કપાસ

બોલ વંદા

Anthonomus grandis

જંતુ

ટૂંકમાં

  • ફૂલની કળીઓ પર નાના કાણા, જે છીકણી થઇ જાય છે અને પછી ફૂલ ખરી પડે છે.
  • ફૂલો પીળા પડી જાય છે અને અપરિપક્વ અવસ્થામાં જ ખરી પડે છે.
  • બોલ્સનો અશસક્ત વિકાસ અથવા બોલમાં સડો જોવા મળે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

ફૂલોની કળીઓ પર નાનાં કાણા અને બોલ્સ પર સોજા જેવા ઉપસેલા ભાગ પરથી તેના શરૂઆતી લક્ષણોનો અંદાજો લગાવી શકાય છે. ફળના માળખા જેવા કે કાલા અને બોલ્સને થતા નુકસાનના કારણે અકાળે ફૂલો અને નાનાં બોલ્સ(જેની અંદર લાર્વા હોય છે) ખરી પડે છે. મોટા અને કાણાવાળા બૉલ્સ છોડ પર રહે છે અને ખૂલતા નથી. વૈકલ્પિક રીતે, તેઓ પર તકવાદી જીવાણુઓ દ્વારા હુમલો થઇ શકે છે જેથી તેમાં સડો થઇ શકે છે. વનસ્પતિ વિકાસ તબક્કા દરમિયાન પાંદડીઓ પર પોષણ મેળવતા વંદાના કારણે પરિપક્વ પાંદડા વળી શકે છે અને સુકાઈ જાય છે, પરંતુ દાંડી સાથે જોડાયેલ રહે છે, જેને સામાન્ય રીતે "બ્લેક ફ્લેગ્સ" તરીકે ઓળખવામાં આવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કેટોલક્કસ ગ્રાન્ડિસ જેવી પેરાસીટીક માખીઓ આ પ્રકારના વંદાને અંકુશમાં લેવામાં કામ આવી શકે છે. વધુમાં, બેઉવરિયા બાસિયાના ફૂગ પર આધારિત જૈવિક-જંતુનાશકો, બેસિલસ થ્યુરિંગિએન્સિસ અથવા ચિલો ઇરિડેસન્ટ વાયરસ (સીઆઈવી) બેક્ટેરિયમ પણ લાગુ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સિન્થેટિક પાઇરેથ્રોઇડ જંતુનાશકો અને પદાર્થો જેમ કે ડેલ્ટામાથ્રીનનો ઉપયોગ બોલ વંદાઓને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. ગરમ હવામાનમાં સારવારની અસરકારકતામાં વધારો થઈ શકે છે. ફેરોમૉન જાળીઓનો ઉપયોગ વંદાઓની દેખરેખ અને નિયંત્રણ (જંતુનાશક અથવા જૈવિક-એજન્ટ સાથે) માટે થાય છે.

તે શાના કારણે થયું?

બન્ને પુખ્ત અને યુવાન બોલ વંદાના કારણે નુકસાન થાય છે, જેને એન્થોનૉમસ ગ્રાન્ડીસ કહેવાય છે. પુખ્ત વંદા ૬ mm લાંબા અને પાતળા મોઢાંવાળા હોય છે અને તે ઘેરા, ભૂરા-લાલ અથવા કાળા રંગના જોવા મળે છે. તેઓ કપાસના ખેતરો અથવા નજીકના સુકા વિસ્તારોમાં શિયાળો વિતાવે છે. આ સમયગાળા પછી તેઓ ઉનાળાની શરૂઆત દરમિયાનથી લઇ મધ્ય ઋતુ સુધી બોલના વિકાસના તબક્કામાં કપાસના ખેતરમાં દાખલ થાય છે. વિકાસ પામતા કપાસના બોલમાં માદા વંદા ઇંડા મૂકે છે, સામાન્ય રીતે ચોરસ દીઠ એક ઈંડું મૂકે છે. ક્રીમ-સફેદ રંગના પગ વગરના સી-આકારના લાર્વા સ્ક્વેર અથવા બોલની અંદર લગભગ ૧૦ દિવસ પોષણ મેળવે છે અને પરિપક્વ બને છે. ઉનાળા દરમિયાન ઇંડાથી પુખ્ત વંદા બનવાનું જીવન ચક્ર લગભગ ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે. બોલ વંદા દર વર્ષે ૮ થી ૧૦ પેઢીઓ સુધી વિસ્તરી શકે છે.


નિવારક પગલાં

  • તમારા દેશના સંસર્ગનિષેધ નિયમો વિશે જાણકારી મેળવો.
  • વધુ વસ્તીને ટાળવા માટે ઋતુમાં મોડેથી વાવણી કરો.
  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક અથવા સ્થિતિસ્થાપક જાતો પસંદ કરો (બજારમાં ઘણી ઉપલબ્ધ છે).
  • લક્ષણો ચકાસવા માટે નિયમિત રીતે કપાસના ખેતરની દેખરેખ રાખો.
  • વધારે પ્રમાણમાં ખાતર અને સિંચાઈ ટાળો.
  • અપરિપક્વ બોલ વંદા શરૂઆતી તબક્કાઓ દરમિયાન ગરમી અને ઉત્સર્જનથી સંવેદનશીલ હોય છે.
  • તેથી, બાકી રહેલા લાર્વા અથવા ઈયળોને પ્રતિકૂળ હવામાનની સ્થિતિમાં ખુલ્લા કરવા માટે ખેતરમાંથી કચરો કાઢી, તેને બરાબર ખેડવું જોઈએ.
  • લણણી પછી છોડના અવશેષોને જમીનમાં ન દાટો, તેના બદલે તેને ખેતરમાંથી દૂર કરો.
  • સંભવિત રૂપે સંક્રમિત છોડની સામગ્રીનું એક ખેતરથી બીજા ખેતર સુધી પરિવહન કરશો નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો