Oulema melanopus
જંતુ
આ ફૂદાંને ઓટ, જવ, અને રાઈ જેવા અનાજ સાથે મજબૂત સંબંધ ધરાવે છે, પરંતુ ઘઉં તેનો મનપસંદ યજમાન છે. તે મકાઈ, જુવાર, અને ઘાસ જેવા વિવિધતા પૂર્ણ વૈકલ્પિક યજમાન પણ ધરાવે છે. લાર્વા પાંદડાની ઉપલી બાહ્ય સપાટીને ખાય છે અને સમગ્ર જીવન ચક્રના નુકસાનનું કારણ બને છે. ચેપના કિસ્સામાં પર્ણદંડ તરફ પાંદડાંના કોષો દૂર થાય છે, જેનાથી પાતળી, લાંબી, સફેદ રંગની રેખાઓ અથવા છટાઓ નિર્માણ થાય છે, જે તેની ખાવાની ટેવની લાક્ષણિકતા દર્શાવે છે. જોકે, સામાન્ય રીતે પુખ્ત ફૂદાં ખોરાક લીધા બાદ અન્ય છોડ અથવા ખેતરમાં સ્થાનાંતરિત થાય છે જેથી એક જ ખેતરને ગંભીર નુકસાન થવું દુર્લભ છે. દૂરથી થી, અસરગ્રસ્ત ખેતર નબળું અને વૃદ્ધ દેખાય છે, પરંતુ સામાન્ય રીતે નુકસાન કુલ વિસ્તારના 40% થી વધતું નથી. આ ફૂડ કેટલાક અનાજ ઉગાડતા પ્રદેશમાં નોંધપાત્ર વસ્તી ધરાવે છે અને પાકના બારમાસી જંતુ હોઇ શકે છે.
જીનસ સ્ટેઇનેરનેમાની કેટલીક પ્રજાતિઓના નેમાટોડ, ઠંડી દરમ્યાન જમીનમાં ટકી રહેતા પુખ્ત ફૂદાં પર હુમલો કરે છે અને વસંત દરમ્યાન તેમની વધુ પ્રજાતિ પેદા થતી અટકાવે છે. જો કે, તાપમાન પર આધાર રાખીને તેમની કાર્યક્ષમતામાં ફરક પડી શકે છે. કેટલાક લેડીબગ પણ ઇંડા અને લાર્વા પર હુમલો કરે છે. તેસિનીડ હયલોમાંયોડેસ ટ્રિએન્ગ્યુલાઇફર પુખ્ત ફૂદાં પર હુમલો કરે છે અને ઓ. મેલોનોપસની વસતી નિયંત્રિત કરવા માટે વ્યાવસાયિક ધોરણે ઉપલબ્ધ છે. ઉપરાંત, લાર્વા ડાયપર્સિસ કારનીફર, લેમોફગસ કર્ટિસ, અને તેતરસટીચર્સ જૂલીસ જેવી શિકારી ભમરી દ્વારા પણનિયંત્રિત કરી શકાય છે. છેલ્લે અનફેસ ફ્લેવીપેસ ભમરી ઇંડા પર હુમલો કરે છે અને તે પણ સારો અંકુશ આપે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ગેમા-સાયહેલોથ્રિનનું સક્રિય ઘટક ધરાવતા જંતુનાશકો મોટે ભાગે આ જંતુના ઇંડા અને લાર્વા પર અસર કરે છે જેથી આ જંતુ સામે સૌથી વધુ કાર્યક્ષમ નીવડે છે. પુખ્ત ફૂદાં જયારે તેના ઇંડા મૂકે અથવા જ્યારે 50% ઇંડામાંથી લાર્વા બહાર આવી ગયા હોય ત્યારે જંતુનાશકોનો છંટકાવ થવો જોઇએ. તેના દુરુપયોગથી શિકારી કિડાં મૃત્યુ પામી શકે છે, અને તેથી ઓ. મેલોનોપસ ની સંખ્યામાં વધારો થઇ શકે છે. ઓ. મેલોનોપસ ની સામે ઓગનોફોસ્ફેટ (માલાથિયોન) અને પાઇરેથ્રોઇડ સમુદાયના અન્ય જંતુનાશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
મુખ્યત્વે ઓઉલેમા મેલેનોપસ ફુદાંના લાર્વાના કારણે નુકસાન થાય છે. પુખ્ત ફૂદાં 5 મિમિ લાંબા અને લાલ માથા અને પગ સાથે ઘેરા ભૂરા રંગથી આવરેલી પાંખ ધરાવે છે. તેઓ ખેતરની બહારના ભાગમાં ફેલાય છે અને ખેતરના શેઢા, પાકના ભુસા, અને ઝાડની છાલની ફાટ જેવા સુરક્ષિત વિસ્તારોમાં ઠંડીનો સમય વિતાવે છે. જ્યારે વસંત ઋતુ દરમ્યાન પર્યાવરણીય પરિસ્થિતિઓ સુધારવા લાગે છે, લગભગ 10° સે તાપમાને તેઓ બહાર આવે છે. હુંફાળી વસંત ઋતુ તેના જીવન ચક્ર માટે અનુકૂળ હોય છે, જ્યારે ઠંડા સમયગાળામાં તે અવરોધાય છે. સમાગમ કર્યા પછી, માદા, પાંદડાની નીચેની સપાટી પર, મુખ્ય શીરા નજીક, આછા પીળા રંગના, નળાકાર ઇંડા મૂકે છે અને આજ ક્રિયાનું લાંબા સમય સુધી (45-60 દિવસ) પુનરાવર્તન ચાલુ રાખે છે. 7-15 દિવસમાં ઇંડામાંથી લાર્વા બહાર આવે છે અને પાંદડાની ઉપલી બાહ્ય સપાટીનો ખોરાક તરીકે ઉપયોગ શરૂ કરે છે, જેનાથી ખુબ જ નુક્શાન થાય છે. તેઓ સફેદ અથવા પીળા રંગના, ખૂંધવાળા, અને કાળા રંગનું માથું અને છ નાના પગ હોય છે. તેઓ 2-3 અઠવાડિયા ખોરાક લીધા પછી વિકાસ પામે છે અને 20-25 દિવસમાં પરિપક્વ ફૂદું બને છે, જે ફરીથી આ જ ચક્ર શરૂ કરે છે.