અડદ અને મગની દાળ

સોયાબીનની ઈયળ

Chrysodeixis includens

જંતુ

ટૂંકમાં

  • પાંદડા પર કાળા ટપકાં.
  • પાંદડા પર અનિયમિત રીતે પડેલા કાણાં અને ખરબચડી સપાટી.
  • પુખ્ત ફૂદું ઘેરા કથ્થાઈ રંગની પાંખો, આગળના ભાગમાં કાંસા કે સોનેરી ચળકાટ સાથે કથ્થાઈ રંગના ટપકાં હોય છે.

માં પણ મળી શકે છે


અડદ અને મગની દાળ

લક્ષણો

ઈયળ છોડના કેટલાક ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોવાથી છોડને નુકસાન કરે છે. યુવાન લાર્વા પહેલા પાંદડા ના નીચેના ભાગને ખાય છે અને ઉપલા ભાગને બાકી રાખે છે, જેનાથી ખાવાને કારણે પાંદડામાં બારી નિર્માણ થાય છે, જે કેટલીક વાર 'ખોરાક બારી' તરીકે ઓળખાય છે. મોટા લાર્વા, મોટી શીરાને છોડી, પાંદડાની કિનારીથી શરુ કરી આખા પાંદડાને ખાય છે, જેનાથી પાંદડા પર અનિયમિત રીતે કાણાં તથા ખાડા નિર્માણ થાય છે. પાંદડાની અંદરના છત્ર, છોડના નીચેના ભાગ ખવાઈ જવાથી અસામાન્ય પાનખર સર્જાય છે અને પછી ઉપર તરફ વધે છે. તેઓ ભાગ્યે જ ફૂલો અથવા શીંગો પર હુમલો કરે છે. જોકે, છોડના પાનખરના કિસ્સામાં, લાર્વા સોયાબીનની શીંગોને ખાવાનું ચાલુ રાખે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કુદરતી દુશ્મનો માં પરોપજીવી ભમરીનો સમાવેશ થાય છે જે સોયાબીનની ઈયળ ના લાર્વા પર નભે છે: કોપીડોસોમા ટ્રન્કટેલમ ,કેમ્પોલેટીસ સોનોરેન્સિસ ,કેસીનારિયા પ્લસીએ, મેસોકોરસ ડિસિટરગસ અને માઇક્રોચરોપ્સ ભીમક્યુલટા, કોટેસિયા ગ્રેનાડેન્સિસ અને પેરાસીટોઇડ વોરીયા રૂરાલીસ, પટેલલોએ સીમિલિસ ,તેમજ યુફોરોસેરા અને લેસપેસિયા ની કેટલીક પ્રજાતિઓ. બેક્યુલૉવાઈરસીસ, બેસીલસ થુરીનજેનેસીસ અથવા સ્પિનોસાડ પર આધારિત ઉત્પાદનો નો પણ સોયાબીનની ઈયળ ને નિયંત્રિત કરવા માટે ઉપયોગ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સોયબિન લૂપર જાતે પાક માટે એટલા ઘાતક હોઈ શકતા નથી. સંચાલન માટે નિર્ણય કરતી વખતે, બીજા પાનખર નિર્માણ કરતા જીવજંતુઓને લીધે થતા નુકસાનને ધ્યાનમાં રાખો. જો પાનખર કુંપણના ગાળામાં 40%, કુંપણ થી શિંગો દરમ્યાન 20% અને શીંગો થી લણણી સુધી 35% હોય તો સારવાર માટે ભલામણ કરવામાં આવે છે. ઈન્ડોકસાકાર્બ, મીથોકઝીફેનોઝાઇડ કે સ્પાઈનેતોરામ ધરાવતી દવા ઉપયોગમાં લઇ શકાય. પાયરેથરોઈડ્સ પરિવારની જંતુનાશકોનો ઉપયોગ ટાળો, કારણ કે આ ઉત્પાદનો માટે તે પ્રતિકાર દર્શાવે છે.

તે શાના કારણે થયું?

સ્યુડોપલુસિયા ઇંક્લૂડેન્સ સોયાબીન ઈયળના લાર્વાને કારણે નુકસાન થાય છે. પુખ્ત ફૂદું ઘેરા કથ્થાઈ રંગની પાંખો, જેનો આગળનો ભાગ કાંસા કે સોનેરી ચળકાટ વાળો હોય છે. તેની વચ્ચે બે સુસ્પષ્ટ ચાંદી જેવા રંગના નિશાન જોઇ શકાય છે. માદા ફૂદાં નેવાના નીચેના ભાગમાં, છોડની નીચે અને પાંદડાની છત્રમાં ઈંડા મૂકે છે. લાર્વા લીલા રંગના અને તેમની પાંખો અને પાછળની બાજુએ સફેદ પટ્ટા હોય છે. તેઓ શરીર સાથે અસમાન રીતે વિતરિત પગની ખાસ ત્રણ જોડી (શરીરના મધ્ય ભાગમાં 2, અને એક પાછળની બાજુએ) દ્વારા દર્શાવવામાં આવે છે. આ વ્યવસ્થાથી ચાલતી વખતે લાર્વા તેના પીઠની ખૂંધ બહાર કાઢે છે, જેથી તેનું સામાન્ય નામ 'લૂપર' છે. પુપા પાંદડાની નીચે અંડઘર કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ કે સહિષ્ણુ જાતનો ઉપયોગ કરવો.
  • મોટું નુકશાન ટાળવા માટે, વહેલું વાવેતર કરો અને જે વહેલી પાકે તેવી જાતનું વાવેતર કરો.
  • જંતુઓના ચિહ્નને જાણવા માટે ખેતરનું નિયમિત રીતે નિરીક્ષણ કરો, ખાસ કરીને પાંદડાની નીચી છત્ર પાસે.
  • લાર્વા કે ચેપગ્રસ્ત છોડના ભાગને દૂર કરો અને નાશ કરો.
  • મોસમ દરમ્યાન છોડને તંદુરસ્ત અને ઉત્સાહી રાખો.
  • લાભદાયી જંતુઓની વસ્તીને અસર ન કરે માટે જંતુનાશકોનો નિયંત્રિત ઉપયોગ કરો.
  • જે લાર્વાને ખાતા હોય તેવા પક્ષીઓ માટે ખુલ્લી જગ્યા રાખો અને માળા બનાવો.
  • ફૂદાંને પકડવા અને નિરીક્ષણ કરવા માટે છટકાનો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો