અન્ય

મકાઇ, બાજરી અને જુવાર પર દુર્ગંધ મારતો કીડો

Euschistus spp.

જંતુ

ટૂંકમાં

  • પાંદડા પર છિદ્રો વાળી રેખાઓ.
  • અટકેલો વિકાસ.
  • છોડમાં વિકૃતિ.
  • ઉત્પાદનમાં ઘટાડો.
  • કથ્થાઈ રંગનો દુર્ગંધ મારતો પીઠ પર ત્રિકોણાકાર ભાત ધરાવતો કીડો.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

મકાઈમાં દુર્ગંધી કીડા મુખ્યત્વે ધરું અથવા વનસ્પતિના શરૂઆતના તબક્કામાં હુમલો કરે છે. મુખ્ય દાંડી પર નુકસાનને સરભર કરવા માટે રોપાઓ વધારાની દાંડી (શાખામાં ઉમેરો) નિર્માણ કરી શકે છે. કીડાઓની પાંદડાને ખાવાની આદત, પાંદડા પર સમાન્તર છિદ્રો અથવા રેખાઓના પુનરાવર્તનની લાક્ષણિકતા દ્વારા જોઈ શકાય છે. છિદ્રોના કદ અલગ અલગ હોય, પરંતુ સામાન્ય રીતે લંબગોળ અથવા તેમને ફરતે પીળા રંગની આભા ફેલાયેલી હોય છે. જે ભાગ કીડાએ ખાધેલ હશે, તે ભાગ પાતળા, ક્ષીણ થતાં જોવા મળી શકે છે. ભારે ઉપદ્રવવાળા છોડનો આકાર વિકૃત થાય છે, વિકાસ અટકે છે અને ઉત્પાદન ઓછું આવે છે. કાનમાં પણ વિકૃતિઓ, મોડી પરિપક્વતા અને ઘણી વાર દાણો પોલો હોય છે. આ કીડાઓ ખૂબ જ સારીરીતે ઉડી શકે અને પાકમાં સહેલાઈથી ફેલાય છે, પરિણામે ઉત્પાદનને નુકશાન પહોંચે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પરોપજીવી તેચીનીડ માખીઓ અને ભમરી દુર્ગંધી કીડાના ઇંડામાં ઇંડા મૂકે છે અને તેમના લાર્વા પછી ઇંડામાંથી બહાર નીકળી તે કીડા પર નભે છે. પક્ષીઓ અને કરોળિયા પણ ઉપદ્રવને ઘટાડવામાં મદદ કરે છે. નીલગિરીનુંતેલ પણ કીડા અને બાલ કીડા માટે ઝેરી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાયરીથ્રોઇડ જૂથના જંતુનાશકોથી બીજને આપેલી સારવાર થોડું નિયંત્રણ પૂરું પાડે છે અને રોપાઓમાં થતું નુકસાન ટાળવામાં મદદ કરે છે. બાયફેનથરીન પર આધારિત જંતુનાશકોનો પાંદડાં પર છંટકાવ પણ વસતી નિયંત્રિત કરવામાં મદદ કરી શકે.

તે શાના કારણે થયું?

આ કીડાઓની બાબતો તેની પ્રજાતિઓ પ્રમાણે બદલાય છે. આ પુખ્ત દુર્ગંધી કીડા બદામી કવચ આકારના, સાથે ચિત્તદાર કથ્થઈ રંગ ધરાવે છે, ચામડાજેવી પાંખો અને તેમની પીઠ પર એક લાક્ષણિક ત્રિકોણાકાર ભાત હોય છે. ઇંડા પીપ આકારના હોય છે અને પાંદડાં પર જથ્થામાં જોવા મળે છે. બાલ કીડા લગભગ ગોળ, કાળા અને પાંખ વગરના હોય છે. પુખ્ત અને બાલ કીડાઓ તેમના ચૂષકો દ્વારા છોડને નુકશાન પહોંચાડે છે, પેશીઓમાં કાણાં પાડે છે અને સામગ્રીના પાચન માટેના તત્વો અંદર છોડે, અને પછી પાકના ઓગળેલા ભાગને ફરીથી ગળે છે. આનાથી છોડમાં વિકૃતિ નિર્માણ થાય અથવા વિકાસ અટકે છે, અને વસતી વધુ હોય તો બીજા ઘણાંબધાંનું કારણ બને છે. ફળો અને બીજ પર, ખાવાથી ડાઘા અને અપૂર્ણતાના નિર્માણ થાય અને ઉત્પાદનની ગુણવત્તા પર અસર કરે છે. દુર્ગંધી કીડા માટે નીંદણ અને ઘણા અનાજના પાકો જેવા કે સોયાબીન, શાકભાજી અને રાજકો જેવી વૈકલ્પિક યજમાનોની વિશાળ શ્રેણી છે.


નિવારક પગલાં

  • મહત્તમ વસતીથી બચવા વહેલા વાવેતર કરો.
  • ખેતરની વચ્ચે રાખેલ અંતરાય કીડાના સ્થળાંતરને ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને નીંદણ દૂર કરો.
  • લણણી પછી પાકના અવશેષો ખેતરમાંથી સાફ કરો.
  • ખેડાણ ન કરવાથી અથવા લીલા ઘાસની હાજરી ઉપદ્રવનું જોખમ વધારે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો