અન્ય

પૂર્વીય લશ્કરી ઈયળ

Mythimna separata

જંતુ

ટૂંકમાં

  • ખાવાના કારણે રોપા, પાંદડાં અને ડુંડામાં નુકસાન.
  • પાંદડા પર કરવત જેવા દેખાવ.
  • ખોરાકના કારણે નુકશાન થયું હોય ત્યાં ભીના, બદામી ભૂસાની રેખાઓ.
  • અકાળે પાનખર થાય છે.
  • છાતી પર વાળ સાથે બદામી લાલાશ ફુદાની , આગળની પાંખો રાખોડી પીળી અને પાછળની પાંખો ભૂરી-રાખોડી હોય છે.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

ઈયળ કુમળા રોપાઓ અથવા પાંદડા પર નભે છે. પાછળના તબક્કે તે ડાંડા પર પણ હુમલો કરે છે. તેઓ મુખ્યત્વે પાંદડાની ટોચ અને કિનારીને ખાય છે અને મુખ્ય શીરા તરફ આગળ વધે છે જેથી તેને કરવત જેવો દેખાવ આપે છે. ખોરાકના કારણે નુકશાન થયું હોય ત્યાં ભીના, બદામી ભૂસા જેવી રેખાઓ જોઇ શકાય છે. જ્યારે વસ્તી ઘણી ઊંચી હોય ત્યારે પાનખર સર્જાય છે. જયારે નીચલા પાંદડા મોટે ભાગે ખવાઈ ગયા હોય સામાન્ય રીતે ત્યારે જ જંતુ છોડના ઉપલા ભાગો તરફ વધે છે તેથી ડૂંડા પર સીધું નુકસાન સામાન્ય રીતે નહિવત હોય છે. એક પાકના પાંદડાં ખાધા પછી, તે મોટા જૂથોમાં અન્ય ખેતરમાં સ્થળાંતર કરે છે અને તેથી જ તેમનું એવું નામ છે. ઘાસ જેવા વૈકલ્પિક યજમાનો પણ તેમના ફેલાવાની તરફેણ કરી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બ્રેકોનીડ ભમરી એપેન્ટેલેસ રુફીકરાસ અને તાચિનીડ માખી એક્સોરિસ્ટસિવિલિસ લાર્વા પર નભે છે અને સફળતાપૂર્વક જંતુઓની વસ્તી અને રોગના બનાવોનું પ્રમાણ ઘટાડી શકે છે. પુખ્ત કીડાને મારવા સ્પીનોસેડનો પણ પ્રલોભનમાં અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે. રોગકારક ફૂગ બેયુવેરીયા બેસીયાના અને ઇસરીયા ફ્યુમોસોરોઝયા એ અન્ય જૈવિક નિયંત્રણ છે. તે વૃદ્ધિ પામે છે અને લાર્વાને મારી નાંખે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો ઉપદ્રવ ગંભીર હોય તો જ જંતુનાશક લાગુ કરવા જોઈએ. દિવસના અંત સમયમાં, લાર્વા સામે સાપરમેથેરીનનો છંટકાવ કરી શકાય છે. ચેપ લાગ્યાના 25-30 દિવસો બાદ ફરતે જંતુનાશકોનો છંટકાવ પણ અસરકારક રીતે લશ્કરી ઈયળની વસતી નિયંત્રિત કરવા માટે મદદ કરે છે. કલોરપાયરીફોસ ધરાવતા ઝેરી આકર્ષણો પણ વાપરી શકાય છે.

તે શાના કારણે થયું?

પુખ્ત ફૂદાં છાતીપર વાળ ધરાવતા અને એક પાંખની મહત્તમ લંબાઈ 4-5 સે.મી. સાથે આછા કે બદામી લાલાશ રંગના હોય છે. તેમની આગળની પાંખો રાખોડી પીળા રંગની અને તેના પર કાળા ટપકાં વિખરાયેલ હોય છે. તેના માધ્યમાં અસ્પષ્ટ કિનારી સાથે બે નાના ચોખ્ખા ટપકાં હોય છે. તેમની પાછળની પાંખો ઘેરા રંગની શિરાઓ અને ઘેરાં રંગની બાહ્ય કિનારી સાથે ભૂરા-રાખોડી રંગની હોય છે. પુખ્ત ફૂદાં નિશાચર અને પ્રકાશ તરફ ખુબ જ આકર્ષાય છે. માદા પાંદડા હેઠળ આછા, ક્રીમી ઇંડા મૂકે છે. જયારે તાપમાન 15 ° સે થી ઉપર હોય છે ત્યારે તેઓ વધુ સારી રીતે ટકી રહે છે અને વધુ ઇંડા પેદા કરે છે. ઈયળ જાડી-નાની હોય છે અને સામાન્ય રીતે તેનો રંગમાં કથ્થાઈ કે આછા લીલા રંગની હોય છે. તેના શરીર પર આડા પટ્ટાઓ આવેલ હોય છે અને કક્ષા પર કાળા ટપકાંઓથી વિભાજીત હોય છે. તેઓ નિશાચર હોય છે અને ફળદ્રુપ ખેતરમાં સારી રીતે વિકાસ પામે છે. લાંબા સૂકા સમયગાળા બાદ ભારે વરસાદ તેમના વિકાસ માટે સાનુકૂળ સ્થિતિ છે.


નિવારક પગલાં

  • વધુ પડતી વસતી ટાળવા વાવણીનો યોગ્ય સમય નક્કી કરો.
  • જંતુની કોઇ પણ પ્રકારની નિશાની માટે તમારા છોડની નિયમિત ચકાસણી કરો.
  • છોડમાં મળી આવતા લાર્વાને હાથથી વીણી લો.
  • ઉપદ્રવને મોનીટર કરવા પ્રકાશિત અથવા ફેરોમોન છટકાં નો ઉપયોગ કરો.
  • ખેતરમાં અને આસપાસમાં નીંદણનું નિયંત્રણ કરો.
  • લાર્વાની હિલચાલને નિયંત્રિત કરવા માટે ઉપદ્રવ પામેલ જગ્યાની આસપાસ ખાડો ખોદો.
  • ક્યારી પરથી લાર્વાને દૂર કરવા પાણીનો મારો ચલાવો.
  • ખેતરમાંથી પાકના અવશેષો દૂર કરો અને તેમને બાળી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો