Cosmopolites sordidus
જંતુ
ઉપદ્રવ પામેલા કેળાંના છોડમાં આછાં લીલા, નબળાં અને વળેલા પર્ણસમૂહ એ પ્રાથમિક લક્ષણો હોઈ શકે છે. જૂના પાંદડાની સપાટી અથવા થડના નીચલા ભાગો પર ખોરાક માટે થયેલ છિદ્રો અથવા પાવડર જોઈ શકાય છે. લાર્વા થડ અને મૂળમાં, ક્યારેક તેની સમગ્ર લંબાઈ જેટલું, બોગદું રાચે છે. ગંભીરરીતે અસરગ્રસ્ત પેશીઓમાં, ફુગજન્ય સડાના કારણે નાશ થતો દેખાય છે, જે કાળા રંગના વિકૃતિકરણ તરીકે જોવા મળે છે. ખોરાક લેવાથી થયેલ નુકસાન અને તકવાદી જીવાણુઓની વસાહતથી, પાણી અને પોષકતત્વોનું પરિવહન રૂંધાય છે જેનાથી પાંદડા સુકાય અને અકાળે નાશ પામે છે. કુમળા છોડ વિકસ પામતા નથી અને જૂના છોડનો વિકાસ અટકેલો દેખાય છે. ગંભીર કિસ્સાઓમાં, પ્રતિકૂળ હવામાન દરમિયાન અસરગ્રસ્ત છોડ ઉખાડીને નાશ પામે છે. ઘોણના કદ અને સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.
ભૂતકાળમાં, અસંખ્ય શિકારી જંતુ, તેમાં કીડીઓ અને ફૂદાંની કેટલીક પ્રજાતિઓ નો સમાવેશ થાય છે, નો જંતુને નિયંત્રિત કરવા માટે સારી એવી સફળતા સાથે ઉપયોગ કરવામાં આવેલ છે. આમાં પ્લેસિયાસ જેવનસ અને ડેક્ટીલોસ્ટર્નસ હાયડ્રોફિલોડેસ સૌથી સફળ શિકારી ફૂદાં છે. મૂળની ગાંઠોને વાવણી પહેલા ગરમ પાણી (3 કલાક સુધી 43° સે અથવા 20 મિનિટ માટે 54 ° સે) થી સારવાર પણ અસરકારક રહે છે. પછી શક્ય તેટલી વહેલી તકે આ મૂળની ગાંઠોને નવી જગ્યાએ વાવી દેવું જોઈએ. વાવેતર સમયે મૂળની ગાંઠોને 20% લીંબોળીના દ્રાવણ(અજદિરાચટા ઇન્ડિકા) માં ડુબાડી રાખવાથી પણ યુવાન છોડને રોગ સામે રક્ષણ મળે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. છોડના પાયામાં જંતુનાશકો આપવાથી મૂળમાં કાણાં પાડનાર જંતુની વસ્તીનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. ઓગનોફોસ્ફેટ (કલોરીફોસ, માલાથિયોન) જૂથના જંતુનાશકો પણ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે ખર્ચાળ હોય છે અને ઉપયોગ કરનાર અને પર્યાવરણ માટે ઝેરી હોઈ શકે છે.
કોસ્મોપોલિટિસ સોરડીડસ જંતુ અને તેના લાર્વાના કારણે પાકને નુકસાન થાય છે. પુખ્ત જંતુ રાખોડી- કાળા કે ઘેરા કથ્થઈ રંગના, અને ચમકતા બખ્તર ધરાવે છે. તેઓ સામાન્ય રીતે છોડના આધાર પાસે, જમીનમાં પાકના અવશેષોમાં, અથવા પાંદડાની સપાટી પર મળી આવે છે. તેઓ નિશાચર છે અને ખોરાક વગર પણ કેટલાક મહિનાઓ સુધી ટકી રહે છે. માદા જમીનમાં પાકના અવશેષોના છિદ્રોમાં અથવા પાંદડાંના આવરણ નીચે છુપાયેલા સફેદ, અંડાકારના ઇંડા મૂકે છે. 12 ° સે થી નીચા તાપમાને ઇંડાનો વિકાસ થતો નથી. ઇંડામાંથી બહાર નીકળ્યા બાદ લાર્વા, મૂળમાં અથવા થડની પેશીઓમાં બોગદું બનાવે છે, જેનાથી છોડ નબળો બને છે અને ક્યારેક તે પડી પણ શકે છે. તકવાદી જીવાણુઓ મૂળમાં કાણું પાડનાર જંતુએ બનાવેલ ઝખ્મનો વધુ ચેપ લગાડવા માટે ઉપયોગ કરે છે. મુખ્યત્વે વાવણીની સામગ્રી મારફતે એક છોડ પરથી બીજા પર જંતુનો ફેલાવો થાય છે.