અન્ય

રૂ જેવા ભીંગડા

Icerya purchasi

જંતુ

ટૂંકમાં

  • પુખ્ત વયના અને બાળ કીડા વનસ્પતિના સત્વ નભે છે અને પુષ્કળ પ્રમાણમાં મધ જેવા ટીપાં ઉત્પન્ન કરે છે.પાંદડા કરમાઈ જાય અને ડાળીઓ નાશ પામી શકે છે.
  • પુષ્કળ માત્રામાં મધ જેવા ટીપાંથી કાળી મેસ જેવું આવરણ બને છે.
  • ઝાડની તાજગીમાં ઘટાડો તથા ફળની ગુણવત્તા અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

માં પણ મળી શકે છે

5 પાક
ખાટાં ફળો
જામફળ
કેરી
ગુલાબ
વધુ

અન્ય

લક્ષણો

પુખ્ત વયના અને બાળ કીડા વનસ્પતિના સત્વ નભે છે અને પુષ્કળ પ્રમાણમાં મધ જેવા ટીપાં ઉત્પન્ન કરે છે. તેઓ ખરેખર સંવેદનશીલ છોડના ડાળી, પાંદડા, ફૂલો અને અંકુરને આવરી લે છે. સત્વ ઓછુંથવાથી પાંદડા મુરઝાય છે અને ડાળીઓ નાશ પામી શકે છે. ખોરાક લેતી વખતે, તે પુષ્કળ માત્રામાં મધ જેવા ટીપાં પણ ઉત્પન્ન કરે છે જે પાંદડાં પર કાળી મેસ જેવું આવરણ નિર્માણ કરે છે. તીવ્ર ઉપદ્રવના કીસ્સમાં, પાંદડા ખરી પડે અને ડાળી નાશ પામે છે, તેમજ પ્રકાશસંશ્લેષણની ક્રિયાનો દર ઘટે છે, જેનાથી ઝાડની તાજગીમાં ઘટાડો તથા ફળની ગુણવત્તા અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

મોટાભાગના નોંધપાત્ર શિકારીમાં લેડીબર્ડ્સ અને લેસિંગ્સ શામેલ છે. ચોક્કસ કુદરતી દુશ્મનોમાં વેદલિયા ભમરો, રોડોલિયા કાર્ડીનાલિસનો સમાવેશ થાય છે, જેના યુવાન નાના લાર્વા ભીંગડાના ઈંડા પર નભે છે અને જુના લાર્વા ભીંગડા ના તમામ તબક્કા પર .પરોપજીવી માખી, ક્રિપ્ટોચેટમ આઈસ્ક્રે, પણ આ ભીંગડા નો ખૂબ અસરકારક પરોપજીવી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ભીંગડા અને ક્રોલર્સ એક જાડા મીણના થરથી ઘેરાયેલા હોય છે, જે તેમને રાસાયણિક જંતુનાશકોથી સારવાર માટે મુશ્કેલ બનાવે છે.આ જંતુ સામે સક્રિય ઘટકો એસેટામિપ્રિડ અને મેલેથોન પર આધારિત ઉત્પાદનોને સમયસર લાગુ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા પછી તરત જ પેટ્રોલિયમ તેલ નો છંટકાવ ક્રોલર્સને છૂટા કરી શકે છે અને છોડની પેશીઓને ખવડાવવાથી રોકી શકાય છે.

તે શાના કારણે થયું?

રૂ જેવા ભીંગડા, આઈસેરીયા પૂરચાસી, સત્વ ચૂસી લે છે જેથી ઝાડમાં આ લક્ષણો દેખાય છે. કેટલાક ભૌગોલિક વિસ્તારોમાં અન્ય પ્રજાતિઓ મુખ્ય હોઈ શકે છે, ઉદાહરણ તરીકે પ્લાનોકોકસ સિટ્રી. આ ભીંગડાની લંબાઈ લગભગ ૧૦-૧૫ મીમી છે અને જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે તે લગભગ ૨ મહિનામાં તેનું જીવનચક્ર પૂર્ણ કરી શકે છે. સ્ત્રીઓ ૧૦૦૦ સુધી ઇંડા પેદા કરી શકે છે, જે પેટમાં રૂ જેવા ઇંડાના કોષોમાં વહન કરે છે અને પાંદડા પર મૂકે છે. ઇંડામાંથી નવીન જ નીકળેલા (અથવા અળશિયા જેવા ) પહેલા પાંદડાં અને કુમળી ડાળીઓ પર નભે છે. જેમ જેમ તે મોટા થાય છે, તે ડાળીઓ અને થડ પર જોવા મળે છે, અને કદાચ જ ફળ પર હોય છે. તેઓ ભેજવાળી, ઠંડી પરિસ્થિતિને પસંદ કરે છે અને ઘટ્ટ છત્રવાળા ખટાશવાળાં ફળના ઝાડમાં સારીરીતે વિકસે છે. જેમ જેમ તેમનો વિકાસ થાય છે, તેઓ જાડા, સુતરાઉ મીણ જેવું આવરણ બનાવે છે જે તેમનું રક્ષણ કરે છે. કીડીઓ જે મધ જેવા ટીપાં પર નભે છે તે ભીંગડા ની સુંદર સંભાળ લે છે અને કુદરતી દુશ્મનોની પ્રવૃત્તિને તોડી નાખે છે. મોરા, બબૂલ અને રોઝમરીનસની પ્રજાતિઓ નોંધપાત્ર વૈકલ્પિક યજમાનો છે પરંતુ તે ઘણાં પ્રકારના ફળ અને વન વૃક્ષો તેમજ સુશોભન ઝાડવાને નુકસાન પહોંચાડે છે.


નિવારક પગલાં

  • ભીંગડાનો ચેપ ચકાસવા માટે બગીચાઓનું નિયમિત નિરીક્ષણ કરો.વૃક્ષ દીઠ અનેક લીલી ડાળીઓ પસંદ કરો અને ઇંડાના કોષો ધરાવતા ભીંગડા માટે દરેક ડાળીનું નિરીક્ષણ કરો.જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને ટાળો, કારણ કે તે રોગના કુદરતી દુશ્મનોની વસ્તીને નકારાત્મક અસર કરી શકે છે.
  • ઝાડની એવીરીતે છાંટણી કરો કે જેથી તેની ઘટામાં સારીરીતે હવાની અવરજવર થઈ શકે.
  • ઝાડમાંથી અને જમીનમાં રહેલ પાકના મૃત અવશેષોમાંથી ચૂસકોને દૂર કરો.
  • રૂ જેવી ફોતરી નિર્માણ કરતી કીડીઓને વાડ કરીને અને ફાંસાનો ઉપયોગ કરીને નિયંત્રિત કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો