સોયાબીન

સોયબિન પર સ્ટિંક કીડા

Pentatomidae

જંતુ

ટૂંકમાં

  • પાંદડા અથવા થડ પર થોડું પણ સ્પષ્ટ નુકસાન.
  • સ્ટિંક કીડા પરિપક્વતા ના સમય દરમિયાન શીંગો અને દાણા પર નભે છે.
  • દાણા વિકૃત, અવિકસિત બને અથવા અટકી જાય છે.
  • જૂનું દાણાના રંગમાં વિકૃતિ આવે છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

લણણી પહેલાં સ્ટિંક કીડાના ઉપદ્રવને ઓળખવો મુશ્કેલ બની શકે છે. પુખ્ત અને બાળ કીડા સોયાબીનની શીંગો અને બીજ પર હુમલો કરે છે અને પાંદડા અથવા ડાળી પર કોઇ દેખીતું નુકસાનની અસરજોઈ શકતી નથી. લણણી સમયે, વિકૃત, અવિકસિત અથવા અલ્પવિક્સિત બીજ જોઈ શકાય છે. જૂના બીજના રંગમાં વિકૃતિ અને ચીમળાયેલ હોય છે. સ્ટિંક કીડા છોડના અન્ય ભાગો પર પણ નભે છે. જ્યાં જંતુએ કાણું પાડયું હોય ત્યાં નાના કથ્થાઈ અથવા કાળા ટપકાં છોડી જાય છે. ફળ અને બીજની પરિપક્વતામાં ચેડા થાય છે, અને છોડ પર માત્ર થોડી અને નાની શીંગો રહે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સ્ટિંક કીટકોની વસતીને નિયંત્રિત કરવા માટે પરોપજીવી માખીઓ અથવા ભમરી ને પ્રોત્સાહિત કરો. તેઓ સ્ટિંક કીડા પર ઇંડા મૂકે છે. પરોપજીવીના ઇંડા ખાસ કરીને ઘાટા રંગના હોય છે. આ જંતુઓના લાર્વા અંદરથી ઈંડા માંથી બહાર આવતી ઈયળ અને પુખ્ત વયના કીડા પર નભે છે. શિકારી પક્ષીઓ અને કરોળિયા પણ આવા ઉપદ્રવને ઘટાડી શકે છે. તમે નીલગિરીના તેલને પણ વાપરી શકો છો. તે સ્ટિંક કીટકો અને તેમના બાળ કીડા માટે ઝેરી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કોઈપણ જંતુનાશક દવા લાગુ કરતા પહેલા, તમારા ખેતરમાં હાજર કીટકોની સંખ્યા અને પ્રજાતિનું નિરીક્ષણ કરો. જો જરૂરી હોય તો, સ્ટિંક કીટકોની વસતી નિયંત્રિત કરવા પાયરેથ્રોઇડ ધરાવતા ઉત્પાદનનો ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

સ્ટિંક કીટકની ઘણી પ્રજાતિઓ સોયાબીન પર હુમલો કરી શકે છે. એક્રોસ્ટેરનમ હિલારે સૌથી ખરાબ છે. પુખ્ત કીડા 1.3 સે.મી. લાંબી, લીલા રંગના અને તેમનો આકાર ઢાલ જેવો હોય છે. શિકારીને અટકાવવા તેઓ દુર્ગંધ પેદા કરે છે તેથી તેને સ્ટિંક કીડા કહેવામાં આવે છે. તેઓ કુમળી શીંગો અને વિકાસશીલ બીજમાં કાણું પાડવા તેમના મોઢાના ભાગનો ઉપયોગ કરે છે, તેમાં પાચકરસ છોડે છે અને પરિણામે ઉદ્ભવેલ પ્રવાહી ચૂસે છે. બાળકીડા લગભગ ગોળ, પાંખ વગરના અને માથા પર લાલ ટપકાં સાથે કાળા રંગના હોય છે. ઇંડા પીપના આકારન અને જૂથમાં હોય છે.


નિવારક પગલાં

  • સ્ટિંક કિડની વધુ વસ્તી ટાળવા, ઋતુની શરૂઆતમાં વહેલા વાવેતર કરો.
  • નિયમિતપણે જંતુઓની સંખ્યાનું નિરીક્ષણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો