે છે, અને પરિણમે સડો નિર્માણ થાય છે. દ્રાક્ષના વેલા ઉપરાંત, આ પિઅર અને સફરજનના વૃક્ષો માટે પણ એક સામાન્ય જંતુ છે. વૈકલ્પિક યજમાનોમાં મેલો, કર્લી ડોક, સરસવ, અથવા લ્યુપીન નો સમાવેશ થાય છે. ઓટ અને જવ ના પાકને અવરતા વેલા પણ આ જંતુ માટે આકર્ષક છે.
પરોપજીવી ભમરીની કેટલીક જાતિ જેવી કે ટ્રાયકોગ્રામા અને એકસોચસ નિગરીપેલપસ સબોબસ્કૂરસ, તેમજ કરોળિયા ઘણી પ્રજાતિઓ લાર્વા પર નભે છે. બેસીલસ થુરીનજેનેસીસ અને સ્પીનોસેડ પર આધારિત કાર્બનિક ફોર્મ્યુલાનો છંટકાવ જૈવિક રીતે સ્વીકાર્ય વ્યવસ્થાપનનું સાધન છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મીથોકસીફેનોઝાઇડ, ક્લોરેન્ટરેનીલીપ્રોલ, ક્રાયોલાઇટ અને સ્પાયનેતોરમ જેવા સક્રિય ઘટકો ધરાવતા દ્રાવણનો છંટકાવ ટાર્ટરીક્સ ફૂદાં સામેઅસરકારક બની રહે છે.
પાંદડાં અને રસાળ ફળો પર પોલીફેગોસ પ્રજાતિ આર્ગેરોટેનીયા ઇજુન્ગીયાના ની ખાવાની પ્રવૃત્તિને કારણે લક્ષણો નિર્માણ થાય છે. પુખ્ત કીડાની પાંખનો ઘેરાવો 15 મિમિ હોય છે અને થોડા ઘાટા પટ્ટા સાથે આછા કથ્થાઈ રંગની આગળની પાંખ અને સૂકા ઘાસ જેવા રંગની પાછળની પાંખ હોય છે. ઠંડી દરમ્યાન લાર્વા વેલાના થડમાં, જમીન પરના કચરા અથવા જાળાવાળા પાંદડામાં ટકી રહે છે. વૈકલ્પિક રીતે, તે વૈકલ્પિક યજમાન પર ટકી રહે છે. વસંતમાં, માદા 50ની સંખ્યામાં પાંદડાની ઉપલી સપાટી પર ઇંડા મૂકે છે. ઈયળ આછા લીલા રંગની, સહેજ અર્ધપારદર્શક અને પીળાશ પડતાં કથ્થાઈ રંગના માથા વાળી હોય છે. તેઓ પ્રથમ કુમળા પાંદડાંની નસો વચ્ચેનો ભાગ ખાય છે જેનાથી હાડપિંજર જેવો દેખાવ આપે છે. જુના લાર્વા આશ્રય બનાવવા માટે પાંદડાનો ગોળ રોલ વાળે છે અથવા પાંદડા પર જાળા બનાવે છે અને એ કળીઓ અને ફળોને પણ ખાઈ શકે છે. ટોર્ટરિકસ ફૂદાંની દર વર્ષે ત્રણ ઓવરલેપિંગ પ્રજાતિ હોય છે અને આ જંતુ વિકાસના તમામ તબક્કામાં સંપૂર્ણ ઋતુ દરમ્યાન હાજર હોઈ શકે છે.