Metcalfa pruinosa
જંતુ
પાંદડાની નીચેની સપાટી ઉપર તેમજ ડાળીઓ અને ફળો ઉપર આવેલ સફેદ રંગના, રૂ જેવા અને મીણ જેવા દ્રવ્યના અસ્તિત્વથી આ તીતીઘોડાની હાજરી છતી થાય છે. આ બાળ કીડા દ્વારા નિર્માણ કરવામાં આવતું દ્રવ્ય, ભુલથી ઘણી વખત મેલીબગના અસ્તિત્વના કારણે જોવા મળતા દ્રવ્ય સાથે અથવા રૂ જેવા ભીંગડાંના ચેપ તરીકે ગણી શકાય છે (જે વધુ ગંભીર જંતુ છે). જો કાંઈ પણ શંકા હોય તો એ જાણવામાં મદદરૂપ થશે કે બીજા બધા જંતુઓથી વિરુદ્ધ જ્યારે આ તીતીઘોડા ને ખલેલ પહોંચાડવા માં આવે ત્યારે તે ઉડી જાય છે. પુખ્ત અને બાળ કીડાંને મોંઢાનો ભાગ હોય છે જે છોડના કોષોમાં કાણું પાડવા અને તેનું સત્વ ચૂસવા માટે ઉપયોગમાં લેવાય છે. પુખ્ત કીડા ઘણીવાર સામૂહિક રીતે ખોરાક લે છે અને વધારાની શર્કરા મધ જેવા ટીપા સ્વરૂપે ઉત્સર્જિત કરે છે, જે મેસના આવરણના રોગનો વિકાસ કરે છે. જો આ કીડા વિપુલ સંખ્યામાં હાજર હોય તો સીધી અથવા આડકતરી રીતે તકવાદી ફૂગનો વિકાસ થવાના કારણે, નવા અંકુરનો વિકાસ અટકે છે અને ઝાડ નબળું પડે છે. બીજા સંવેદનશીલ યજમાન છોડ પર લક્ષણો કંઈક જુદા હોઈ શકે છે, જેમકે પાંદડાં પીળા પડવા અને સુકાવા, અંકુરની ટોચ નબળી પડવી અને બીજમાં વિકૃતિ અને કરચલી.
ડ્રાયીનીડ કુટુંબની પરોપજીવી ભમરી , પીસીલોડ્રાયીનસ ટાયફલોસાયબે ,મેટકાલફા પૃઈનોસા ના બાળ કીડા પર તેના ઇંડા મૂકે અને વસ્તી ઘટાડવા માં મદદ કરે છે . સાબુનું દ્રાવણ જંતુના નાના બાળ કીડાના તબક્કા ને પાંદડા પર થી સરકાવી ને જમીન પર પાડી દે છે. વધુમાં, તે પાંદડા પર ના મધ જેવા ટીપા, જે પાછળથી મેસ જેવા આવરણ ની વસાહત નિર્માણ કરે છે, તેને ધોવા માટે આદર્શ દ્રાવણ છે. જોકે, જંતુનાશક સારવાર ની ગેરહાજરીમાં જંતુઓ પાછા આવશે .
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. પુખ્ત કીડાની ગતિશીલતા ને કારણે કેમિકલ નિયંત્રણ મુશ્કેલ છે. સમયસર જંતુનાશકો ને લાગુ કરી બાળ કીડા નું નિયંત્રણ કરવાથી ગાઢ વસ્તીને નિયંત્રિત કરવા માટે નો એક રસ્તો હોઈ શકે છે. સામાન્ય રીતે મેસ જેવા આવરણ નું નિયંત્રણ વધુ ઉપયોગી છે કારણ કે આ સૌથી વધુ નુકસાનકર્તા પરિબળ હોઇ શકે છે. જ્યાં અધિકૃત, પાંદડા અથવા ફળ પર ડેલ્ટામેથ્રિન , પાયરેથ્રોઇડસ અથવા ખેતર ની ઘાર પર ડીમેથોએટ સમાવતા દ્રાવણોનો છંટકાવ જંતુ સામે સારું નિયંત્રણ આપી શકે છે.
મેટકાલફા પૃઈનોસા તીતીઘોડાનાં પુખ્ત અને બાળ કીડાંના કારણે લક્ષણો નીરમાં થાય છે, જે વિવિધ પ્રકારના યજમાન ઝાડ ધરાવે છે અને ખાટાં ફળોના ઝાડ તેમનું એક છે. તે અત્યંત સ્વીકાર્ય જંતુ, અને તે વિવિધ વાતાવરણમાં વિકાસ કરી શકે છે. તે ઉડીને ટૂંકા અંતર સુધી ફેલાઈ શકે છે અને પ્રકાશિત વસ્તુ તરફ ખૂબ જ આકર્ષાય છે. ખેતીની અયોગ્ય પદ્ધતિ અને ખેત મજૂરો ના કારણે તેનો ફેલાવો દૂરના વિસ્તારમાં થઈ શકે છે. પુખ્તકીડા રંગે કથ્થાઈ કે રાખોડી હોય છે અને ચોક્કસ પ્રકારની તેજસ્વી કેસરી રંગની આંખો ધરાવે છે તથા આગળની પાંખો છૂટાછવાયા સફેદ ટપકા સાથે ત્રિકોણાકાર હોય છે. પ્રથમ નજરે ભૂલથી તે ફૂદાં જેવું લાગવું ઘણુ જ સામાન્ય છે. પુખ્ત અને બાળ કીડાં વિપુલ માત્રામાં વાદળી સફેદ મીણથી આવરિત હોઈ શકે છે, કે જે બાદમાંમાં ભરચક સફેદ વાળનું સ્વરૂપ લઇ શકે છે. પાનખર ઋતુમાં માદા, સામાન્ય રીતે ડાળીની છાલ પર રહેલ વર્તમાન ઘાવ પર અથવા નરમ છાલ પર કાણું પાડીને તેમાં 100 જેટલાં ઇંડા મૂકે છે, ઈંડા સેવાય છે અને બાળ કીડાં છોડના કોષો પર નભવાનું શરુ કરે છે. તેઓ સામાન્ય રીતે ખૂબ જ ઓછું નુકસાન કરે છે પરંતુ, જેમ કે કરા દ્વારા, અગાઉથી જ ઘાયલ થેયલ ઝાડ માટે સમસ્યા બની શકે છે.