તુવેર અને મસૂર

તમાકુ કેટરપિલર

Spodoptera litura

જંતુ

ટૂંકમાં

  • લાર્વા પાંદડામાંથી ભરપુર માત્રામાં પોષણ મેળવે છે, અને છોડની શીંગોમાં કાણાં પાડી પાકનું નુકસાન કરે છે.
  • વ્યાપક પ્રમાણમાં ફેલાતા આ લાર્વાથી નોંધપાત્ર નુકસાન થાય છે અને છોડ પરથી પાંદડા ખરી પડે છે.

માં પણ મળી શકે છે

39 પાક

તુવેર અને મસૂર

લક્ષણો

તાજા જન્મેલા લાર્વા પાંદડામાંથી અગ્રિમ રીતે પોષણ પ્રાપ્ત કરે છે, અને પાંદડાની પેશીઓને કાપીને છોડને સંપૂર્ણપણે તોડે છે. પુખ્ત લાર્વા પાંદડા પર વિખેરાઇને રાત્રે પર્ણસમૂહ પરથી પોષણ મેળવે છે. દિવસ દરમિયાન, તેઓ સામાન્ય રીતે છોડના મૂળની આસપાસની જમીનમાં છુપાય છે. પોલી જમીનમાં, લાર્વા મૂળ સુધી પહોંચી શકે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિને કારણે, ફક્ત ડાળીઓ અને શાખાઓ જ વધે છે. લાર્વા અને પુખ્ત જીવાતને ૧૫ થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન માફક આવે છે. જો કે, તેઓ આ તાપમાન શ્રેણીની અંદર ઊંચા તાપમાનમાં વધુ વૃદ્ધિ કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ટ્રીકોગ્રામાચાયલોનિસ, ટેલીનોમસરેમસ અથવા એપેન્ટેલ્સએફ્રિકાસ જેવી પરોપજીવી માખીઓ ઇંડા અથવા લાર્વા દ્વારા પોષણ મેળવે છે. ન્યુક્લિયર પોલિહેડ્રોસિસ વાયરસ (એનપીવી) અથવા બેસિલસ થ્યુરિંગિએન્સિસ પર આધારિત જૈવિક જંતુનાશકો પણ સારી કામગીરી કરે છે. વૈકલ્પિક રીતે, જંતુ રોગકારક ફૂગ નોમ્યુરિયા રિલેઇ અને સેરેટીઆ માર્સેસેન્સનો પાંદડા પર છંટકાવ કરી શકાય છે. ચોખાનું ભૂંસું, ગોળનું પાણી અથવા બ્રાઉન ખાંડ પર આધારિત પ્રલોભન પદ્ધતિનો ઉપયોગ સાંજના સમયે જમીન પર નાખી કરી શકાય છે. લીમડાના પાંદડા અથવા લીંબોળીનું તેલ અથવા અર્ક અને પૉંગમેયાગ્લાબ્રા બીજનો અર્ક સ્પોડોપ્ટેરાલિટરુ લાર્વા સામે ખૂબ અસરકારક છે. ઉદાહરણ તરીકે, અઝાદીરાચીન ૧૫૦૦ પીપીએમ @ ૫ મિલી/લિ અથવા NSKE ૫% ઇંડા મૂકવાના ચરણ દરમિયાન વાપરી શકાય છે, જે ઇંડાને સેવનથી અટકાવે છે.

રાસાયણિક નિયંત્રણ

નિવારક પગલાંઓ સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જંતુનાશકનો વ્યાપક ઉપયોગ કીટમાં પ્રતિકાર ઉત્પન્ન કરી શકે છે. યુવાન લાર્વા પર નિયંત્રણ લાવવા માટે, વિવિધ પ્રકારનાં જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે, ઉદાહરણ તરીકે ક્લોરપિરીફૉસ (૨.૫ મીલી/લિ), એમ્મેક્ટિન (0.૫ ગ્રામ/લિ), ફ્લુબેન્ડેઆમાઇડ (0.૫ મીલી/લિ), અથવા ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ (0.૩ મિલિગ્રામ/લિ) પર આધારિત ઉત્પાદનો, તેમજ ઇન્ડોક્સાર્બ અને બેફાન્થ્રીન. પ્રલોભન પદ્ધતિ પણ અસરકારક રીતે જૂના લાર્વાઓની વસ્તીને ઘટાડે છે, ઉદાહરણ તરીકે ઝેર પ્રલોભન પદ્ધતિ(૫ કિલો ચોખાનું ભુંસું + ૧/૨ કિગ્રા ગોળ + ૫૦૦ મિલિગ્રામ ક્લોરાપિરીફોસ).

તે શાના કારણે થયું?

પુખ્ત ઉધાઈ ભૂખરા રંગનું શરીર અને કિનારીઓ પર સફેદ ઊંચી-નીચી નિશાનીવાળી આગળની પાંખો ધરાવે છે. પાછળના પાંદડા અર્ધપારદર્શક અને સફેદ હોય છે, જે માર્જિન્સ અને નસની આસપાસ છીકણી રેખાઓ ધરાવે છે. માદા સોનેરી છીકણી સ્કેલ દ્વારા ઢંકાયેલ, ઉપલા પર્ણ પર ક્લસ્ટરોમાં એકસાથે સો જેટલા ઇંડા મૂકે છે. તેને સેવ્યા પછી, વાળ વગરના આછા લીલાં રંગના લાર્વા ઝડપથી ફેલાય છે, અને પાંદડાઓ પર પોષણ મેળવવાની શરૂઆત કરે છે. વૃદ્ધ લાર્વા ઘાટા લીલા અથવા ભૂરા રંગના હોય છે, જેની પીઠ પર ઘાટા ડાઘ હોય છે અને પેટ થોડા ચોખ્ખા હોય છે. બંને બાજુઓને જોડતા બે પીળા રંગના પટ્ટા હોય છે, જેની વચ્ચે કાળા ત્રિકોણાકાર ટપકા હોય છે. એક નારંગી પટ્ટો આ ફોલ્લીઓ વચ્ચે પીઠ પર જોવા મળે છે. લાર્વા રાત્રે પોષણ મેળવે છે અને દિવસ દરમિયાન જમીનમાં આશ્રય લે છે. લાર્વા અને પુખ્ત વયની જીવાત ૧૫થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ગુજારો કરે છે, ૨૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેમને વધુ માફક આવે છે. ઓછો ભેજ અને ઊંચું અથવા નીચું તાપમાન નીપજ શક્તિ ઘટાડે છે અને તેમના જીવનચક્રને લંબાવવામાં મદદ કરે છે.


નિવારક પગલાં

  • બજારમાં મળતી સહિષ્ણુ જાતો વાપરો.
  • જંતુઓનો વસ્તીવધારો ટાળવા માટે વહેલા વાવેતર કરો.
  • લાંબા ગાળાના મોસમની મધ્યમાં થતી દુષ્કાળની સ્થિતિને ટાળવા માટે નિયમિતપણે સિંચાઈ કરો.
  • સૂરજમુખી, અળવી અને એરંડા જેવા છોડ ખેતરમાં અને ખેતરની આસપાસ વાવો.
  • ઓસિમમ એસપીપી (બેસિલિકમ) જેવા જંતુનાશક છોડ વાવો.
  • ખેતરની આસપાસ પક્ષીઓ માટે બેસવાના ઠેકાણા બનાવો.
  • ઉધઈને આકર્ષવા માટે ફેરોમોન જાળીનો ઉપયોગ કરો.
  • જંતુઓના ઇંડા, પાંદડા પરના કાણા અથવા લાર્વાની હાજરી જેવા રોગના સંકેતોની તપાસ કરવા નિયમિતપણે ખેતરની ચકાસણી કરો.
  • જંતુનાશક અને બચાવ માટે વાવેલ છોડ અને યજમાન છોડ પર, જો હાજર હોય તો જંતુઓના ઈંડા અને લાર્વાને દૂર કરી નષ્ટ કરો.
  • વાવણીના ૧૫-૨૦ દિવસ પછી નીંદણ દૂર કરો.
  • ખેતી દરમિયાન છોડને કાળજીપૂર્વક પકડો અને તેને નુકસાન અથવા ઈજાથી બચાવો.
  • તમારા ખેતીના સાધનો અને તેમની સ્વચ્છતાની કાળજી લો.
  • ખેતરને બરાબર ખેડો, જેથી સ્પોડોપ્ટેરા લાર્વા કુદરતી જંતુનાશકો અને હવામાન સંબંધિત પરિબળો સામે ઉઘાડા પડી શકે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો