રીંગણ

રીંગણના પાંદડાને વાળનાર જંતુ

Eublemma olivacea

જંતુ

ટૂંકમાં

  • લાર્વા કુમળા અને નવા ઉગતા પાંદડા પર નભે છે, અને તેને ખરબચડો દેખાવ આપે છે.
  • તાજાં પાંદડાં લંબાઇની દિશામાં ગોળ વળે છે.
  • વળેલા પાંદડાં કથ્થઈ રંગના અને છેવટે સૂકાઈ જાય છે.
  • ગંભીર ચેપના કિસ્સામાં છોડનો સમગ્ર વિસ્તાર કથ્થાઇ રંગનો બને છે અને પાંદડાં ખરી પડે છે.

માં પણ મળી શકે છે

1 પાક

રીંગણ

લક્ષણો

માત્ર લાર્વાના કારણે જ પાંદડાને નુકસાન થાય છે. જ્યાં લાર્વા જોવા મળે, ત્યાં પ્રારંભિક લક્ષણો તરીકે લંબાઇની દિશામાં ગોળ વળેલા પાંદડા જોવા મળે છે. ત્યાં તેઓ પાંદડાની લીલા રંગની આંતરિક પેશીઓને ખાય છે. મોટાભાગે છોડના ઉપરના ભાગોમાં નુકસાન જોવા મળે છે. વળેલા પાંદડાં કથ્થાઈ રંગના, નબળા અને સુકાયેલા બને છે. જ્યારે ગંભીર નુકસાન હોય ત્યારે છોડના તમામ ભાગો કથ્થઈ રંગના બને છે અને પછી તેમાં પાનખર નિર્માણ થાય છે. જો જંતુઓની વસ્તીને નિયંત્રણમાં લેવામાં ન આવે તો આનાથી ઉપજને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. જોકે આ જંતુથી છોડના વિકાસ અને ઉપજને મોટો ખતરો હોતો નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ઉપદ્રવ ઓછો કરવા માટે કોટેસિયા એસપીપી જેવી પરોપજીવી ભમરીની પ્રજાતિઓનો જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત મેન્ટિસ અથવા લાભદાયી ઈન્દ્રગોપ ફૂદાંની પ્રજાતિ પણ શિકારી જંતુઓ તરીકે જીવાતના નિયંત્રણમાં મદદ કરી શકે છે. સ્ટેઇનેરનેમા એસપીપી જેવા નેમાટોડે પણ જંતુના નિયંત્રણમાં મદદ કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા પ્રથમ સંકલિત અભિગમ અપનાવો. રીંગણના પાંદડાને વાળનાર જંતુ ની વસ્તી ઘટાડવા માટે, જો જંતુનાશકો જરૂરી હોય તો, માલાથિયોન ધરાવતા ઉત્પાદનોનો છંટકાવ કરી શકાય.

તે શાના કારણે થયું?

પુખ્ત ફૂદાં મધ્યમ કદના, આછા કથ્થાઈ કે ઓલિવ રંગના અને સાથે આગળની પાંખોની બહારના ભાગે ત્રણ બાજુએ ઘાટા પટ્ટા ધરાવે છે. પાછળની પાંખો સફેદ રંગની અર્ધપારદર્શક હોય છે. માદા ફૂદાં, સામાન્ય રીતે કુમળા પાંદડાની ઉપરની સપાટી ઉપર લગભગ 8-22ના સમૂહમાં ઇંડા મૂકે છે. લગભગ 3-5 દિવસમાં ઈંડામાંથી લાર્વા બહાર આવે છે. તેઓ જાંબલી- કથ્થાઈ રંગના અને પીળા અથવા ક્રિમ રંગની આભાવાળી સ્થૂળ ખૂંધ અને પીઠ પર લાંબા વાળ ધરાવે છે. લાર્વાની વૃદ્ધિ નો સમયગાળો લગભગ ચાર અઠવાડિયાનો હોય છે. પછી તે ગોળ વળેલા પાંદડાની અંદર વિકાસ પામે છે. અને લગભગ વધુ 7-10 દિવસના અંતે પુખ્ત ફૂદાની નવી પેઢી બહાર આવે છે. પર્યાવરણીય પરિસ્થિતિ પર આધાર રાખીને, એક વર્ષમાં 3-4 પેઢી હોઈ શકે છે.


નિવારક પગલાં

  • ઋતુમાં મોડેથી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • ખાતર આપવાની એક સારી પ્રક્રિયા સાથે તંદુરસ્ત છોડ ઉગાડો.
  • કોઈપણ પ્રકારના રોગ અને જંતુના લક્ષણો માટે તમારા છોડ અને ખેતરનું નિરીક્ષણ કરો.
  • ચેપગ્રસ્ત પાંદડાં અને ઈયળને હાથથી વીણી લો.
  • ચેપગ્રસ્ત પાંદડા, ઈયળ અને તમારા કચરાને દૂર કરો અને બાળીને તેનો નાશ કરો.
  • જંતુના કુદરતી દુશ્મનોનો નાશ થાય તે રીતે જંતુનાશકોનો અવ્યવસ્થિત ઉપયોગ કરવો નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો