અન્ય

ભૂમધ્ય ફળ માખી

Ceratitis capitata

જંતુ

ટૂંકમાં

  • ફળ પર કાણાં.
  • અસરગ્રસ્ત ફળ પાકે છે અને સડી જાય છે અથવા ખરી પડે છે.
  • ગળ્યું પ્રવાહી છોડે છે.
  • માખીઓનાં સોનેરી વક્ષ સ્થળ (છાતી) પર કાળા રંગ જેવા ટપકાં હોય છે, ઘાટા રંગનું પેટ અને તેના પર ઘાટી પટ્ટીઓ અને પારદર્શક પાંખો હોય છે.

માં પણ મળી શકે છે

14 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

અન્ય

લક્ષણો

માખીઓ જે સ્થાને ઈંડા મૂકી સેવે છે, ત્યાં તેમના દ્વારા અસરગ્રસ્ત ફળ પર પડેલા કાણાં દેખાય છે. અસરગ્રસ્ત ફળ પાકે છે અને સડી જાય છે, ઘણીવાર તેમાંથી ગળ્યું પ્રવાહી બહાર આવે છે અને ઘણીવાર આ ફળ ખરી પણ પડે છે. તકવાદી ફૂગ આ કાણાં અથવા ચીકણાં પ્રવાહીની આસપાસ વૃદ્ધિ પામે છે. માખીઓનાં સોનેરી વક્ષ સ્થળ (છાતી) પર કાળા રંગ જેવા ટપકાં હોય છે, ઘાટા રંગનું પેટ અને તેના પર ઘાટી પટ્ટીઓ અને પારદર્શક પાંખો હોય છે, જેના પર આછી છીકણી રંગની રેખાઓ અને નાનાં ડાઘ જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કુદરતી રક્ષકો અને પરોપજીવીઓની મદદથી જૈવિક નિયંત્રણને અમલમાં મૂકી શકાય છે. Ceratitis capitata પરોપજીવી ફૂગ (Beauveria bassiana) અને કેટલાક નેમાટોડથી સંવેદનશીલ છે. આ ટ્રીટમેન્ટ (ઉપચાર)નું પરિણામ મોટાભાગે અસરગ્રસ્ત પાક (અથવા ફળ) પર આધાર રાખે છે. ગરમ પાણીની વરાળ (ઉદા. તરીકે ૮ કલાક માટે ૪૪°C), ગરમ પાણી અને ગરમ હવાનું દબાણ, આ બધા વડે વિવિધ ગરમ ઉપચાર અને ઠંડા ઉપચાર ચેપગ્રસ્ત સ્થળેથી આવતાં ફળ માટે અસરકારક સાબિત થઇ શકે છે. આ ઉપચારને સંગ્રહ, પરિવહન કે બંને સમયે ઉપયોગમાં લઈ શકાય છે. જોકે, તે મોટાભાગના ફળોની આવરદા ઘટાડી દે છે. સમયાંતરે સ્પિનોસદનો છંટકાવ પણ પાકનું રક્ષણ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ફળને રક્ષણ આપવા માટે તેમને જંતુનાશકમાં બોળવા તે એક સ્વીકૃત ઉપાય છે. પાકને આવરી લેતો સ્પ્રે પણ એક નિવારક પગલું છે, પરંતુ તે મોંધુ સાબિત થઈ શકે છે. Bait (પ્રલોભન) સ્પ્રે, પ્રોટીન પ્રલોભન (જે માદા અને નર બંનેને આકર્ષે છે) સાથે યોગ્ય જંતુનાશક (malathion) ને ભેળવી જાળીનો ઉપચાર કરવો એ વધુ સ્વીકૃત ઉપાય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો ભૂમધ્ય માખી Ceratitis capitata ના લાર્વાના કારણે જોવા મળે છે. તેના નામથી વિરુદ્ધ, તે ભૂમધ્ય વિસ્તારની જગ્યાએ પેટા-સહારા આફ્રિકાની વતની છે, તે મધ્ય પૂર્વ, દક્ષીણ અને મધ્ય અમેરિકા તથા ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. માદા જીવ પાકેલા ફળ કે બેરીની મુલાયમ છાલમાં કાણું પાડીને તેની નીચે ઈંડા મૂકે છે. ઈંડા સેવ્યા બાદ, ઉત્પન્ન થયેલ લાર્વા ફળનાં માવાની અંદર રહી સામાન્ય રીતે તેને મોટું નુકસાન પહોંચાડે છે, જેથી ફળ ખાવા યોગ્ય રહેતા નથી. તે polyphagous જીવાત છે, મતલબ કે તે ઘણા યજમાન છોડ પરથી પોષણ મેળવી શકે છે. જો તેમને પસંદીદા છોડ ન મળે, તો તેઓ આસાનીથી અન્ય છોડને પણ ચેપગ્રસ્ત કરી શકે છે. તેઓ તકવાદી ફૂગનું વાહન પણ કરે છે અને આ અંગે સાબિતી પણ ઉપલબ્ધ છે. તેઓ આક્રમક પ્રજાતિ છે, જે ઘણા વૈવિધ્યસભર વાતાવરણ અને સરખામણીમાં ઊંચા તાપમાને પણ જીવી શકે છે, ૧૦ થી ૩૦ °C તેમની માટે આદર્શ તાપમાન ગણાય છે.


નિવારક પગલાં

  • જો તમારા બાગમાં આ જીવાત જોવા મળે તો સંસર્ગનિષેધ નિયમોનું પાલન કરો.
  • આ જીવાતોને ચકાસવા અને પકડવાં ફાંસો અથવા ફેરોમેન જાળીઓ લગાવો.
  • તેની હાજરી નિશ્ચિત થયા બાદ તુરંત જ અધિકૃત સંસ્થાને તેના વિશે જણાવો.
  • સંભવતઃ ચેપગ્રસ્ત ફળોને એકથી બીજી જગ્યાએ ના લઈ જશો.
  • ફળ વેચવા લાયક હોય તો, ફળને કાગળ અથવા પ્લાસ્ટિકના આવરણથી ઢાંકી દો.
  • બધા ચેપગ્રસ્ત ફળોને ડબલ થેલીમાં ભરી કચરાના ડબ્બામાં નાખી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો