તુવેર અને મસૂર

પાંદડાં પર જાળા બનાવતાં કીડા

Eucosma critica

જંતુ

ટૂંકમાં

  • જાળાવાળા પાંદડાં.
  • અસરગ્રસ્ત ફૂલો અને શીંગો.

માં પણ મળી શકે છે


તુવેર અને મસૂર

લક્ષણો

પાંદડાં એકસાથે જાળા વડે વીંટળાયેલ હોય છે. ઘણીવાર કળીઓ જાળાની અંદર હોય છે, જે અંકુરના વિકાસને અટકાવે છે. પાંદડા સફેદ બની સૂકાઈ છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વ્યાપક અસર કરતાં જંતુનાશકો ફાયદાકારક જંતુઓને પણ મારી શકે છે તેથી તેનો ઉપયોગ ટાળવાની જરૂર છે. હેલિકોવર્પા કેટરપિલર, શીંગોમાં કાણાં પડતાં ટપકાંવાળા જંતુ અથવા પ્લુમ મોથ ને નિયંત્રિત કરતા રસાયણ પાંદડાં પર જાળા બનાવતાં જંતુનું પણ નિયંત્રણ કરશે.

તે શાના કારણે થયું?

યુકોસ્મા ક્રિટિકા (અગાઉ ગ્રાફોલોથાની ક્રિતિકા) ના લાર્વાના કારણે નુકસાન થાય છે. માદા ફૂદાં, કથ્થઈ રંગના હોય છે જે કળીઓ અને કુમળા પાંદડા પર તેમના ઇંડા મૂકે છે. પછી ક્રીમી-પીળા રંગના લાર્વા પાંદડાઓને એકસાથે જોડી અને જાળાની અંદર જ રહીને કુમળા અંકુરોને ખાય છે. તેમનો વિકાસ પણ આ જાળાવાળા પાંદડાંમાં જ થાય છે. તે સમગ્ર ઋતુ દરમિયાન છોડને અસર કરે છે. જો શરૂઆતના તબક્કે ઉપદ્રવ શરૂ થાય તો પાકને ગંભીર અસર થાય છે. 23° થી 30° ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન જંતુઓના વિકાસ માટે અનુકૂળ હોય છે. તે એક સામાન્ય જંતુ છે અને તેનાથી પાકને વધુ આર્થિક નુકસાન થતું નથી.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારકક્ષમ અથવા સહનશીલ જાતો ઉગાડો.
  • ગલગોટા અથવા દિવેલા જેવા આંતરપાક ઉગાડો.
  • જાળાવાળા પાંદડા માટે તમારા ખેતરનું નિરીક્ષણ કરો.
  • છોડના ચેપગ્રસ્ત ભાગોને એકત્રિત કરી તેનો નાશ કરો.
  • કીટકોની વસ્તીને નિયંત્રિત કરવામાં સહાયરૂપ હોય તેવા કુદરતી શિકારી અને પરોપજીવીને સાચવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો